AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Share Market : એવું શું થયું કે Adani Wilmarનો શેર તૂટવા લાગ્યો? જાણો કારણ

Adani Wilmar share price fall : ગૌતમ અદાણી(Gautam Adani)ની આગેવાની હેઠળની અદાણી ગ્રુપની કંપની અદાણી વિલ્મર શેર (Adani Wilmar Share)માં ગુરુવારે પણ  ઘટાડો જોવા મળ્યો છે. બુધવારના કારોબારમાં શેરમાં 5 ટકા સુધીનો ઘટાડો થયો હતો.

Share Market : એવું શું થયું કે Adani Wilmarનો શેર તૂટવા લાગ્યો? જાણો કારણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 8:24 AM
Share

Adani Wilmar share price fall : ગૌતમ અદાણી(Gautam Adani)ની આગેવાની હેઠળની અદાણી ગ્રુપની કંપની અદાણી વિલ્મર શેર (Adani Wilmar Share)માં ગુરુવારે પણ  ઘટાડો જોવા મળ્યો છે. બુધવારના કારોબારમાં શેરમાં 5 ટકા સુધીનો ઘટાડો થયો હતો.

તે જ સમયે, અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં 2 ટકા નજીક વધારો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝ અદાણી વિલ્મરમાં હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે તેવા અહેવાલો વચ્ચે શેરમાં આ અસ્થિરતા જોવા મળી છે.

અદાણી વિલ્મરમાં હિસ્સો વેચવાની યોજના

એક અખબારી  અહેવાલ મુજબ અદાણી એન્ટરપ્રાઈઝ (Adani Enterprises)થોડા મહિનાઓથી અદાણી વિલ્મર(Adani Wilmar)માં તેનો 44 ટકા હિસ્સો વેચવાનું વિચારી રહી છે. વેચાણ પછી, ગૌતમ અદાણી એન્ડ ફેમિલી કંપનીમાં લઘુમતી હિસ્સો જાળવી શકે છે.

તેલના ભાવમાં ઘટાડાને કારણે નુકસાન

ગયા અઠવાડિયે, અદાણી વિલ્મરે તેના પ્રથમ ત્રિમાસિક પરિણામો (અદાણી વિલ્મર Q1 પરિણામ) જાહેર કર્યા. ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થવાને કારણે કંપનીને પ્રથમ ક્વાર્ટરમાં નુકસાન થયું હતું. અદાણી વિલ્મરની કોન્સોલિડેટેડ રેવન્યુ પ્રથમ ક્વાર્ટરમાં 12 ટકા ઘટીને રૂ. 12,928 કરોડ થઈ હતી. કંપનીએ જણાવ્યું હતું કે, પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની આવકમાં ઘટાડો થવાનું કારણ ખાદ્ય તેલની કિંમતોમાં ભારે ઘટાડો છે. ફૂડ અને એફએમસીજી સેગમેન્ટે વાર્ષિક ધોરણે 28 ટકાની આવકમાં વૃદ્ધિ નોંધાવી હતી, જે રૂ. 1,100 કરોડની નજીક હતી.

IPO ફેબ્રુઆરી 2022માં આવ્યો હતો

અદાણી વિલ્મર એ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ અને સિંગાપોરની વિલ્મર ઇન્ટરનેશનલ લિમિટેડ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. ફોર્ચ્યુન એ અદાણી વિલ્મરની એકમાત્ર ખાદ્યતેલ બ્રાન્ડ છે. અદાણી વિલ્મરને ફેબ્રુઆરી 2022માં શેરબજારમાં લિસ્ટ કરવામાં આવ્યું હતું. અદાણી વિલ્મરના આઈપીઓની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 218-230 રાખવામાં આવી હતી. સ્ટોકનો ઓલ-ટાઇમ હાઇ રૂ. 878.30 છે, જે 28 એપ્રિલ, 2022ના રોજ પહોંચ્યો હતો.

કંપનીનું નિવેદન

અદાણી એન્ટરપ્રાઇઝિસે તેની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, “અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે, મીડિયા રિપોર્ટને લગતી કોઈ એવી ઘટના નથી કે જેના માટે સેબી લિસ્ટિંગ રેગ્યુલેશનના નિયમન 30 અનુસાર કંપની તરફથી કોઈ જાહેરાતની જરૂર હોય.” આ ઉપરાંત “સેબી લિસ્ટિંગ રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 30 હેઠળ જાહેરાતની જરૂર હોય તેવા કોઈપણ વિકાસની ઘટનામાં અમે નિયમનકારી જરૂરિયાતો અનુસાર તે જાહેર કરીશું,” તેમ ઉમેર્યું હતું.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">