1960ની સિંધુ જળ સંધિથી લઇ 2025ના પહલગામ હુમલા સુધી : જાણો સોનાના ભાવમાં કેટલો ફેરફાર આવ્યો
વર્ષ 1960માં જોવા જઈએ તો પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 111 રૂપિયા જેટલો હતો, જ્યારે અત્યારે વર્ષ 2025માં સોનાનો ભાવ 1 લાખને પાર થઈ ગયો. એવામાં એ જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે કે, સોનાનો ભાવ વર્ષ 1960 થી વર્ષ 2025 સુધીમાં 1 લાખની ટોચે કેવી રીતે પહોંચ્યો.

સિંધુ જળ સંધિ ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર, 1960ના અસ્તિત્વમાં આવી હતી. હવે વર્ષ 1960ની અર્થવ્યવસ્થા અને આજની એટલે કે વર્ષ 2025ની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો બંનેની અર્થવ્યવસ્થાની સ્થિતિ ઘણી અલગ છે. વર્ષ 1960માં જોવા જઈએ તો પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 111 રૂપિયા જેટલો હતો, જ્યારે અત્યારે વર્ષ 2025માં સોનાનો ભાવ 1 લાખને પાર થઈ ગયો. એવામાં એ જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે કે, સોનાનો ભાવ વર્ષ 1960 થી વર્ષ 2025 સુધીમાં 1 લાખની ટોચે કેવી રીતે પહોંચ્યો.
સોનાનો ભાવ વર્ષ 1960માં લગભગ 111 રૂપિયા હતો જે 1970ના વર્ષમાં વધીને 184 રૂપિયા જેટલો થઈ ગયો હતો. ત્યારબાદ 5 વર્ષ પછી એટલે કે વર્ષ 1975માં સોનાનો ભાવ 540 રૂપિયા થયો હતો અને વર્ષ 1980માં તો આ સોનાનો ભાવ 1330 રૂપિયાની આસપાસ આવી ગયો હતો. વર્ષ 1990માં સોનું 3200 રૂપિયાએ પહોંચ્યું હતું અને વર્ષ 1995માં સોનું 5000ને નજીક એટલે કે 4680 રૂપિયા પર આવી ગયું હતું.
હવે જાણવા જેવી વાત એ છે કે, વર્ષ 1996માં સોનાનો ભાવ 5160 રૂપિયા હતો જે 4 વર્ષ બાદ એટલે કે વર્ષ 2000માં ઘટીને 4400 રૂપિયા પર આવી ગયો હતો. જણાવી દઈએ કે, વર્ષ 2000થી લઈને વર્ષ 2005 સુધી સોનાના ભાવમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા હતા. ઘણા ઉતાર ચઢાવ બાદ સોનાનો ભાવ વર્ષ 2005માં 7000 રૂપિયા પર આવી ગયો હતો.
વર્ષ 2005 પછી સોનાના ભાવમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી અને વર્ષ 2010માં સોનાનો ભાવ 18,500 એ આવી ગયો હતો. વર્ષ 2015માં સોનાનો ભાવ 26,343 રૂપિયાની આસપાસ પહોંચ્યો હતો જે વર્ષ 2020માં વધીને રૂપિયા 48,651ને અડી ગયો હતો. વર્ષ 2020 બાદ જોત જોતાં જ આ ભાવ વર્ષ 2024માં 76,160 રૂપિયા એ આવી પહોંચ્યો અને વર્ષ 2025માં આખરે સોનું 1 લાખને પાર પહોંચી ગયું.
આ સોનાના ભાવથી જાણી શકાય છે કે, વર્ષ 1960ની સિંધુ જળ સંધિથી લઈને આજ સુધી દેશે નદીઓના પાણીની વહેંચણીથી લઈને નાણાકીય મૂલ્ય સુધી અનેક પરિવર્તનો જોઈ લીધા છે. જ્યાં એક સમયગાળામાં 10 ગ્રામ સોનું ₹111માં મળતું હતું, તે જ સોનું આજે ₹1 લાખ વટાવી ગયું છે.
