31 માર્ચથી Senior citizens ને આ FD ઉપર વધારે વ્યાજદરનો લાભ નહિ મળે,બેંકો બંધ કરી શકે છે યોજના, જાણો વિગતવાર
આ યોજનાની શરૂઆત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), ICICI બેંક, બેંક ઓફ બરોડા અને HDFC બેંક દ્વારા કરવામાં આવી હતી. જો કે એસબીઆઈએ તેને વધારવાની જાહેરાત કરી છે પરંતુ અન્ય બેંકોએ કંઈ કહ્યું નથી.
દેશની ઘણી બેંકોએ વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ FD યોજના (Senior citizen special FD scheme)શરૂ કરી છે. તે 2 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના ખાસ કરીને માત્ર વરિષ્ઠ નાગરિકો(Senior citizen) માટે જ બનાવવામાં આવી હતી. આ સ્કીમ વરિષ્ઠ લોકોને ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ(FD) પર સામાન્ય કરતાં વધુ વ્યાજ આપે છે. પરંતુ હવે આ યોજના 31મી માર્ચે બંધ થઈ રહી છે. બે વર્ષ સુધી સ્કીમ ચલાવ્યા બાદ બંધ કરવાની તૈયારી છે. તેની શરૂઆત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), ICICI બેંક, બેંક ઓફ બરોડા અને HDFC બેંક દ્વારા કરવામાં આવી હતી. જો કે એસબીઆઈએ તેને વધારવાની જાહેરાત કરી છે પરંતુ અન્ય બેંકોએ કંઈ કહ્યું નથી. જો કોઈ વરિષ્ઠ નાગરિક આ યોજનામાં રોકાણ કરવા માંગે છે, તો તે 31 માર્ચ સુધી કરી શકે છે. તે પછી તક નહીં મળે.
31 માર્ચ પછી સ્પેશિયલ એફડીમાં ખાતું ખુલશે નહીં
સૂત્રોએ જણાવ્યું છે કે 31 માર્ચ પછી સ્પેશિયલ એફડીમાં ખાતું ખુલશે નહીં પરંતુ જેઓ પહેલાથી જ રોકાણ કરી રહ્યા છે તેમને પાકતી મુદત સુધી રોકાણનો લાભ મળતો રહેશે. કોવિડ રોગચાળાની વચ્ચે બેંકોએ આ વિશેષ FD શરૂ કરી હતી જેથી વરિષ્ઠ નાગરિકોની પણો પર વધુ વળતર આપી શકાય. સ્પેશિયલ એફડી સ્કીમ સામાન્ય ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ વળતર આપે છે. બેંકોએ અગાઉ આ સ્કીમ અમુક ચોક્કસ સમયગાળા માટે રજૂ કરી હતી. જો કે બેંક ઓફ બરોડા અને HDFC બેંક હવે 31 માર્ચ 2022 ના રોજ આ યોજનાને સમાપ્ત કરે તેવું લાગે છે. એક અહેવાલ મુજબ બંને બેંકોએ હજુ જાહેરાત કરવાની બાકી છે કે તેઓ સમયમર્યાદા લંબાવશે કે કેમ?
સ્પેશિયલ FD યોજનાના લાભ
HDFC બેંકે 5 થી 10 વર્ષની પાકતી મુદત સાથે FD રોકાણો પર વધારાના 25 bps અથવા 0.25% વ્યાજ દર ઓફર કરવા માટે ‘HDFC બેંક સિનિયર સિટીઝન કેર FD’ સ્કીમ રજૂ કરી હતી. વધારાના 25 bps અથવા 0.25% વ્યાજ દર એ 5 થી 10 વર્ષની વચ્ચે પરિપક્વ FD રોકાણો પર વરિષ્ઠ નાગરિકોને ઓફર કરવામાં આવતા 50 bps અથવા 0.50% વ્યાજ દર ઉપરાંત છે. જે લોકો તેમાં નાણાંનું રોકાણ કરવા માગે છે તેઓ 31 માર્ચ, 2022 સુધી સ્પેશિયલ એફડી સ્કીમમાં તેમના નાણાંનું રોકાણ કરી શકે છે.
HDFC બેંકની જેમ, બેંક ઓફ બરોડા પણ વરિષ્ઠ નાગરિકો દ્વારા કરવામાં આવેલ FD રોકાણ પર ઊંચા વ્યાજ દરો ઓફર કરે છે. બેંક ઓફ બરોડા અથવા BoB 5 થી 7 વર્ષની વચ્ચે પાકતા FD રોકાણો પર વધારાના 0.50% વ્યાજ દર ઓફર કરે છે. ઉપરાંત, સરકારની માલિકીની આ બેંક વરિષ્ઠ નાગરિકોને ટેક્સ-બચત FD પર વધારાનું 50 bps વાર્ષિક વળતર આપે છે.
SBIએ સ્કીમ લંબાવી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ વરિષ્ઠ નાગરિકો માટે SBI WeCare યોજના શરૂ કરી હતી. આ એક ખાસ FD સ્કીમ છે જેના હેઠળ એકાઉન્ટ ખોલવાની છેલ્લી તારીખ 30મી સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે. SBI વરિષ્ઠ નાગરિકો દ્વારા કરવામાં આવેલા રોકાણો માટે આકર્ષક વ્યાજ દરો ઓફર કરે છે. રિટેલ ટાઇમ ડિપોઝિટ સેગમેન્ટમાં વરિષ્ઠ નાગરિકો માટે SBI વેકેર ડિપોઝિટ રજૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને ચાલુ કોરોનાવાયરસ રોગચાળાને કારણે ઊંચા વ્યાજ દરો ઓફર કરવામાં આવ્યા છે.