ફોર્ચ્યુનની  ’40 અંડર 40’ની યાદીમાં ઈશા અને આકાશ અંબાણી સ્થાન પામ્યા, JIOના લોન્ચિંગથી લઈ બજાર કબ્જે કરવા સુધી મહત્વની ભૂમિકા

ભારતની સૌથી પ્રતિષ્ઠિત કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના ટોચના અમીરો પૈકી એક છે. પરંતુ હવે તેમના સંતાનો પણ ટોચની યાદીમાં સ્થાન પામી ચુક્યા છે. ગ્લોબલ મીડિયા ઓર્ગનાઈઝેશન ફોર્ચ્યુને જાહેર કરેલી 40 અંડર 40ની યાદીમાં ઈશા અને આકાશ અંબાણીના નામ સામેલ કરાયા છે. ફોર્ચ્યુન દ્વારા ફાઈનાન્સ, ટેક્નોલોજી, હેલ્થકેર, પોલિટિક્સ અને મીડિયા તથા એન્ટરટેન્મેન્ટની કેટેગરીમાં […]

ફોર્ચ્યુનની  '40 અંડર 40'ની યાદીમાં ઈશા અને આકાશ અંબાણી સ્થાન પામ્યા, JIOના લોન્ચિંગથી લઈ બજાર કબ્જે કરવા સુધી મહત્વની ભૂમિકા
Ankit Modi

| Edited By: Bipin Prajapati

Sep 19, 2020 | 1:36 PM

ભારતની સૌથી પ્રતિષ્ઠિત કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના ટોચના અમીરો પૈકી એક છે. પરંતુ હવે તેમના સંતાનો પણ ટોચની યાદીમાં સ્થાન પામી ચુક્યા છે. ગ્લોબલ મીડિયા ઓર્ગનાઈઝેશન ફોર્ચ્યુને જાહેર કરેલી 40 અંડર 40ની યાદીમાં ઈશા અને આકાશ અંબાણીના નામ સામેલ કરાયા છે. ફોર્ચ્યુન દ્વારા ફાઈનાન્સ, ટેક્નોલોજી, હેલ્થકેર, પોલિટિક્સ અને મીડિયા તથા એન્ટરટેન્મેન્ટની કેટેગરીમાં ટોપ 40ની યાદી જાહેર કરી છે. દરેક કેટેગરીમાં વિશ્વની 40 હસ્તીઓને સ્થાન અપાયું છે, જેમની ઉંમર 40થી ઓછી છે.

Fortune ni 40 ander 40 ni yadi ma Isha ane Akash Ambani sthan pamya JIO na launching thi lai bajar kabje karva sudhi mahatva ni bhumika

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જિયોના લોન્ચિંગથી લઈ બજાર કબ્જે કરવા સુધી મહત્વની ભૂમિકા ભજવનાર ઈશા અને આકાશ અંબાણી ટેક્નોલોજી કેટેગરીમાં સ્થાન પામ્યા છે. ઈશા અને આકાશે ફેસબુક, ગૂગલ, ક્વાલકોમ અને ઈન્ટેલ જેવી કંપનીઓને રિલાયન્સ સાથે જોડવા અને તેમાં રોકાણ કરવાનું કામ સફળતાપૂર્વક કર્યું છે. જિયો માર્ટ પર દરરોજ 4 લાખ ઓર્ડર બૂક થઈ રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ભારતમાં ઝડપથી વધી રહેલા ઈ-કોમર્સ માર્કેટમાં રિલાયન્સ હાલના માર્કેટ લીડર્સને પડકાર ફેંકી રહ્યા છે. આકાશ અને ઈશા જોડિયા ભાઈ-બહેન છે. જેમની જોડી જિયોના બિઝનેસ ક્ષેત્રે કમાલ કરી રહી છે. બંનેના લીડરશીપ હેઠળ ચાલી રહેલા ઈકોમર્સ બિઝનેસમાં રિલાયન્સ ગ્રુપને સારી સફળતા મળી છે. જયારે ભારતના ઈ કોમર્સનો મોટો હિસ્સો કબ્જે કરવામાં પણ રિલાયન્સને સરળતા રહી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati