AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટર્કિશ એરલાઈનના પૂર્વ ચેરમેન Ilker Ayci ને મળી Air India ની કમાન, 1 એપ્રિલથી સંભાળશે કામ

તુર્કી એરલાઇનના પૂર્વ ચેરમેન Ilker Ayci ને એર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનની હાજરીમાં બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટર્કિશ એરલાઈનના પૂર્વ ચેરમેન Ilker Ayci ને મળી Air India ની કમાન, 1 એપ્રિલથી સંભાળશે કામ
Ilker Ayci has got the command of Air India.
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 6:15 PM
Share

એર ઈન્ડિયામાં  (Air India) પરિવર્તન શરૂ થઈ ગયું છે. ટાટા ગ્રુપે (Tata Group) સૌથી પહેલા તેની કામ કરવાની રીત બદલવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ સંદર્ભે, તુર્કી એરલાઇનના ભૂતપૂર્વ ચેરમેન Ilker Ayci ને એર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ બનાવવામાં આવ્યા છે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનની હાજરીમાં બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 51 વર્ષીય ઇલકાર આઈશી ટર્કિશ બિઝનેસમેન છે. 2015 માં, તેઓ ટર્કિશ એરલાઇન્સના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. તેમણે 26 જાન્યુઆરી 2022ના રોજ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. હવે તેમને એર ઈન્ડિયાની કમાન મળી ગઈ છે.

Ayci એ વર્ષ 1994 માં બિલ્કેન્ટ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ પોલિટિકલ સાયન્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1995 માં, તેમણે યુકેની યુનિવર્સિટીમાં તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1997માં તેમણે મરમારા યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ માસ્ટર્સ પ્રોગ્રામ પૂર્ણ કર્યો.

આઈશી 1 એપ્રિલ, 2022થી એર ઈન્ડિયાની કામગીરીની દેખરેખ કરશે. તેમની નિમણૂક બાદ ઇલકાર આઈશીએ કહ્યું કે એર ઈન્ડિયા એક પ્રતિષ્ઠિત એરલાઈન છે. એર ઈન્ડિયાના વડા તરીકે ટાટા ગ્રૂપ સાથે જોડાઈને હું ગૌરવ અનુભવું છું. એર ઈન્ડિયામાં અમારા ભાગીદારો અને ટાટા ગ્રૂપના નેતૃત્વ સાથે નજીકથી કામ કરીને, અમે એર ઈન્ડિયાના મજબૂત વારસાનો ઉપયોગ કરીને તેને વિશ્વની શ્રેષ્ઠ એરલાઈન બનાવીશું.

ઇલકર આઈશી એવિએશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે

તેમની નિમણૂક પર, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું કે ઇલકર આઈશી એવિએશન ઉદ્યોગમાં ખૂબ મોટું નામ છે. તે આ ઉદ્યોગના નેતા છે. તેમના નેતૃત્વમાં તુર્કી એરલાઈન્સે મોટી સફળતા હાંસલ કરી છે. અમે ટાટા ગ્રુપમાં તેમનું સ્વાગત કરીએ છીએ. તેમના નેતૃત્વમાં એર ઈન્ડિયાને નવી ઓળખ મળશે અને નવા યુગની શરૂઆત થશે.

એર ઈન્ડિયા અને એર એશિયા વચ્ચે કરાર

મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા અને એર એશિયા વચ્ચે તાજેતરમાં એક કરાર કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ એર ઈન્ડિયાની ટિકિટ ખરીદનારા મુસાફરો એર એશિયાની ફ્લાઈટમાં ઉડાન ભરી શકશે, તેવી જ રીતે એર એશિયાની ટિકિટ ખરીદનારા લોકો એર ઈન્ડિયાના વિમાનમાં ઉડી શકશે. બંને એરલાઇન્સ વચ્ચેના આ મહત્વપૂર્ણ અને મોટા કરારથી મુસાફરોને મોટી રાહત મળશે અને જો સેવાઓમાં કોઈ સમસ્યા હશે તો તેઓ અન્ય એરલાઈન્સ કંપનીની ફ્લાઈટમાં મુસાફરી કરી શકશે.

આ પણ વાંચો :  Share Market Crash : શેરબજારમાં કડાકાથી રોકાણકારોને 8.29 લાખ કરોડનું નુકસાન, કોણ રહ્યા આજના TOP LOSERS?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">