Forex Reserve : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો, જાણો દેશની તિજોરીના ધનમાં કેટલો થયો વધારો
Forex Reserve : સપ્તાહમાં સોનાના ભંડારનું મૂલ્ય $1.106 બિલિયન વધીને $42.89 બિલિયન થયું છે. ડેટા અનુસાર, સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) $147 મિલિયન વધીને $18.364 બિલિયન થઈ ગયા છે. એક સપ્તાહ દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે રાખેલ દેશનું મુદ્રા ભંડાર પણ $86 મિલિયન વધીને $5.227 બિલિયન થઈ ગયું છે.
ભારતનું વિદેશી મુદ્રા ભંડાર $10.417 બિલિયન વધીને $572 બિલિયન પર પહોંચી ગયું છે. આ વર્ષમાં સપ્તાહ સમીક્ષા હેઠળ આ સૌથી મોટો વધારો માનવામાં આવે છે. અગાઉના સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં $1.268 બિલિયનનો ઘટાડો થયો હતો અને તે $561.583 બિલિયન નોંધાયું હતું. આનો અર્થ એ થયો કે એક સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં $10.417 બિલિયનનો વધારો થયો છે. વર્ષ 2021 દરમિયાન ઑક્ટોબરમાં વિદેશી હૂંડિયામણ અનામત $645 બિલિયનના સર્વોચ્ચ સ્તરે હતું. જો કે ત્યારપછી સેન્ટ્રલ બેંકે રૂપિયાને બચાવવા માટે અનેક પગલા લીધા હતા. ત્યારથી વિદેશી મુદ્રા ભંડારમાં ઝડપી ઘટાડો થયો અને તે લગભગ $ 100 બિલિયન પર આવી ગયું છે. ઓક્ટોબર 2022 દરમિયાન, એક સપ્તાહ દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં $ 14.721 બિલિયનનો સૌથી વધુ વધારો નોંધવામાં આવ્યો હતો.
ફોરેન કરન્સી એસેટ્સમાં વધારો
સેન્ટ્રલ બેંકના સાપ્તાહિક ડેટા અનુસાર, કુલ મુદ્રા ભંડારનો મહત્વનો ભાગ ગણાતી ફોરેન કરન્સી એસેટ્સ (FCA) સપ્તાહમાં $9.078 બિલિયન વધીને $505.519 બિલિયન થઈ ગઈ છે. વિદેશી ચલણ અસ્કયામતોમાં ડોલરમાં મૂલ્યાંકન કરવામાં આવે છે તેમાં યુરો, પાઉન્ડ અને યેન જેવી બિન-યુએસ કરન્સીમાં મૂલ્ય અને અવમૂલ્યનની અસરોનો પણ સમાવેશ થાય છે.
IMFમાં દેશની મુદ્રામાં વધારો
આ સિવાય સપ્તાહમાં સોનાના ભંડારનું મૂલ્ય $1.106 બિલિયન વધીને $42.89 બિલિયન થયું છે. ડેટા અનુસાર, સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) $147 મિલિયન વધીને $18.364 બિલિયન થઈ ગયા છે. એક સપ્તાહ દરમિયાન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસે રાખેલ દેશનું મુદ્રા ભંડાર પણ $86 મિલિયન વધીને $5.227 બિલિયન થઈ ગયું છે.
તમને જણાવી દઈએ કે ગત વર્ષે આરબીઆઈ દ્વારા ઘટી રહેલા રૂપિયાને બચાવવા માટે ઘણા પગલા લેવામાં આવ્યા હતા. આરબીઆઈએ રેપો રેટમાં અનેક વખત વધારો કર્યો છે. દરમિયાન, વિદેશી મુદ્રા ભંડારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે.
ગત સપ્તાહની સ્થિતિ
આરબીઆઈ પાસેથી મળેલા આંકડા અનુસાર 6 જાન્યુઆરી 2023ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 1.268 અબજ ડોલરનું નુકસાન થયું હતું. જે ઘટીને 561.583 અબજ ડોલર થઈ ગયું હતું. પાછલા સપ્તાહમાં દેશનો કુલ વિદેશી મુદ્રા ભંડાર 44 મિલિયન ડોલર વધીને 562.851 અબજ ડોલર થયો હતો. અગાઉ ગયા વર્ષે ડિસેમ્બર 2022 ના છેલ્લા બે અઠવાડિયામાં વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો.