AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FPI investment in india: વિદેશી રોકાણકારોનો ડગ્યો વિશ્વાસ, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 6105 કરોડ બજારમાંથી ઉપાડી લીધા

ડિપોઝિટરી ડેટા અનુસાર FPIs એ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં ઇક્વિટીમાંથી 6,707 કરોડ રૂપિયા ઉપાડયા છે. આ દરમિયાન તેમણે દેવું અથવા બોન્ડ માર્કેટમાં 602 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

FPI investment in india: વિદેશી રોકાણકારોનો ડગ્યો વિશ્વાસ, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 6105 કરોડ બજારમાંથી ઉપાડી લીધા
16 જુલાઈ, 2021 ના રોજ સેન્સેક્સે 53,290.81 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 7:17 AM
Share

FPI investment in india: વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) એ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય મૂડી બજારોમાંથી રૂ 6,105 કરોડ ઉપાડ્યા છે. મહામારી અને તેના કારણે દેશના વિવિધ ક્ષેત્રમાં લાગુ કરાયેલા લોકડાઉનને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાંથી બહાર નીકળી રહ્યા છે. જોકે BSE નો 30 શેરોનો ઇન્ડેક્સ સેન્સેક્સ ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જુલાઈ દરમિયાન 3,077.69 પોઈન્ટ અથવા 6.21 ટકા વધ્યો છે.

16 જુલાઈ, 2021 ના રોજ સેન્સેક્સે 53,290.81 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીને સ્પર્શી હતી. તે 15 જુલાઇના રોજ 53,158.85 ની ઓલટાઇમ હાઇ પર બંધ રહ્યો હતો. ડિપોઝિટરી ડેટા અનુસાર FPIs એ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં ઇક્વિટીમાંથી 6,707 કરોડ રૂપિયા ઉપાડયા છે. આ દરમિયાન તેમણે દેવું અથવા બોન્ડ માર્કેટમાં 602 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રીતે તેનો નેટ ઉપાડ 6,105 કરોડ રૂપિયા છે.

FPI એ જૂન સિવાય દર મહિને વેચાણ કર્યું ડેટા અનુસાર વિદેશી રોકાણકારોએ જૂન સિવાય નાણાંકીય વર્ષના તમામ મહિનામાં વેચાણ કર્યું છે. જૂનમાં તેણે 13,269 કરોડ રૂપિયા રોક્યા હતા. એપ્રિલમાં તેમણે 9,435 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. તો મે મહિનામાં 2,666 કરોડ અને જુલાઈમાં 7,273 કરોડ રૂપિયા ઉપાડ્યા હતા. એલકેપી સિક્યોરિટીઝના રિસર્ચ હેડ એસ રંગનાથને જણાવ્યું હતું કે પ્રથમ ચાર મહિના દરમિયાન પ્રોત્સાહક બાબત એ રહી કે દેશમાં નવા રોકાણકારોની નોંધણી વાર્ષિક ધોરણે 2.5 ગણી વધી છે.

જૂનથી લોકડાઉન હળવું થયું હતું મોર્નિંગસ્ટાર ઇન્ડિયાના એસોસિએટ ડિરેક્ટર – મેનેજર રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સ્થાનિક રીતે લાગુ કરાયેલ લોકડાઉન દૂર કરવાની શરૂઆત જૂન મહિનાથી થઈ છે. કોરોના સંક્રમણના કેસોમાં સતત ઘટાડાથી રોકાણકારોની ધારણામાં સુધારો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે FPIએ જૂનના મધ્યથી ભારતીય શેર બજારો તરફ સાવચેતીભર્યું અભિગમ અપનાવવાનું શરૂ કર્યું હતું. જુલાઈમાં પણ તેમનું વલણ ચાલુ રહ્યું હતું.

રોકાણકારોની સંપત્તિમાં 31 લાખ કરોડનો ઉછાળો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં શેરબજારના રોકાણકારોની મૂડીમાં 31 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. બજારમાં સકારાત્મક વલણ વચ્ચે પ્રથમ ચાર મહિનામાં રોકાણકારોની મૂડીમાં કુલ રૂ 31,18,934.36 કરોડનો વધારો થયો છે.

g clip-path="url(#clip0_868_265)">