Closing Bell : કોરોનાના નવા વેરિએન્ટના ભયે તેજીની કમર તોડી, સેન્સેક્સ BSE 1687 અને નિફ્ટી 509 પોઈન્ટ તૂટ્યા

આજે સવારે સેન્સેક્સ 540.3 પોઈન્ટના ઘટાડા સાથે 58,254.79 પર ખુલ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન તે 1,801.2 પોઈન્ટ્સ સુધી ગગડ્યો હતો. બીજી તરફ નિફ્ટી 197.5 પોઈન્ટ ઘટીને 17,338.75 પર ખુલ્યો હતો.

Closing Bell : કોરોનાના નવા વેરિએન્ટના ભયે તેજીની કમર તોડી, સેન્સેક્સ BSE 1687 અને નિફ્ટી 509 પોઈન્ટ તૂટ્યા
Stock Market
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 6:20 PM

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારો મોટા ઘટાડા સાથે બંધ થયા છે. BSE સેન્સેક્સ 1687.94 પોઈન્ટ્સ અથવા 2.87% ઘટીને 57,107.15 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 509.80 પોઈન્ટ અથવા 2.91% ઘટીને 17,026.45 પર કારોબાર પૂર્ણ કર્યો હતો.

આજે સવારે સેન્સેક્સ 540.3 પોઈન્ટના ઘટાડા સાથે 58,254.79 પર ખુલ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન તે 1,801.2 પોઈન્ટ્સ સુધી ગગડ્યો હતો. બીજી તરફ નિફ્ટી 197.5 પોઈન્ટ ઘટીને 17,338.75 પર ખુલ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન તે 550.55 પોઈન્ટ સુધી પટકાયો હતો.

કડાકાના કારણો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
  • નવું કોવિડ વેરિઅન્ટ ચિંતાનો વિષય બન્યો છે. દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનો નવો પ્રકાર જોવા મળ્યો છે. વેરિઅન્ટ સામે આવ્યા પછી ભારત સરકારના આરોગ્ય સચિવે સૂચના જારી કરી છે કે ભારતમાં આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કોરોના માટે સઘન તપાસ કરવામાં આવે.
  • FIIનું વેચાણ વધ્યું છે. NSE પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર (FPI) એ સ્થાનિક શેરોમાં રૂ 2,300.65 કરોડનું વેચાણ કર્યું છે. આ વેચાણ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DIIs) દ્વારા ખરીદવા કરતાં વધુ છે. વેચવાલીથી રોકાણકારોના ઉત્સાહમાં પણ ઘટાડો થયો છે.
  • એશિયન બજારોમાંથી નબળા સંકેતો મળ્યા હતા. તમામ એશિયન બજારોમાં પણ ઘટાડાનું વલણ છે, જેની અસર સ્થાનિક બજાર પર પણ પડી છે. SGX નિફ્ટી, નિક્કી, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગ સેંગ, તાઈવાન વેઈટેડ, કોસ્પી, શાંઘાઈ કમ્પોઝીટ બધા 1-2% તૂટ્યા.

આજના કારોબારની હાઇલાઇટ્સ

  • BSE પર લગભગ 47 ટકા કંપનીઓના શેર તૂટયા હતા.
  • BSEનું માર્કેટ કેપ રૂ. 258 લાખ કરોડ થયું છે
  • 3,415 કંપનીઓના શેરમાં ટ્રેડિંગ થયું હતું. જેમાં 1,069 કંપનીઓના શેર વધ્યા હતા અને 2,242 કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
  • 237 કંપનીઓના શેર એક વર્ષની ઉપલી અને 34 કંપનીઓના શેર એક વર્ષની નીચી સપાટીએ રહ્યા હતા
  • 398 કંપનીઓના શેરમાં અપર સર્કિટ અને 179 કંપનીઓના શેરમાં નીચલી સર્કિટ નોંધાઈ છે.

મોટા ઘટાડા સાથે થઈ  હતી શરૂઆત  સપ્તાહના છેલ્લા કારોબારી સત્રની શરૂઆત જબરદસ્ત ઘટાડા સાથે થઇ રહી છે .  આજે સેન્સેક્સ 58,254.79 ઉપર ખુલ્યો હતો જયારે નિફટીએ 17,338.75 ઉપર કારોબારની શરૂઆત કરી હતી. આજે એશિયાના મોટાભાગના બજાર નરમાશ સાથે કારોબાર આગળ ધપાવી રહ્યા છે.

વેચવાલી હાવી રહી બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી હતી. બેન્ક અને નાણાકીય સૂચકાંકો નિફ્ટી પર 3 ટકાથી વધુ નીચે છે. PSU બેન્ક અને રિયલ્ટી ઇન્ડેક્સ 4.5 ટકા અને 6 ટકા નબળા પડ્યા છે. આઈટી, મેટલ, એફએમસીજી અને ઓટો શેરોમાં પણ જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. જોકે, ફાર્મા શેર્સમાં ખરીદી જોવા મળી છે.

આ પણ વાંચો : તમારો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે? આ સરળ સ્ટેપ દ્વારા Aadhaar Card સાથે લિંક કરો, જાણો પ્રક્રિયા

આ પણ વાંચો : ATM સ્થાપિત કરતી બે કંપનીઓને કરોડોનો દંડ ફટકારાયો, RBIએ આ કારણસર કરી કાર્યવાહી

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">