મોંઘવારીને કારણે તમારી બચતને થઈ રહ્યુ છે નુક્સાન, Fixed Depositમાં જમા નાણા વધવાને બદલે ઘટી રહ્યા છે

TV9 GUJARATI

|

Updated on: Oct 12, 2021 | 9:30 PM

વધતી જતી મોંઘવારી અને ઘટતા વળતરને કારણે નેટ આધાર પર ફિક્સ્ડ ડિપોઝિટ હવે ખોટનો સોદો બની ગયો છે. RBIએ કહ્યું કે આ વર્ષે ફુગાવો 5.3 ટકા રહેશે, જ્યારે SBI એક વર્ષની FD પર 5 ટકા વળતર આપી રહી છે.

મોંઘવારીને કારણે તમારી બચતને થઈ રહ્યુ છે નુક્સાન, Fixed Depositમાં જમા નાણા વધવાને બદલે ઘટી રહ્યા છે

Follow us on

ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે એફડી રોકાણનું પરંપરાગત સાધન છે અને મોટાભાગના લોકો તેમાં મોટા પ્રમાણમાં રોકાણ કરે છે. જોકે, વધતા જતા ફુગાવા અને ઘટતા વળતરને કારણે ચોખ્ખા ધોરણે ફિક્સ્ડ ડિપોઝિટ હવે ખોટનો સોદો બની ગયો છે. સપ્ટેમ્બરનો મોંઘવારી ડેટા આજે જાહેર કરવામાં આવ્યો છે.

સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો 4.35 ટકા હતો. 8 ઓક્ટોબરે આ વર્ષની પાંચમી નાણાકીય નીતિની જાહેરાત કરતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષ માટે રિટેલ ફુગાવો 5.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. RBIએ ગયા સપ્તાહે ચાલુ નાણાકીય વર્ષમાં રિટેલ ફુગાવો 5.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.

જો કે દેશની સૌથી મોટી બેંક 1 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર વળતર આપે છે, જો તમે તેને ફુગાવાના દર સાથે સરખાવો તો તમને નેટ આધારે એફડી પર નકારાત્મક વળતર મળી રહ્યું છે. અહીં વાર્ષિક ધોરણે થાપણદારોને માઈનસ 0.30 ટકાનું નુકસાન થશે. સરળ શબ્દોમાં કહીએ તો તમારા પૈસા વધવાને બદલે ઘટી રહ્યા છે.

ઓગસ્ટમાં મોંઘવારી દર 5.3 ટકા

ઓગસ્ટ મહિનામાં રિટેલ ફુગાવાનો દર 5.3 ટકા હતો. ભારતીય સ્ટેટ બેંક એક વર્ષની FD પર 5 ટકાથી 5.50 ટકા વચ્ચે વ્યાજ આપી રહી છે. તે 2-3 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.10 ટકા અને 3-5 વર્ષની મુદત પર 5.30 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. જે વર્તમાન નાણાકીય વર્ષ માટે અંદાજિત ફુગાવા કરતા ઓછું અથવા તેના બરાબર છે. 5-10 વર્ષની FD માટે વ્યાજ દર 5.40 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 6.20 ટકા છે.

SBI, HDFC બેંક કેટલું વળતર આપી રહી છે

એસબીઆઈની જેમ જ એચડીએફસી બેંક 1-2 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ માટે 4.90 ટકા વ્યાજ આપે છે, જ્યારે 2-3 વર્ષ માટે તે 5.15 ટકા છે. જો કે, સરકાર દ્વારા ચલાવવામાં આવતી નાની બચત યોજનાઓ બેન્કોના ફિક્સ્ડ ડિપોઝિટ દરો કરતાં વધુ સારું વળતર આપી રહી છે. નાની બચત યોજનાઓ હેઠળ 1-3 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટનો વ્યાજ દર 5.5 ટકા છે, જે ફુગાવાના આંક કરતા વધારે છે.

હાલ માટે આ સ્થિતિ યથાવત રહેશે

ગ્રાન્ટ થોર્ન્ટન ઈન્ડિયાના પાર્ટનર વિવેક અય્યરે જણાવ્યું હતું કે વાસ્તવિક દરો થોડા સમય માટે નકારાત્મક રહેશે અને તે મહત્વનું છે કે લોકો નાણાકીય સાક્ષરતાને આધારે યોગ્ય રોકાણ વિકલ્પ પસંદ કરે. રિસર્જન્ટ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર જ્યોતિ પ્રકાશ ગાડિયાએ જણાવ્યું હતું કે ઉચ્ચ જોખમ વિકલ્પોએ અસાધારણ વૃદ્ધિ દર્શાવી છે, જે ફુગાવો કાબુમાં ન આવે અથવા બેન્ક ડિપોઝિટ દર વધે ત્યાં સુધી ચાલુ રહેવાની ધારણા છે.

આ પણ વાંચો :  શું તમને Income Tax ની ચિંતા સતાવે છે? જાણો ટેક્સ ઘટાડવાની 7 સરળ રીત જે તમારી બચત અને કમાણીમાં વધારો કરી નિવૃત્તિનું ટેંશન પણ દૂર કરશે

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati