બજારની તેજી વચ્ચે છેલ્લા સપ્તાહમાં આ સ્ટોકસે રોકાણકારોને કર્યા માલામાલ, જાણો ક્યાં છે આ સ્ટોક્સ

બજારની તેજી વચ્ચે છેલ્લા સપ્તાહમાં આ સ્ટોકસે રોકાણકારોને કર્યા માલામાલ, જાણો ક્યાં છે આ સ્ટોક્સ
Stock Update

વર્ષ 2021 પહેલા સપ્તાહમાં 2 ટકા ઉછાળા સાથે શેરબજાર નવી સર્વોચ્ચ સપાટી ઉપર બંધ થયો છે. ગત સપ્તાહે 10 સ્ટોક એવા હતા જેને રોકાણકારોએ મબલક લાભ અપાવ્યો છે.

Ankit Modi

| Edited By: Bipin Prajapati

Jan 11, 2021 | 9:34 AM

વર્ષ 2021 પહેલા સપ્તાહમાં 2 ટકા ઉછાળા સાથે શેરબજાર નવી સર્વોચ્ચ સપાટી ઉપર બંધ થયો છે. ગત સપ્તાહે 10 સ્ટોક એવા હતા જેને રોકાણકારોએ મબલક લાભ અપાવ્યો છે.એક નજર કરીએ આ સ્ટોક્સ ઉપર …

IDFC First Bank: ત્રિમાસિક ધોરણે બેંકના રિટેલ ડિપોઝિટમાં 18 ટકા અને વાર્ષિક ધોરણે 100 ટકાનો વધારો થવાના અહેવાલો વચ્ચે ગત સપ્તાહે આ શેરમાં 18 ટકાનો વધારો થયો હતો.

Shriram Transport Finance: ગયા અઠવાડિયે, કંપનીનો શેર 21 ટકા ઉછળ્યો હતો. કંપનીને ૫૦ કરોડ ડોલરના સિનિયર સિક્યોર નોટ (સ્પેશિયલ બોન્ડ) જારી કરવાની મંજૂરી મળી છે. આ બોન્ડ્સની ડ્યું 2024 માં છે અને તેમાં કૂપન રેટ 4.4 ટકા છે. આ નોટ 13 માર્ચ, 2024 ના રોજ મેચ્યોર થશે. તે સિંગાપોર એક્સચેંજ સિક્યોરિટીઝ ટ્રેડિંગમાં લિસ્ટેડ થશે.

Polycab India: ગયા સપ્તાહે શેરમાં 20 ટકાનો ઉછાળો આવ્યો હતો. કંપનીએ એક્સ્ચેંજને માહિતી આપી છે કે તેણે ESOP હેઠળ તેના કર્મચારીઓને 10 રૂપિયાના ફેસ વેલ્યુના 21,050 ઇક્વિટી શેર આપવાનું નક્કી કર્યું છે.

Alkyl Amines: ગયા અઠવાડિયે Alkyl Aminesના શેરમાં 24 ટકાનો ઉછાળો આવ્યો હતો. કંપનીએ માહિતી આપી છે કે 2 ફેબ્રુઆરી, 20201 ના રોજ યોજાનારી તેની બોર્ડ મીટિંગમાં કંપનીના શેરના વિભાજન અને નવા પ્રોજેક્ટના અમલીકરણ પર વિચારણા કરવામાં આવશે.

RBL BANK: પાછલા સપ્તાહમાં શેરમાં 14 ટકાનો ઉછાળો નોંધાયો છે. આરબીએલ બેંકમાં સારી સંભાવનાઓ છે.

Ashok Leyland: Ashok Leyland માં પણ ગયા અઠવાડિયે 13 ટકાનો ઉછાળો દેખાયો હતો. અર્થતંત્રમાં વધુ સુધારણા સાથે મધ્યમ અને ભારે કોમર્શિયલ વાહનો માટેની માંગ વધવાની અપેક્ષા છે.

VEDANTA: ગયા અઠવાડિયે શેરમાં 13 ટકાનો ઉછાળો આવ્યો હતો. શેરમાં સારી સ્થિતિ જોવા મળી રહી છે.

Dixon Tech ગત સપ્તાહે આ શેરમાં ૧૨ ટકાનો ઉછાળો નોંધાયો છે . રોકાણકારોનું સ્ટોક ધ્યાન ખેંચી રહ્યો છે .

Suzlon Energy પોઝીટીવ ખબરોએ શેરમાં લાભ દેખાડ્યો છે 14 ટકાનો લાભ દેખાયો છે.

Info Edge ગત સપ્તાહે આ શેરમાં 13 ટકાનો ઉછાળો નોંધાયો છે જેણે ટોપ ૧૦ ની યાદીમાં સ્થાન અપાવ્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati