PF ખાતા ધારકો માટે સારા સમાચાર, પીએફ પર મળશે 8.15 ટકા વ્યાજ, 6 કરોડથી વધારે લોકોને થશે ફાયદો
આ આદેશ ચાલુ વર્ષે માર્ચમાં EPFO ટ્રસ્ટીઓ દ્વારા મંજૂર કરવામાં આવેલા EPF વ્યાજ દર પર નાણા મંત્રાલયની સહમતિ બાદ આવ્યો છે. હવે EPFOની પ્રાદેશિક કચેરીઓ ઇન્ટરનેટ દ્વારા ગ્રાહકોના ખાતામાં પૈસા જમાં કરવાની પ્રક્રિયા શરૂ કરશે.
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે EPFO પર 8.15 ટકા વ્યાજને મંજૂરી આપી છે. રિટાયરમેન્ટ ફંડ બોડી EPFOએ 28 માર્ચ, 2023ના રોજ તેના 6 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ માટે નાણાકીય વર્ષ 2022-23 માટે EPF થાપણો પરના વ્યાજ દરમાં નજીવો વધારો કરીને 8.15% કર્યો હતો. સોમવારે જાહેર કરાયેલા આદેશ મૂજબ EPFOએ સભ્યોના ખાતામાં 2022-23 માટે EPF પર 8.15% ના દરે વ્યાજ જમા કરવાનું કહ્યું છે.
પ્રાદેશિક કચેરીઓ ખાતામાં પૈસા જમાં કરવાની પ્રક્રિયા શરૂ કરશે
આ આદેશ ચાલુ વર્ષે માર્ચમાં EPFO ટ્રસ્ટીઓ દ્વારા મંજૂર કરવામાં આવેલા EPF વ્યાજ દર પર નાણા મંત્રાલયની સહમતિ બાદ આવ્યો છે. હવે EPFOની પ્રાદેશિક કચેરીઓ ઇન્ટરનેટ દ્વારા ગ્રાહકોના ખાતામાં પૈસા જમાં કરવાની પ્રક્રિયા શરૂ કરશે. માર્ચ 2022 માં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ 2021-22 માટે EPF થાપણો પર વ્યાજ દર 2020-21માં 8.5% થી ઘટાડીને 8.10% ના ચાર દાયકાના નીચલા સ્તરે કર્યો હતો.
એમ્પ્લોયર પણ EPF ખાતામાં સમાન ફાળો આપે છે. માસિક ધોરણે, કર્મચારી તેની કમાણીના 12% તેના EPF ખાતામાં ફાળો આપે છે. કર્મચારીનું સંપૂર્ણ યોગદાન EPF ખાતામાં જમા થાય છે. નોકરીદાતાના કિસ્સામાં, EPF ખાતામાં માત્ર 3.67 ટકા જ જમા થાય છે. બાકીના 8.33 ટકા એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS)માં જાય છે.
UMANG એપ્લિકેશન પર બેલેન્સ કેવી રીતે ચેક કરવું
- ઉમંગ એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો
- તમારા મોબાઇલ નંબર સાથે નોંધણી કરો
- વિકલ્પોમાંથી EPFO પસંદ કરો
- પાસબુક જુઓ પર ક્લિક કરો
- તમારો UAN દાખલ કર્યા પછી Get OTP પર ક્લિક કરો
- લોગિન પસંદ કરો
- તમારી પાસબુક અને EPF બેલેન્સ સ્ક્રીન પર દેખાશે
આ પણ વાંચો : GAUTAM ADANI એ તેમની બે કંપનીઓ વેચી દીધી, હવે આ કંપનીઓમાં માત્ર 10% હિસ્સેદારી રહી
EPFO પોર્ટલ પર EPF બેલેન્સ ચેક કરો
EPFO વેબસાઈટના કર્મચારી વિભાગ પર જાઓ અને ‘મેમ્બર પાસબુક’ પર ક્લિક કરો. તમે તમારો UAN અને પાસવર્ડ દાખલ કરીને PF પાસબુકને જોઈ શકો છો. કર્મચારી અને એમ્પ્લોયરના યોગદાનની વિગતો તેમજ ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ પણ જોઈ શકાય છે. કોઈપણ PF ટ્રાન્સફર રકમ, તેમજ PF વ્યાજની રકમ પણ દેખાશે. પાસબુકમાંથી EPF બેલેન્સ પણ જોઈ શકાય છે.