EPFO : જો તમે E-Nomination નથી કર્યું તો પણ તમારા PF ના નાણાં અટકશે નહિ, જાણો શું છે આખો મામલો

EPFO ​​તેની વેબસાઇટ પર EPF ખાતાધારકો માટે એક સ્પષ્ટતા કરી છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે EPFO ​​એ ઈ-નોમિનેશન માટે કોઈ છેલ્લી તારીખ નક્કી કરી નથી. પીએફના એડવાન્સ ક્લેમ માટે ઈ-નોમિનેશન જરૂરી નથી.

EPFO  : જો તમે E-Nomination નથી કર્યું તો પણ તમારા PF ના નાણાં અટકશે નહિ, જાણો શું છે આખો મામલો
EPFO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 9:11 AM

નાણાકીય વર્ષ 2021-22 આજે સમાપ્ત થઇ રહ્યું છે. એવા ઘણા નાણાકીય કાર્યો છે જેની છેલ્લી તારીખ 31 માર્ચ છે. આ સિવાય નવા નાણાકીય વર્ષ 2022-23માં ઘણા નાણાકીય નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. નોકરી કરતા લોકો માટે EPF (Employees’ Provident Fund) સંબંધિત કામ નિયત તારીખ સુધીમાં પૂર્ણ કરવું જરૂરી છે. પીએફ ખાતાધારકો માટે નોમિની બનાવવા અને તેમના ઈ-નોમિનેશનને લઈને છેલ્લા કેટલાક દિવસોથી મૂંઝવણભર્યા સમાચારો વહેતા થઈ રહ્યા છે. એવા સમાચાર ચાલી રહ્યા છે કે જો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સબસ્ક્રાઇબર્સે 31 માર્ચ સુધીમાં તેમના PF ખાતાના નોમિનીનું ઇ-નોમિનેશન(e-nomination) નથી કરાવ્યું તો PF ના પૈસા અટકી જશે. આવા ખાતાધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સમાચાર સંપૂર્ણપણે સાચા નથી. આમાં માત્ર અડધુ સત્ય છે. આ મૂંઝવણને દૂર કરવા માટે EPFOએ તેની વેબસાઇટ પર સ્પષ્ટતા આપી છે.

EPFOએ શું કહ્યું?

EPFO ​​તેની વેબસાઇટ પર EPF ખાતાધારકો માટે એક સ્પષ્ટતા કરી છે. આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે EPFO ​​એ ઈ-નોમિનેશન માટે કોઈ છેલ્લી તારીખ નક્કી કરી નથી. પીએફના એડવાન્સ ક્લેમ માટે ઈ-નોમિનેશન જરૂરી નથી. એટલે કે જો તમે તમારા નોમિનીનું ઈ-નોમિનેશન કર્યું નથી તો ગભરાવાની જરૂર નથી. તમે આ કામ ગમે ત્યારે કરી શકો છો કારણ કે નોમિની બનાવવું હવે ફરજિયાત છે.

અર્ધ સત્ય શું છે

વાસ્તવમાં અર્ધસત્ય એ છે કે જો તમે 31 માર્ચ સુધીમાં ઈ-નોમિનેશન નહીં કરો તો 1 એપ્રિલથી તમે PF મેમ્બરની પાસબુક ઓનલાઈન જોઈ શકશો નહીં. એટલે કે આ તારીખ પછી પાસબુક ઓનલાઈન જોવા માટે પહેલા તમારે ઈ-નોમિનેશન કરવું પડશે. ઈ-નોમિનેશન પછી જ તમે તમારી પાસબુક ઓનલાઈન ચેક કરી શકશો. આ સિવાય જો તમે તમારું પીએફ એકાઉન્ટ બંધ કરાવવા માંગતા હોય તો તેના માટે ઈ-નોમિનેશન પણ જરૂરી છે. તાજેતરમાં, EPFOએ એક ટ્વીટમાં તમામ ખાતાધારકોને અપીલ કરી હતી કે તેઓએ ઈ-નોમિનેશન કરવું જોઈએ. આ ટ્વિટ પછી અર્ધસત્ય અહેવાલો ચાલવા લાગ્યા.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

આ પણ વાંચો : કંપની શેરમાર્કેટમાંથી ડીલિસ્ટ થાય એ સમાચાર ફાયદાના કે નુકસાનના છે? નક્કી કરવામાં આ અહેવાલ મદદરૂપ સાબિત થશે

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : છેલ્લા 10 દિવસમાં 9 વખત પેટ્રોલ – ડીઝલ મોંઘા થયા, જાણો આજનો તમારા શહેરનો ભાવ

g clip-path="url(#clip0_868_265)">