Petrol-Diesel Price Today : છેલ્લા 10 દિવસમાં 9 વખત પેટ્રોલ – ડીઝલ મોંઘા થયા, જાણો આજનો તમારા શહેરનો ભાવ

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 101.70 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 95.93 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : છેલ્લા 10 દિવસમાં 9 વખત પેટ્રોલ - ડીઝલ મોંઘા થયા, જાણો આજનો તમારા શહેરનો ભાવ
Petrol-Diesel Price Today
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2022 | 8:22 AM

Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો (Petrol Diesel Price Hike) થઈ રહ્યો છે.આજે ગુરુવારે ફરી એકવાર 80 પૈસા પ્રતિ લિટર વધારો કરવામાં આવ્યો. છેલ્લા 10 દિવસમાં 9મી વખત કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 6.40 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા નવા દર અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.01 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 101.81 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 92.27 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 93.07 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે આ સાથે સ્થાનિક ટેક્સના આધારે તેમની કિંમતો દરેક રાજ્યમાં બદલાય છે.

ઇંધણના ભાવ 15 દિવસના આંતરરાષ્ટ્રીય દરના આધારે નક્કી કરવામાં આવે છે

જૂન 2017 થી છેલ્લા 15 દિવસના આંતરરાષ્ટ્રીય દર મુજબ પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ ગોઠવવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રૂ. 5 અને ડીઝલમાં રૂ. 10 પ્રતિ લિટરનો ઘટાડો કર્યા પછી 4 નવેમ્બર, 2021 થી ઇંધણના દરમાં વધારો થયો નથી. આ પછી મોટાભાગની રાજ્ય સરકારોએ સ્થાનિક વેચાણ વેરો અથવા વેટ પણ ઘટાડ્યો હતો. આ પહેલા પેટ્રોલની કિંમત 110.04 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 98.42 રૂપિયા પ્રતિ લીટરની ટોચે પહોંચી હતી.

LPG ના ભાવ સ્થિર

એલપીજીના દરમાં છેલ્લે 6 ઓક્ટોબર 2021ના રોજ સુધારો કરવામાં આવ્યો હતો. જુલાઈથી ઓક્ટોબર 2021 વચ્ચે એલપીજીની કિંમતમાં પ્રતિ સિલિન્ડર આશરે 100 રૂપિયાનો વધારો થયો હતો. રોગચાળા અને પછી રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે મંદી હોવા છતાં કાચા માલની કિંમતમાં વધારો થયો તેમ છતાં એલપીજી અને વાહન ઇંધણ બંનેના ભાવ સ્થિર હતા. સબસિડીવિનાનું એલપીજી એ છે જે ગ્રાહકો તેમના 12 સિલિન્ડરનો ક્વોટા સમાપ્ત કર્યા પછી સબસિડીવાળા અથવા તેનાથી ઓછા બજાર દરે ખરીદે છે.\

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 101.81 અને ડીઝલ રૂ. 93.07 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 116.72 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 107.45 અને ડીઝલ રૂ. 97.52 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 96.22 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 101.70 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 95.93 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 101.49 95.72
Rajkot 101.26 95.50
Surat 101.38 95.62
Vadodara 101.15 95.37

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : આજેજ નિપટાવીલો આ મહત્વના કામ નહિતર આવતકાલથી મુશ્કેલીનો સામનો કરવો પડશે

આ પણ વાંચો : 31 March Last Date : વિલંબિત રિટર્ન ફાઈલ કરવાની આજે છેલ્લી તક, લાપરવાહીના માઠાં પરિણામ આવી શકે છે

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">