EPFO : શું તમને યાદ નથી EPF નો UAN પાસવર્ડ ? ચિંતા કરશો નહીં આ 10 સ્ટેપ્સ અનુસરી સરળતાથી જનરેટ કરો નવો પાસવર્ડ

EPFO ​​તેના તમામ ખાતાધારકોને તેના UAN પોર્ટલ દ્વારા જ તમામ પ્રકારની માહિતી આપે છે. જો તમે નોકરી બદલો છો તો તમારે વારંવાર યુએન નંબર બદલવાની જરૂર નથી.

EPFO : શું તમને યાદ નથી EPF નો UAN પાસવર્ડ ? ચિંતા કરશો નહીં આ 10 સ્ટેપ્સ અનુસરી સરળતાથી જનરેટ કરો નવો પાસવર્ડ
Employees Provident Fund Organisation (EPFO)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 8:10 AM

દરેક પગારદાર વ્યક્તિ(Salaried person) પોતાના પગારનો એક ભાગ પીએફ ખાતામાં જમા કરાવે છે. આ માટે સરકારે વર્ષ 2004માં કર્મચારી નિધિ સંગઠન શરૂ કર્યું  હતું. નોંધનીય છે કે પીએફ ખાતામાં UAN નંબર આપવામાં આવે છે. આ સાથે આ નંબર સાથે પાસવર્ડ પણ આપવામાં આવે છે. તમે તમારું PF એકાઉન્ટ તેના UAN નંબર અને પાસવર્ડ દ્વારા ઓપરેટ કરી શકો છો. તમે આ નંબર અને પાસવર્ડ વડે તમામ પ્રકારની ઈ-નોમિનેશન પ્રક્રિયા અને એકાઉન્ટ સ્ટેટસ ચેક વગેરે કરી શકો છો.તમને જણાવી દઈએ કે EPFO ​​તેના તમામ ખાતાધારકોને તેના UAN પોર્ટલ દ્વારા જ તમામ પ્રકારની માહિતી આપે છે. જો તમે નોકરી બદલો છો તો તમારે વારંવાર યુએન નંબર બદલવાની જરૂર નથી.

આવી સ્થિતિમાં જો તમે ક્યારેય UAN નંબરનો પાસવર્ડ ભૂલી જાઓ છો તો આવી સ્થિતિમાં તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પાસવર્ડ  વિના તમને પીએફ એકાઉન્ટમાં લોગ ઇન કરવામાં મુશ્કેલી પડશે. આવી સ્થિતિમાં ચાલો તમને જણાવીએ કે PF એકાઉન્ટના UAN નંબરનો પાસવર્ડ કેવી રીતે જનરેટ કરવો

આ રીતે UAN નંબરનો પાસવર્ડ કેવી રીતે રીસેટ કરવો

  • પાસવર્ડ રીસેટ કરવા માટે તમે પહેલા EPFO ​​unifiedportal-mem.epfindia.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર ક્લિક કરો.
  • તમને UAN member e-SEWA નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમને એક બોક્સ દેખાશે જેમાં તમને UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરવા માટે કહેવામાં આવશે. આની નીચે તમને Forgot Password નો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો.
  • અહીં તમને UAN નંબર માટે પૂછવામાં આવશે સાથે  કેપ્ચા દાખલ કરો પછી સબમિટ બટન દબાવો.
  •  તમને તમારો UAN નંબર દેખાશે.
  •  આ પેજ પર તમને મોબાઈલ નંબરની શરૂઆતમાં અને અંતમાં બે નંબર દેખાશે.
  •  તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે તેને આપેલા વિકલ્પમાં ભરો.
  •  તમને પાસવર્ડ રીસેટ કરવાનો વિકલ્પ મળશે. નવો પાસવર્ડ દાખલ કરો પછી તેની પુષ્ટિ કરો.
  • છેલ્લે સબમિટ બટન દબાવીને આ પ્રક્રિયા પૂર્ણ કરો.
  • આ પછી તમે UAN નંબર અને પાસવર્ડ દાખલ કરીને સરળતાથી PF એકાઉન્ટમાં લોગિન કરી શકો છો.
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

આ પણ વાંચો : હવે તમારી ટ્રેન મુસાફરી પણ મોંઘી થશે, જાણો રેલવેમાં પ્રવાસ માટે ખિસ્સાં કેટલાં હળવા કરવા પડશે

આ પણ વાંચો :  પેટ્રોલ -ડીઝલના આસમાને આંબતા ભાવ વચ્ચે ઈલેક્ટ્રિક વાહનોનું વેચાણ બમણું થયું, વાર્ષિક ધોરણે 218 ટકાની આશ્ચર્યજનક વૃદ્ધિ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255

g clip-path="url(#clip0_868_265)">