AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Muskએ આપી Twitter સાથે ડીલ ખતમ કરવાની ચેતવણી, ફેક એકાઉન્ટસ પર ડેટા આપવાનું કહ્યું

એલોન મસ્કે (Elon Musk) ચેતવણી આપી છે કે જો સોશિયલ મીડિયા નેટવર્ક સ્પેમ અને નકલી એકાઉન્ટ્સ પર ડેટા પ્રદાન નહીં કરે તો તે Twitter Inc. ખરીદવા માટેનો 44 બિલિયન ડોલરની ડીલ રદ કરશે.

Elon Muskએ આપી Twitter સાથે ડીલ ખતમ કરવાની ચેતવણી, ફેક એકાઉન્ટસ પર ડેટા આપવાનું કહ્યું
Elon Musk ( File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 9:04 PM
Share

એલોન મસ્કે (Elon Musk) ટ્વિટર (Twitter) સાથેની ડીલ ખતમ કરવાની ચેતવણી આપી છે. રોયટર્સના જણાવ્યા અનુસાર એલોન મસ્કે ચેતવણી આપી છે કે જો સોશિયલ મીડિયા નેટવર્ક (Social Media) સ્પેમ અને નકલી એકાઉન્ટ્સ પર ડેટા પ્રદાન નહીં કરે તો તે ટ્વિટર ઈન્કને (Twitter Deal) ખરીદવા માટે 44 બિલિયન ડોલરનો સોદો રદ કરશે. તમને જણાવી દઈએ કે એપ્રિલમાં મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી. અગાઉ મે મહિનામાં મસ્કે કહ્યું હતું કે સોદો ત્યાં સુધી રોકી દેવામાં આવ્યો હતો. જ્યાં સુધી તે જાણી ન શકાય કે સ્પામ અથવા નકલી એકાઉન્ટ્સ માઈક્રોબ્લોગિંગ સાઈટના કુલ યુઝરબેઝના 5 ટકા કરતા ઓછા છે.

નિષ્ણાતો માને છે કે ટ્વિટર વપરાશકર્તાઓના કિસ્સામાં 9-15 ટકા સુધી સક્રિય બોટ્સ હોઈ શકે છે. આ બોટ્સ અથવા સ્પામ એકાઉન્ટ્સની મદદથી સોશિયલ મીડિયા પ્રવૃત્તિને બૂસ્ટ કરવામાં આવે છે. હાલમાં Twitter વાસ્તવિક ઓળખની માંગ કરતું નથી. જો કોઈ ખાતામાંથી ખોટી પ્રવૃત્તિ થાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે.

મસ્કે ટ્વીટર ખરીદવા માટે 50 હજાર કરોડ એકત્ર કર્યા

તમને જણાવી દઈએ કે મસ્ક ટ્વિટર ખરીદવા માટે રોકાણકારોના જૂથ પાસેથી 50 હજાર કરોડ રૂપિયાથી વધુ એકત્ર કરવામાં સફળ રહ્યા છે. આ ફંડ કુલ 19 રોકાણકારો પાસેથી એકત્ર કરવામાં આવ્યું છે. મસ્કના રોકાણ પ્રસ્તાવનો ભાગ બનવા ઈચ્છુક રોકાણકારોમાં ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસનનો સમાવેશ થાય છે. વધુમાં, સાઉદી ક્રાઉન પ્રિન્સ અલવાલીદ બિન તલાલ બિન અબ્દુલ અઝીઝ અલસાઉદે મસ્કના સમર્થનમાં ટ્વિટરના શેર ખરીદવા 3.5 કરોડ ડોલર આપવાનું વચન આપ્યું છે.

ટ્વિટરને ખરીદવાની આ ડીલ 44 બિલિયન ડોલરની છે. સોદો પૂર્ણ કરવા ટ્વિટરના નામે 13 અબજ ડોલરની લોન, ટેસ્લા સ્ટોક્સ માટે 12.5 બિલિયન ડોલરની માર્જિન લોનની વ્યવસ્થા કરવામાં આવી છે, બાકીની રકમ મસ્ક પોતાના ખિસ્સામાંથી ચૂકવશે. 13 અબજ ડોલરનું આ દેવું ટ્વીટરના વર્ષ 2022 માટે અંદાજિત EBITDAનું 7 ગણું છે. આ જ કારણ છે કે કેટલીક બેંકોએ માત્ર માર્જિન લોન આપવામાં જ ભાગ લીધો છે. મસ્કે 14 એપ્રિલે ટ્વિટર પર તેની ઓફર કરી હતી. તે જ સમયે, 21 એપ્રિલના રોજ મસ્કે બેંકોને લોન આપવાની પ્રતિબદ્ધતા રજૂ કરી, ત્યારબાદ જ ટ્વિટરે ડીલને લીલી ઝંડી આપી હતી.

g clip-path="url(#clip0_868_265)">