અમેરિકામાં બરફના તોફાનથી હાહાકાર, સાત લોકોના મોત, લાખો ઘરોમાં અંધારપટ

પાવર આઉટેજ USA મુજબ, અલાબામામાં લગભગ 40,000 લોકોએ વીજળી વિના રાત વિતાવી. જ્યોર્જિયામાં લગભગ 86,000 લોકોને વીજળીના અભાવે તકલીફ સહન કરવી પડી છે.

અમેરિકામાં બરફના તોફાનથી હાહાકાર, સાત લોકોના મોત, લાખો ઘરોમાં અંધારપટ
Image Credit source: Tv9 ભારતવર્ષ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2023 | 10:00 AM

અમેરિકાના દક્ષિણ વિસ્તારમાં આવેલ ભીષણ તોફાન અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ તોફાનથી જ્યોર્જિયામાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા અને જોર્જિયામાં એકનું મોત થયું છે. ગુરુવારે પણ વીજળીના અભાવે હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કાઉન્ટીના કટોકટી સેવાઓના મેનેજિંગ ડિરેક્ટર એર્ની બેગેટે જણાવ્યું હતું કે, સેલમાથી લગભગ 66 કિલોમીટર ઉત્તરપૂર્વના અલાબામાના ઓટૌગા કાઉન્ટીમાં ઓછામાં ઓછા 6 લોકોના મૃત્યુના સમાચારની જાણકારી મળી છે, જ્યારે 40થી 50 ઘરોને તોફાનથી નુકસાન થયું છે.

ઈમરજન્સી સર્વિસ મેનેજમેન્ટ ડાયરેક્ટર એર્ની બેગેટે જણાવ્યું કે, ઓછામાં ઓછા 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે કામદારો ગુરુવારે સાંજે પડી ગયેલા વૃક્ષોને હટાવવાનું કામ કરી રહ્યા છે, જેથી કોઈ લોકો તોફાનમાં વૃક્ષો નિચે ફસાયા કે દટાયા હોય તેમને શોધી શકાય.

આ પણ વાંચો: અમેરિકાઃ કેલિફોર્નિયામાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તબાહી, અનેક લોકોના મોત થયા

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

લાખો ઘરોમાં અંધારપટ

ઓટૌગા કાઉન્ટી કોરોનર બસ્ટર બાર્બરે ગુરુવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે, ઘણા મકાનો સંપૂર્ણપણે નાશ થયા છે, જે હજુ સુધી શોધી શકાયા નથી. કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ગુરુવારે અલાબામામાં લગભગ 40,000 લોકોએ વીજળી વિના રાત વિતાવી. જ્યોર્જિયામાં લગભગ 86,000 લોકોને વીજળીના અભાવે તકલીફ પડી રહી છે.

બરફના તોફાનનો સામનો કરી રહ્યા છે લાખો લોકો

તમને જણાવી દઈએ કે ગત વર્ષ 2022ના અંતમાં અમેરિકાને પણ ભીષણ બરફના તોફાનનો સામનો કરવો પડ્યો હતો. આ તોફાન કેટલું ખતરનાક હતું, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સમગ્ર અમેરિકામાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. વાવાઝોડાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ વાવાઝોડાને છેલ્લા સદીમાં આવેલા અમેરિકાના સૌથી ખતરનાક તોફાન ગણવામાં આવે છે.

કેલિફોર્નિયામાં પૂર અને ભૂસ્ખલન

અમેરિકી રાજ્ય કેલિફોર્નિયા તીવ્ર ઠંડીની લપેટમાં છે, ત્યાં આ વિસ્તારમાં વધુ શક્તિશાળી તોફાન આવી શકે છે. તે દરમિયાન, રાજ્યમાં પૂરના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. જાણે આખું શહેર પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પૂરના પાણી એક છોકરો તણાઈ ગયો. ગયા મહિને ડિસેમ્બરમાં આવેલા વાવાઝોડા બાદ પૂરના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે. પૂરના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત થયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">