ECONOMY: ઐતિહાસિક GST કલેક્શન બાદ ડિસેમ્બરમાં વધુ એક સિદ્ધિ, e-invoicesમાં પણ રેકોર્ડ સ્તરે વધારો નોંધાયો

|

Jan 02, 2021 | 8:57 PM

ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન 1.15 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે નોંધાયું છે. સરકારે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ ડિસેમ્બર મહિનામાં કુલ 6.03 કરોડ જીએસટી e-invoices જનરેટ થયા છે.

ECONOMY: ઐતિહાસિક GST કલેક્શન બાદ ડિસેમ્બરમાં વધુ એક સિદ્ધિ,  e-invoicesમાં પણ રેકોર્ડ સ્તરે વધારો નોંધાયો
E-Invoice

Follow us on

ડિસેમ્બરમાં જીએસટી કલેક્શન 1.15 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે નોંધાયું છે. સરકારે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ ડિસેમ્બર મહિનામાં કુલ 6.03 કરોડ જીએસટી e-invoices જનરેટ થયા છે. નવેમ્બર મહિનામાં કુલ 5.89 કરોડ e-invoices સામે આ સંખ્યા મોટી છે. 1 ઓક્ટોબર 2020થી 500 કરોડથી વધુ ટર્નઓવરવાળી કંપનીઓને બિઝનેસ ટૂ બિઝનેસ ટ્રાન્ઝેક્શન માટે e-invoices બનાવવી ફરજીયાત કરાયા છે.

 

માહિતી અને પ્રસારણ મંત્રાલયે જાહેર કરેલી માહિતી મુજબ e-invoices સિસ્ટમ લાગુ થયાને ત્રણ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે. આ સિસ્ટમ જીએસટીના ઈતિહાસમાં ગેમ ચેન્જર હોવાનું સાબિત થઈ રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં 37 હજારથી વધુ કરદાતાઓએ 16.80 કરોડથી વધુનુ ઈન્વૉઈસેસ રેફરન્સ નંબર (IRN) બનાવ્યું છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

ઓક્ટોબરમાં કુલ 4.95 કરોડ ઈન્વોઈસ જનરેટ થયા હતા. નવેમ્બરમાં આ આંકડો 5.89 કરોડ અને ડિસેમ્બરમાં 6.03 કરોડ હતો. સરકારે 1 જાન્યુઆરી 2021થી e-invoices સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે 100 કરોડથી વધુના વાર્ષિક ટર્નઓવરવાળી કંપનીઓ IRN એટલે કે ઈન્વોઈસ રેફરન્સ નંબર પણ જનરેટ કરી શકે છે.

 

આ પણ વાંચો: IIM અમદાવાદના ઐતિહાસિક લુઈસ કહાન બિલ્ડીંગને તોડવાનો નિર્ણય ખેંચાયો પાછો

Next Article