e-SHRAM Portal: 26 દિવસમાં 1 કરોડ રજીસ્ટ્રેશન, તમે પણ કરાવો રજીસ્ટ્રેશન અને મેળવો 2 લાખનો ફ્રી અકસ્માત વીમો

પોર્ટલ પર માત્ર 26 દિવસમાં લગભગ એક કરોડ રજિસ્ટ્રેશન થયા છે. ઈ-શ્રમ પોર્ટલ પર દરેક નોંધાયેલા અસંગઠિત કામદાર માટે 2 લાખ રૂપિયાના અકસ્માત વીમા કવરની પણ જોગવાઈ છે.

e-SHRAM Portal: 26 દિવસમાં 1 કરોડ રજીસ્ટ્રેશન, તમે પણ કરાવો રજીસ્ટ્રેશન અને મેળવો 2 લાખનો ફ્રી અકસ્માત વીમો
અસંગઠિત ક્ષેત્રના કામદારોને મદદ મળે છે.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 10:43 PM

ઈ-શ્રમ પોર્ટલ:  શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ શનિવારે ઈ-શ્રમ પોર્ટલ વિશે અસંગઠિત ક્ષેત્રના કામદારોમાં જાગૃતિ ફેલાવવા માટે વેપારી સંગઠનોને તેમનો સંપૂર્ણ ટેકો આપવા વિનંતી કરી અને કહ્યું કે આ આશરે એક કરોડ કામદારો પોર્ટલ પર પહેલેથી જ નોંધણી કરાવી છે. એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે ઈ-શ્રમ કાર્ડ, કોવિડ -19 રાહત યોજના, અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના અને બીડી મજૂર કાર્ડનું વિતરણ  કામદારોને કરવામાં આવ્યું હતું.

તેલીએ કહ્યું કે માત્ર 26 દિવસમાં પોર્ટલ પર લગભગ એક કરોડ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા છે. આ દરમિયાન કામદારોને આ પોર્ટલ વિશેની માહિતી પણ આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ મીડિયાને પણ આ પોર્ટલની માહિતી રાજ્યના ખૂણે ખૂણે પહોંચાડવાની અપીલ કરી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઈ-શ્રમ પોર્ટલ દેશમાં 38 કરોડથી વધુ અસંગઠિત કામદારોનું મફત રજીસ્ટ્રેશન કરશે અને તેમને સામાજિક સુરક્ષા યોજનાઓના વિતરણમાં મદદ કરશે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે અસંગઠિત ક્ષેત્રમાં 38 કરોડ કામદારોનો ડેટાબેઝ તૈયાર કરવા અને તેની જાળવણી કરવા માટે ગયા મહિનાના અંતમાં ઈ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું.

ટોલ ફ્રી નંબર – 14434 છે

સરકારે પોર્ટલ પર નોંધણી કરવા માંગતા કામદારોની મદદ માટે રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર – 14434 પણ બહાર પાડ્યો છે. આ સમગ્ર કવાયતનો હેતુ સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓને એકીકૃત કરવાનો છે. પોર્ટલ પર ઉપલબ્ધ માહિતી રાજ્ય સરકારોના વિભાગો સાથે પણ વહેંચવામાં આવશે.

આ પોર્ટલ બાંધકામ કામદારો, પ્રવાસી કામદારો, ગિગ અને પ્લેટફોર્મ કામદારો, શેરી વિક્રેતાઓ, ઘરેલુ કામદારો, કૃષિ કામદારો, દૂધવાળા, માછીમારો, ટ્રક ડ્રાઈવરો સહિત તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારોને મદદ મળશે.

નોંધાયેલા કામદારને 2 લાખનો અકસ્માત વીમો પણ મળશે

ઇ-શ્રમ પોર્ટલ પર દરેક નોંધાયેલા અસંગઠિત કામદાર માટે 2 લાખ રૂપિયાના અકસ્માત વીમા કવરની પણ જોગવાઈ છે. જો પોર્ટલ પર નોંધાયેલા કામદાર સાથે કોઈ અકસ્માત થાય છે તો મૃત્યુ અથવા કાયમી શારીરિક અપંગતાના કિસ્સામાં 2 લાખ રૂપિયા અને આંશિક શારીરિક અપંગતાના કિસ્સામાં 1 લાખ રૂપિયા મળવા પાત્ર બને છે.

આ પણ વાંચો :  GST કાઉન્સિલની 45મી બેઠક: Swiggy-Zomato જેવી એપમાંથી ભોજન મંગાવવુ થયું મોંઘું, જાણો શું શું થયું સસ્તું

આ પણ વાંચો :  પીએમ મોદીના જન્મદિવસે રસીકરણનો રેકોર્ડ બનવા પાછળ છુપાયેલો છે એક ‘રાજ’, શરદ પવારની પાર્ટી NCPનો દાવો

g clip-path="url(#clip0_868_265)">