AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drivetrain 1.25 અબજ રૂપિયાનું ભંડોળ એકત્ર કરશે, બિઝનેસની રફ્તાર કરશે બે ગણી

Drivetrain ને બિઝનેસનું ગુગલ મેપ ગણવામાં આવે છે, જેમ ગુગલ મેપ ભટકેલના રસ્તાને યોગ્ય માર્ગે દોરી જાય છે તેમ Drivetrain બિઝનેસને યોગ્ય માર્ગે દોરનાર એપ્લિકેશન છે.

Drivetrain 1.25 અબજ રૂપિયાનું ભંડોળ એકત્ર કરશે, બિઝનેસની રફ્તાર કરશે બે ગણી
Drivetrain
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2022 | 12:52 PM
Share

ક્લાઉડ બેઇઝ સોફ્ટવેર-એઝ-એ-સર્વિસ (SaaS) એપ્લિકેશન ડ્રાઇવટ્રેન 15 લાખ ડોલર (લગભગ એક અબજ ) કંપનીના સહ-સ્થાપક અને CEO આલોક ગોયલનું કહેવું છે કે નવું ભંડોળ બિઝનેસને ચાલુ રાખશે અને કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિને ટાળવામાં મદદ કરશે. Drivetrain ટીમનું કહેવું છે કે ભંડોળ સાથે, તે તેની ક્ષમતાને વધુ વિસ્તૃત કરશે. Drivetrain એ SaaS એપ્લિકેશન છે જેને બિઝનેસ માટે બનાવામાં આવી છે . આ સૉફ્ટવેરની મદદથી, બિઝનેસ પ્લાનિંગ આયોજન, ભવિષ્યની વ્યૂહરચના બનાવવામાં મદદ કરે છે. આ એપ્લિકેશન દ્વારા તમારા વ્યવસાયની કામગીરી પર નજર રાખી શકાય છે.

આ એપ્લિકેશન ટાર્ગેટના સંદર્ભમાં કંપની કેવું પ્રદર્શન કરી રહી છે તેની સંપૂર્ણ માહિતી આપે છે. Drivetrain વિવિધ બિઝનેસ ટૂલ્સમાંથી ડેટા એકત્ર કરે છે અને કંપનીને આપે છે. આ દર્શાવે છે કે કંપનીની સ્થિતિ શું છે કેપની કઈ દિશામાં જઈ રહી છે અને તેને શું ધ્યાનમાં રાખવાની જરૂર છે.

Drivetrainને બિઝનેસનું ગુગલ મેપ સમજી શકો

Drivetrainનના સીઈઓ આલોક ગોયલ પોતાની કંપની વિશે કહે છે કે, અમને કોઇ પણ બિઝનેસના ગુગલ મેપ સમજી શકો,અમારું કામ એક જ છે. એટલે કે જે રીતે ગૂગલ મેપ કોઈપણ અજાણ્યા વ્યક્તિને રસ્તો બતાવે છે તેવી જ રીતે Drivetrain પણ બિઝનેસનો રસ્તો બતાવે છે. જ્યારે તમે કોઈ અજાણ્યા સ્થળે હોવ, ત્યારે Google Maps તમને તમારા લક્ષ્ય સુધી કેવી રીતે પહોંચવું તે જણાવે છે. Google Maps તમારી મુસાફરીનું નિરીક્ષણ કરે છે અને જો તમે ખોટા ટ્રેક પર હોવ તો તમને માર્ગદર્શન આપે છે. Drivetrain તમારા વ્યવસાય માટે તે જ કરે છે.

સ્ટાર્ટઅપ 2021 માં શરૂ થયું

Drivetrain એપ્રિલ 2021માં લોન્ચ કરવામાં આવી હતી અને તે સમયે ટીમ ઘણી નાની હતી. ત્યારબાદ આ SaaS એપ્લીકેશનનો પ્રોટોટાઈપ બનાવવાનું કામ શરૂ થયું. આજે કંપની તેના સમગ્ર વ્યવસાયનું ધ્યાન રાખે છે. આજે આ SaaS એપનો બિઝનેસ 35 સભ્યોની ટીમ દ્વારા ચલાવવામાં આવે છે અને ત્રણ મહિના પહેલા કંપનીએ તેનું સોફ્ટવેર વેચવાનું શરૂ કર્યું હતું. આ કંપનીનું વ્યાપારીકરણ હવે વેગ પકડી રહ્યું છે. એલિવેશન કેપિટલ, જંગલ વેન્ચર્સ અને વેન્ચર હાઈવે સહિત ઘણી કંપનીઓએ આ દિશામાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે. આ સાથે, 25 રોકાણકારો, સલાહકારો અને સ્થાપકોનું જૂથ Drivetrainમાં રોકાણ કરી રહ્યું છે.

ડ્રાઇવટ્રેન હાલમાં મિડ માર્કેટ અને એન્ટરપ્રાઇઝ B2B ટેક બિઝનેસની ફાઇનાન્સ ટીમ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આલોક ગોયલ આ કંપનીના CEO છે જ્યારે તારકેશ્વર ઠાકુર CTO છે. કંપનીના સીપીઓ સૌરવ ભગત છે. કંપનીના ટેક બિઝનેસને વધારવામાં અને ફંડ એકત્ર કરવામાં તારકેશ્વર ઠાકુરની મોટી ભૂમિકા હોવાનું કહેવાય છે. આલોક ગોયલ, તારકેશ્વર ઠાકુર અને સૌરવ ભગત અગાઉ એલિવેશન કેપિટલમાં ભાગીદાર હતા. આ કંપની પાસે હાલમાં $6700 મિલિયનની AUM છે. એલિવેશન કેપિટલમાં તેમના 6 વર્ષના કાર્ય દરમિયાન, ગોયલે ઘણી કંપનીઓમાં કામ કર્યું અને તેમના બોર્ડમાં હતા.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">