નાગરિક ઉડ્ડયન મંત્રાલયે (Ministry of Civil Aviation) સોમવારથી ડોમેસ્ટીક ફ્લાઇટમાં (Domestic Flights) ક્ષમતા 85 ટકાથી વધારીને 100 ટકા કરવા મંજુરી આપી છે. અગાઉ 18 સપ્ટેમ્બરના રોજ સ્થાનિક એરલાઇન્સની ફ્લાઇટ ક્ષમતા 72.5 ટકાથી વધારીને 85 ટકા કરવામાં આવી હતી.
કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશ કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવી રહ્યો છે. સરકાર પણ સ્થીતીને કોવિડ પહેલાના સ્તરે પહોચાડવાનો પ્રયત્ન કરી રહી છે. ધીમે ધીમે બધા પ્રતિબંધો હળવા થઈ રહ્યા છે. અને બધુ ખુલી રહ્યું છે. જે અંતર્ગત ફ્લાઇટમાં મુસાફરોની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. હવે ધીમે ધીમે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી રહી છે. સ્થાનિક એરલાઇન્સ પણ સતત મુસાફરોની ક્ષમતા વધારવાની માંગ કરી રહી હતી. જોકે કંપનીઓને 72.05 ટકાથી 85 ટકા સુધી રાહત મળી છે, પરંતુ ફરી એક વખત પેસેન્જર લોડ વધારવામાં આવ્યો છે.
Ministry of Civil Aviation permits to restore the scheduled domestic air operations from 18th October, without any capacity restriction pic.twitter.com/2kSbAkkd2E
— ANI (@ANI) October 12, 2021
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારથી એટલે કે 18 ઓક્ટોબર થી સ્થાનીક એરલાઈન્સને 100 ટકા કેપેસીટી સાથે ઉડાન ભરવાની છુટ આપી દીધી છે.
ગયા વર્ષે મે 2020 માં, સરકારે કોરોનાના ફેલાવાના જોખમને ઘટાડવા માટે સ્થાનિક એરલાઇન્સની ક્ષમતામાં 33 ટકાનો ઘટાડો કર્યો હતો. બાદમાં સરકારે ધીમે ધીમે ક્ષમતા વધારીને 45 ટકા કરી અને ત્યારબાદ તે 85 ટકા સુધી પહોંચી ગઈ હતી. અને હવે સંપુર્ણ ક્ષમતા સાથેની છુટ આપવામાં આવી છે. કોરોનાના કેસો ઘટી રહ્યા છે. ત્યારે સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.