તમારે લંડન જવું છે ? તો ભારત અને બ્રિટન વચ્ચે Flights શરૂ થઈ રહી છે

|

Jan 02, 2021 | 7:01 PM

ભારત અને બ્રિટન વચ્ચે ફ્લાઇટ્સ (India-UK flight schedule) 8 જાન્યુઆરીથી ફરી શરૂ થશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કોરોનાના નવા સ્ટ્રેઇનના પગલે 20 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી બ્રિટન જતી અને આવતી તમામ ફ્લાઇટ્સના સંચાલન પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઘોષણા પછી, 22 ડિસેમ્બરથી બંને દેશો વચ્ચે ફ્લાઇટ્સ રોકી દેવામાં આવી હતી.યુકેમાં એક નવા પ્રકારનાં કોરોનાવાયરસ મળી […]

તમારે લંડન જવું છે ? તો ભારત અને બ્રિટન વચ્ચે Flights શરૂ થઈ રહી છે

Follow us on

ભારત અને બ્રિટન વચ્ચે ફ્લાઇટ્સ (India-UK flight schedule) 8 જાન્યુઆરીથી ફરી શરૂ થશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કોરોનાના નવા સ્ટ્રેઇનના પગલે 20 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી બ્રિટન જતી અને આવતી તમામ ફ્લાઇટ્સના સંચાલન પર પ્રતિબંધ મૂક્યો હતો. આ ઘોષણા પછી, 22 ડિસેમ્બરથી બંને દેશો વચ્ચે ફ્લાઇટ્સ રોકી દેવામાં આવી હતી.યુકેમાં એક નવા પ્રકારનાં કોરોનાવાયરસ મળી આવ્યાના સમાચાર મળ્યા બાદ સરકારે આ પગલું ભર્યું હતું પરંતુ હવે ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

યુકેમાં નવી કોવિડ 19 સ્ટ્રેઇન મળ્યા બાદ ભારતે પેસેન્જર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ અગાઉ મંગળવારે મંત્રાલયે કહ્યું હતું કે તેઓ અનુમાન છે કે ભારત અને બ્રિટન વચ્ચેની ફ્લાઇટ્સ પર અસ્થાયી પ્રતિબંધ વધુ કેટલાક સમય માટે લંબાવવામાં આવશે.

કેન્દ્ર સરકારે યુકેની ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 7 જાન્યુઆરી સુધી વધાર્યો હતો. બ્રિટનથી પરત ફરનારા મુસાફરોમાં કોવિડ -19 નો નવો ચેપ નજરે પડતા સરકારે આ પગલું ભર્યું હતું. બીજી તરફ, કોરોના વાયરસ રોગચાળાને કારણે સામાન્ય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લંબાવી દેવામાં આવ્યો છે. ડીજીસીએના જણાવ્યા અનુસાર, જો સરકાર પસંદગીના રૂટ માટે ફ્લાઇટ્સને મંજૂરી આપી શકે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ રોગચાળાને કારણે, 23 માર્ચથી નિયમિત આંતરરાષ્ટ્રીય પેસેન્જર વિમાન સેવા બંધ કરવામાં આવી છે. જોકે, વંદે ભારત મિશન અને એર બબલ સંધિ હેઠળ મે મહિનાથી કેટલાક દેશો માટે વિશેષ ફ્લાઇટ્સને મંજૂરી આપવામાં આવી છે.

ભારતે અમેરિકા, યુકે, સાઉદી અરેબિયા, કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ સહિત 24 દેશો સાથે એર બબલ કરાર કર્યો છે. ડીજીસીએએ કહ્યું છે કે આ પ્રતિબંધ ફક્ત પેસેન્જર ફ્લાઇટ ઓપરેશંસ પર છે, એર કાર્ગો ઓપરેશનનું સંચાલન કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહેશે.

 

Next Article