શું તમે જાણો છો દેશના સૌથી મોટા દાનવીર કોણ છે? જેણે દરરોજ 27 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે
એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી રૂ 577 કરોડના યોગદાન સાથે યાદીમાં ત્રીજા અને કુમાર મંગલમ બિરલા રૂ 377 કરોડ સાથે ચોથા ક્રમે હતા.
આઇટી કંપની વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજી (Azim Premji)એ નાણાકીય વર્ષ 2020-21માં કુલ રૂ 9,713 કરોડ એટલે કે રૂ 27 કરોડ પ્રતિદિન દાનમાં આપ્યા હતા. આ સાથે તેણે સેવાભાવી ભારતીયોમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું. એડલવાઈસ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2021 અનુસાર પ્રેમજીએ મહામારીથી પ્રભાવિત વર્ષ દરમિયાન તેમના દાનમાં લગભગ 25 ટકાનો વધારો કર્યો હતો. તેમના પછી HCL ટેક્નોલોજિસના શિવ નાદર હતા જેમણે સખાવતી કાર્યો માટે રૂ 1,263 કરોડનું દાન આપ્યું હતું.
એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી રૂ 577 કરોડના યોગદાન સાથે યાદીમાં ત્રીજા અને કુમાર મંગલમ બિરલા રૂ 377 કરોડ સાથે ચોથા ક્રમે હતા.
નંદન નિલેકણીના રેન્કિંગમાં સુધારો થયો દેશના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને અદાણી ગ્રુપના વડા ગૌતમ અદાણી આપત્તિ રાહત માટે 130 કરોડ રૂપિયાના દાન સાથે દાતાઓની યાદીમાં આઠમા સ્થાને છે. ઈન્ફોસિસના કો ફાઉન્ડર નંદન નીલેકણીની રેન્કિંગમાં પણ સુધારો થયો છે અને 183 કરોડ રૂપિયાના દાન સાથે તેઓ યાદીમાં પાંચમા સ્થાને છે. હિન્દુજા પરિવારે 166 કરોડના દાન સાથે યાદીમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું.
ટોપ 10 દિગ્ગજોમાં બજાજ પરિવાર, અનિલ અગ્રવાલ અને બર્મન પરિવારનો સમાવેશ થાય છે. બજાજ પરિવાર રૂ 136 કરોડના દાન સાથે હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી યાદીમાં 7મા ક્રમે હતો. ડાબર જૂથનો બર્મન પરિવાર 114 કરોડ રૂપિયાના દાન સાથે 10મા સ્થાને હતો. પરિવારે સેવાકાર્યમાં 502 ટકાના વધારો નોંધાવ્યો છે. લાર્સન એન્ડ ટુબ્રોના ભૂતપૂર્વ ચેરમેન એ એમ નાઈક રૂ 112 કરોડના દાન સાથે યાદીમાં 11મા ક્રમે છે જેમણે તેમની આવકના 75 ટકા સખાવતી હેતુઓ માટે આપવા વચન આપ્યું છે.
રાકેશ ઝુનઝુનવાલાનું નામ પણ યાદીમાં ઉમેરાયું આ વર્ષે 17 અન્ય લોકો આ યાદીમાં જોડાયા છે જેમને કુલ રૂ. 261 કરોડનું દાન આપ્યું છે. યાદીમાં 50 કરોડના દાન સાથે દેશના સૌથી મોટા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ એડલવાઈસ હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2021 માં સૌથી ઉદાર પ્રવેશકર્તા તરીકે ટોચનું સ્થાન મેળવ્યું છે.
જેરોધાના કો ફાઉન્ડર નીતિન અને નિખિલ કામથે આગામી કેટલાક વર્ષોમાં ક્લાઈમેટ ચેન્જ સોલ્યુશન્સ પર કામ કરતી વ્યક્તિઓ, સંસ્થાઓ અને કંપનીઓને ટેકો આપવા માટે રૂ 750 કરોડ આપવાનું વચન આપ્યું હતું. તેઓ યાદીમાં 35મા ક્રમે છે. 35 વર્ષીય નિખિલ કામથ પણ આ યાદીમાં સૌથી યુવા છે.
યાદીમાં 9 મહિલાઓનો પણ સમાવેશ આ વર્ષે હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપીની યાદીમાં નવ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. રોહિણી નિલેકણી પરોપકારની પ્રવૃત્તિઓ માટે રૂ. 69 કરોડ આપ્યા છે. યુએસવીના લીના ગાંધી તિવારીએ રૂ. 24 કરોડ અને થર્મેક્સની અનુ આગાએ રૂ 20 કરોડનું દાન આપ્યું હતું.