શું તમે જાણો છો સૌથી વધુ અબજોપતિ ક્યા દેશ અને શહેરમાં રહે છે? રસપ્રદ માહિતી માટે વાંચો અહેવાલ

શું તમે જાણો છો સૌથી વધુ અબજોપતિ ક્યા દેશ અને શહેરમાં રહે છે? રસપ્રદ માહિતી માટે વાંચો અહેવાલ
વિશ્વના સૌથી વધુ અબજોપતિઓ જ્યાં વસવાટ કરે છે તે શહેરોની યાદીમાં મુંબઈ આઠમા સ્થાને છે.

બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ (Frobes)ના અબજોપતિઓની તાજેતરની યાદી બહાર આવી છે. આ લિસ્ટમાં ક્યાં સૌથીવધુ અબજપતિ રહે છે તે હકીકત સામે આવી છે.

Ankit Modi

|

Apr 09, 2021 | 8:48 AM

બિઝનેસ મેગેઝિન ફોર્બ્સ (Frobes)ના અબજોપતિઓની તાજેતરની યાદી બહાર આવી છે. આ લિસ્ટમાં ક્યાં સૌથીવધુ અબજપતિ રહે છે તે હકીકત સામે આવી છે. રિપોર્ટ અનુસાર વિશ્વના દેશની તુલનામાં ભારત ત્રીજા ક્રમે છે જયારે TOP -10 ની યાદીમાં ભારતની આર્થિક રાજધાની મુંબઈ આઠમાં સ્થાને છે. આ યાદી મુજબ બેઇજિંગમાં 33 નવા અબજોપતિ જોડાયા હતા.બેઇજિંગ ન્યૂયોર્કથી આગળ નીકળી ગયું છે અને ચોથા સ્થાનેથી પ્રથમ સ્થાને પહોંચ્યું છે.

વર્ષોથી આ યાદીમાં ન્યુ યોર્ક પ્રથમ ક્રમે હતું. ફોર્બ્સના લિસ્ટ મુજબ બેઇજિંગમાં અબજોપતિઓની સંખ્યા 100 પર પહોંચી ગઈ છે. તે જ સમયે, ન્યુ યોર્કમાં અબજોપતિઓની સંખ્યા 99 પર પહોંચી ગઈ છે.

અબજોપતિ સાથે ટોચના 10 શહેરોની સૂચિ 1. બેઇજિંગ 2. ન્યુ યોર્ક 3. હોંગકોંગ 4. મોસ્કો 5. શેનજેન 6. શાંઘાઈ 7. લંડન 8. મુંબઈ 9. સાન ફ્રાન્સિસ્કો 10. હંગઝોઉ

અબજોપતિઓની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે ફોર્બ્સના જણાવ્યા અનુસાર અમેરિકામાં કોઈપણ દેશની તુલનામાં સૌથી વધુ 724 અબજોપતિ છે. આ પછી ચીન 698 અબજોપતિ સાથે છે અને ભારત 140 અબજોપતિ સાથે ત્રીજા સ્થાને છે. આ પછી, જર્મની અને રશિયા છે.

જેફ બેઝોસ સતત ચોથા વર્ષે વિશ્વના અબજોપતિઓની યાદીમાં ટોચ પર એમેઝોનના સીઈઓ અને સ્થાપક જેફ બેઝોસ સતત ચોથા વર્ષે વિશ્વના અબજોપતિઓની યાદીમાં ટોચ પર છે. ફોર્બ્સે જણાવ્યું હતું કે બેઝોસની કુલ સંપત્તિ 177 અબજ ડોલર છે જે એક વર્ષ અગાઉ 64 અબજ ડોલર હતી. આ લિસ્ટમાં બીજા સ્થાને સ્પેસએક્સના સ્થાપક એલોન મસ્ક છે જેમની સંપત્તિમાં પણ ખુબ વધારો થયો છે. પાછલા વર્ષ કરતા મસ્કની કુલ સંપત્તિ 126.4 અબજ ડોલર વધીને 151 અબજ ડોલર થઈ છે. ગયા વર્ષે તે 24.6 અબજ ડોલર સાથે આ યાદીમાં 31 મા સ્થાને હતા.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati