શું વીમા કંપનીઓને પણ કોરોનાની ત્રીજી લહેરનો ભય? એક વર્ષ માં બીજી વાર મોંઘો થશે ઇન્શ્યોરન્સ
વિશ્વના કેટલાક દેશોમાં ઓમીક્રોન સાથે કોરોનાની ત્રીજી લહેર દસ્તક આપી રહી છે. ભારતમાં પણ છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે.
ઓમીક્રોન(Omicron) માત્ર તમારા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તમારા ખિસ્સા પર પણ અસર કરશે. હવે ટર્મ ઈન્સ્યોરન્સ(term insurance) લેવું વધુ મોંઘુ (Costly)પડશે. ખબર મળી રહી છે કે ટોચની ખાનગી જીવન વીમા કંપનીઓ(insurance Company) તેમના ટર્મ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ(insurance premium )ના દરોમાં ફેરફાર કરવા જઈ રહી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં જીવન વીમા ઉદ્યોગમાં ભાવ વધારાનો આ બીજો રાઉન્ડ છે.
ટર્મ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ જેને પ્યોર પ્રોટેક્શન કહેવાય છે તે ફરીથી વધવા જઈ રહ્યું છે. આ વખતે પ્રીમિયમ 25 થી 45 ટકા વધી શકે છે. ઈન્ડસ્ટ્રીની જાણકારી ધરાવતા લોકોનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં રિ-ઈન્શ્યોરન્સ રેટમાં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે ભારતમાં પણ કિંમતમાં વધારો થવા જઈ રહ્યો છે.
કેટલો ભાવ વધશે કેટલીક જીવન વીમા કંપનીઓએ ચાલુ નાણાકીય વર્ષમાં તેમના પ્રિમિયમમાં પણ વધારો કર્યો હતો. કોવિડ-19ના કારણે મૃત્યુદરમાં થયેલા વધારાને કારણે તેણે પ્રીમિયમ વધાર્યું હતું. આ વખતે પણ તેનું કારણ જણાવવામાં આવી રહ્યું છે.
વિતરકોના જણાવ્યા અનુસાર ICICI પ્રુડેન્શિયલ લાઈફ ઈન્સ્યોરન્સ અને HDFC લાઈફ ઈન્સ્યોરન્સે ચોથા ક્વાર્ટરમાં સુધારાની શક્યતા વિશે જાણ કરી છે. એક ફેરફાર એ છે કે વીમા કંપનીઓ હવે ઉચ્ચ-મૂલ્યની પોલિસીઓ ફક્ત તે જ લોકોને વેચી રહી છે જેઓ સ્નાતક છે અથવા જેમનો પગાર રૂપિયા ૧૦ લાખ થી વધુ છે.
જાણકારોનું કહેવું છે કે ભારતમાં વીમા સુરક્ષાની કિંમતો, શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અને ઉચ્ચત્તમ જીવન જરૂરી છે. જ્યારે પણ ગ્લોબલ માર્કેટમાં રી-ઇંશ્યોરેંસ દરમાં ફેરફાર થાય છે તો અહીં પણ દર વધારવાની જરૂર ઉભી થાય છે.
ત્રીજી લહેરનો ભય? વિશ્વના કેટલાક દેશોમાં ઓમીક્રોન સાથે કોરોનાની ત્રીજી લહેર દસ્તક આપી રહી છે. ભારતમાં પણ છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. આ સ્થિતિ ચિંતાનું સ્વરૂપ ધારણ કરી રહી છે. વીમા કંપનીઓ પણ કોરોનની ત્રીજી લહેર સાથે બિઝનેસને જોડી રહી હોય તેમ લાગી રહ્યું છે જે વર્ષમાં બીજીવાર પ્રીમિયમમાં વધારો ઝીકી શકે છે.
આ પણ વાંચો : Bank Holidays in January 2022: જો આ દિવસે જશો બેંકમાં તો થશે ધરમ ધક્કો, રજાઓની યાદી તપાસીને કરો કામનું પ્લાનિંગ