દિવાળીમાં ૪૦ હજાર કરોડનો સસ્તો સામાન બજારમાં ઠાલવતું ચીન આ વર્ષે ઘુંટણીયે, MADE IN INDIA ઉત્પાદનોની ખરીદી તરફ ઝુકાવ વધ્યો

ભારતીયમાં સસ્તા અને ઝગમગતા પ્રોડક્ટથી તહેવારોનું માર્કેટ કબ્જે કરનાર ચીનને ચાલુ વર્ષે ભારતની ફેસ્ટિવલ સીઝનમાં જોરદાર પછડાટ મળી છે. કોરોના, સીમા તણાવના પગલે લાગેલા પ્રતિબંધ અને ચીન વિરોધી જુવાળના કારણે ચીન તેનો સસ્તો માલસામાન સમયસર ભારતમાં નિકાસ કરી શક્યું નથી. વેપારીઓ કોરોના આર્થિક મંદી છતાં ફેસ્ટિવલ સીઝનમાં માગ વધવાનો અંદાજ લગાવી રહ્યા છે જેમને સ્થાનિક […]

દિવાળીમાં ૪૦ હજાર કરોડનો સસ્તો સામાન બજારમાં ઠાલવતું ચીન આ વર્ષે ઘુંટણીયે, MADE IN INDIA ઉત્પાદનોની ખરીદી તરફ ઝુકાવ વધ્યો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 18, 2020 | 11:53 AM
ભારતીયમાં સસ્તા અને ઝગમગતા પ્રોડક્ટથી તહેવારોનું માર્કેટ કબ્જે કરનાર ચીનને ચાલુ વર્ષે ભારતની ફેસ્ટિવલ સીઝનમાં જોરદાર પછડાટ મળી છે. કોરોના, સીમા તણાવના પગલે લાગેલા પ્રતિબંધ અને ચીન વિરોધી જુવાળના કારણે ચીન તેનો સસ્તો માલસામાન સમયસર ભારતમાં નિકાસ કરી શક્યું નથી. વેપારીઓ કોરોના આર્થિક મંદી છતાં ફેસ્ટિવલ સીઝનમાં માગ વધવાનો અંદાજ લગાવી રહ્યા છે જેમને સ્થાનિક ઉત્પાદનોનો વિકલ્પ પસંદ કરી લીધો છે. ચીનને વેપારમાં ૪૦ હજાર કરોડનો ફટકો પાડવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે. કહેવાય છે કે ભારતીત તહેવારોની ચમક ચીની ઉત્પાદનો વગર અધૂરી ગણાય છે. તહેવારની ઉજવણી દરમ્યાન વધતી માંગનો લાભ ભારતીય ઉત્પાદકને મળે તેવી વાતો ઉઠતી હોય છે પણ ખરીદાર તરીકે બજારમાં પહોંચનાર વ્યક્તિ સસ્તા ઉત્પાદનની લાલચમાં ચીની સમાન તરફ વળી જતો હતો. ૨-૫ રૂપિયાના સ્પાર્કલરથી લઈ ફેન્સી અને ડેકોરેટિવ આઈટમ , ફૂટવેર , ફટાકડા અને અન્ય ઘણી ચીજોનું માર્કેટ ભારતીય ઉત્પાદકો પાસેથી ચીને આંચકી લીધું હતું. દિવાળીની ખરીદીઓ મહિના અગાઉથી શરૂ થઈ જાય છે. હજુ ચીનનો સમાન ભારતીય બજારોમાં ઠલવાયો નથી માટે ચીનને આ વર્ષે બજારમાંથી મોટો ફટકો પાડવાનો છે તે નક્કી મનાઈ રહ્યું છે. આશરે 40,000 કરોડ રૂપિયાની ચીજો એકલા ચીનથી આવતી હતી. કોરોના અને ભારત – ચીન વિવાદ હવે ચીનને નડી રહ્યો છે. દિવાળી પર મોટાભાગની વસ્તુઓ ચીનથી આવે છે. દિવાળી પહેલાના મહિનામાં ખરીદીમાં કાપડ, કાપડ, હાર્ડવેર, ફૂટવેર, વસ્ત્રો, રસોડાનાં ઉત્પાદનો, ગિફ્ટની વસ્તુઓ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, ઘડિયાળો, નાની લાઇટની ખરીદીનો સમાવેશ થાય છે. બજારમાં માંગ તો સ્વભાવિક રહેવાની છે. ચીની ઉત્પાદન જોવા પણ નહિ મળે તો ભારતીય ઉત્પાદનોનું વેચાણ આપોઆપ સારું થવાનું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">