દેશ માટે દેવું ચુકતે કરવાનો સમય, કોરોનામાં મૃત્યુ પામેલા રત્નકલાકારોના પરિવારની વ્હારે NRI ડાયમંડ અગ્રણીઓ, નાણાકીય સહાય અને નોકરીની મદદ માટે આગળ આવ્યા

દેશ માટે દેવું ચુકતે કરવાનો સમય, કોરોનામાં મૃત્યુ પામેલા રત્નકલાકારોના પરિવારની વ્હારે NRI ડાયમંડ અગ્રણીઓ, નાણાકીય સહાય અને નોકરીની મદદ માટે આગળ આવ્યા
https://tv9gujarati.in/desh-mate-devu-c…-norkir-ni-sahay/

સમગ્ર વિશ્વમાં કોરોના ને કારણે લાખો લોકોના મૃત્યુ થયાં છે લોકડાઉન ને કારણે ઘણા ધંધા રોજગાર પણ બંધ થઇ ગયાં છે, સુરતનો હીરા ઉદ્યોગ પણ આ સમયે કપરી પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યો છે, અનલોક થયાં બાદ ઘણી ડાયમંડ પેઢીઓ શરુ થઇ હતી અને રત્નકલાકારો ફરી કામે વળગ્યા હતાં પરંતુ આ દરમિયાન રત્નકલાકારો કોરોના સંક્રમિત […]

Parul Mahadik

| Edited By: Kunjan Shukal

Dec 11, 2020 | 10:34 PM

સમગ્ર વિશ્વમાં કોરોના ને કારણે લાખો લોકોના મૃત્યુ થયાં છે લોકડાઉન ને કારણે ઘણા ધંધા રોજગાર પણ બંધ થઇ ગયાં છે, સુરતનો હીરા ઉદ્યોગ પણ આ સમયે કપરી પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યો છે, અનલોક થયાં બાદ ઘણી ડાયમંડ પેઢીઓ શરુ થઇ હતી અને રત્નકલાકારો ફરી કામે વળગ્યા હતાં પરંતુ આ દરમિયાન રત્નકલાકારો કોરોના સંક્રમિત થવાના બનાવો વધવા લાગ્યા હતાં, ઘણા રત્નકલાકારો કોરોના ને કારણે મૃત્યુ પણ પામ્યા છે. કોરોના સંક્રમણ વધતા અમુક ડાયમંડ યુનિટો ફરી બંધ કરી દેવામાં આવ્યા હતા જેને કારણે ઘણા રત્નકલાકારો આર્થિક સંકડામણમાં મુકાયા હતા અને કેટલાકે આત્મહત્યા કરવા સુધીનું પગલું પણ ભર્યું છે.

આવા સમયે સુરતની “ડાયમંડ ઇન્ડસ્ટ્રી કરિયર ફાઉન્ડેશન” અને તેની સાથે સંકળાયેલ અમેરિકાના જેમ એન્ડ જવેલરી ના NRI સભ્યો દ્વારા એવા રત્નકલાકારો કે જેઓ કોરોના ને કારણે મૃત્યુ પામ્યા છે અથવા લોકડાઉન માં આર્થિક સંકડામણ ને કારણે આત્મહત્યા કરી છે તેવા પરિવારોને સહાય માટે આગળ આવ્યું છે, આ સંસ્થા દ્વારા સહાય મેળવવા યોગ્ય એવા તમામ પરિવારોનો એક સર્વે કરવામાં આવશે અને જે પરિવારોને ખરેખર જરૂરિયાત છે તેવા રત્નકલાકારો ના પરિવાર ને દસ હજારથી પાંત્રીસ હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય કરાશે.

 હાલ જે રત્નકલાકારો બેરોજગાર છે તેમના માટે પણ આ ટિમ દ્વારા નોકરી અપાવવાના પ્રયત્નો કરાશે, જે માટે નોકરીની જરૂરિયાત ધરાવતાં રત્નકલાકારો એ આ સંસ્થાની વેબસાઈટ dicf.in પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati