દેશમાં પ્રદૂષણના સ્તરને નીચું લઇ જવા સરકાર ઈલેકટ્રીક વેહીકલ્સનો એક્શન પ્લાન, હાઇવે અને એક્સપ્રેસ-વે ઉપર ઈલેકટ્રીકલ ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે
દેશમાં પ્રદૂષણના સ્તરને નીચું લઇ જવા સરકાર ઈલેકટ્રીક વેહીકલ્સના ઉપયોગ વધારવા ઉપર ભાર મૂકી રહી છે. બેટરી ઉત્પાદન અને ઈલકટ્રીક વેહીકલ્સ વિક્રેતા કંપનીઓને પ્રોત્સાહન આપવા સાથે સરકાર હવે ચાર્જિંગ સ્ટેશનની ઉપલબ્ધતા ઉપર ધ્યાન આપી રહી છે. સરકારે દેશના મોટા રાજમાર્ગો અને એક્સપ્રેસ વે ઉપર વાહનોને સરળતાથી ચાર્જીંગની વ્યવસ્થા મળી રહે તેવા આયોજન હાથ ધર્યા છે. […]

દેશમાં પ્રદૂષણના સ્તરને નીચું લઇ જવા સરકાર ઈલેકટ્રીક વેહીકલ્સના ઉપયોગ વધારવા ઉપર ભાર મૂકી રહી છે. બેટરી ઉત્પાદન અને ઈલકટ્રીક વેહીકલ્સ વિક્રેતા કંપનીઓને પ્રોત્સાહન આપવા સાથે સરકાર હવે ચાર્જિંગ સ્ટેશનની ઉપલબ્ધતા ઉપર ધ્યાન આપી રહી છે.

સરકારે દેશના મોટા રાજમાર્ગો અને એક્સપ્રેસ વે ઉપર વાહનોને સરળતાથી ચાર્જીંગની વ્યવસ્થા મળી રહે તેવા આયોજન હાથ ધર્યા છે. આ માટે ચાર્જિંગ સ્ટેશન ઉભા કરશે જે ચાર્જિંગ ફેસિલિટી સાથે કનેક્ટિવિટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.

હાઈવે પર 25 કીમી પર ચાર્જિંગ સ્ટેશન મળશે. ઇલેક્ટ્રિક કાર ખરીદનાર લાંબા અંતરની મુસાફરી માટે નીકળે તો માર્ગમાં ચાર્જિંગ માટે સમસ્યા ઉભી ન થાય તે માટે પગલું ભરવામાં આવી રહ્યું છે.જો તમારી પાસે ઇલેક્ટ્રિક કાર છે અને તમે લાંબી મુસાફરી કરવા માંગતા હોય તો ટૂંક સમયમાં તમને દર 25 કિલોમીટરમાં ચાર્જિંગ સ્ટેશન મળશે. સરકારે દેશના તમામ મોટા રાજમાર્ગો અને એક્સપ્રેસ વે પર ચાર્જિંગ સ્ટેશનો લગાવવા માટે બિડ મંગાવ્યા છે.

સરકારની હાલ 1500 ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવાની યોજના છે. દરેક 100 કિ.મી.એ ઓછામાં ઓછું એક Heavy Duty ચાર્જિંગ સ્ટેશન પણ ઉપલબ્ધ રખાશે. હાઇવે ઉપર બનનાર ચાર્જિંગ સ્ટેશનમાં સ્માર્ટ મીટરિંગ અને નેટવર્ક કનેક્ટિવિટી જેવી સુવિધા મળશે. ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરનારી કંપનીઓને સરકાર દ્વારા 70 ટકા સુધીની પ્રોત્સાહન આપવામાં આવશે. ભાવિ હવે ઇલેક્ટ્રિક વેહિલ્ક્સ તરફ દેખાઈ રહ્યું છે ત્યારે સરકાર અત્યારથી ઇલેક્ટિક વેહીકલ્સની ખરીદી અને ચાર્જિંગ સહિતની બાબતો ઉપર ધ્યાન આપી રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
