Air India Disinvestment: ભાજપના સાંસદ સુબ્રમણ્યમને ઝટકો,દિલ્હી હાઈકોર્ટ સુબ્રમણ્યમ સ્વામીની અરજી ફગાવી
કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દિલ્હી હાઈકોર્ટને જણાવ્યુ કે એર ઈન્ડિયા સતત ખોટમાં ચાલી રહી છે અને સરકાર વધુ નુકસાન સહન કરી શકે તેમ નથી.
Air India Disinvestment: દિલ્હી હાઈકોર્ટે બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટ (Air India Disinvestment) પ્રક્રિયાને રદ કરવા અંગે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ મામલાની સુનાવણી કરતા કોર્ટે (Delhi High Court) કહ્યુ કે ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા નીતિગત નિર્ણય છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દિલ્હી હાઈકોર્ટમાં આપ્યો આ જવાબ
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ (Tushar Mehta) દિલ્હી હાઈકોર્ટમાં કહ્યુ કે, એર ઈન્ડિયા સતત ખોટમાં ચાલી રહી છે અને સરકાર વધુ નુકસાન સહન કરી શકે તેમ નથી. ટાટા સન્સ વતી દિલ્હી હાઈકોર્ટને કહેવામાં આવ્યું છે કે એર ઈન્ડિયાની બોલી લગાવનાર કંપની 100% ભારતીય છે.
ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ લગાવ્યા હતા આ આરોપ
બીજી તરફ તેમની અરજીમાં ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટ માટેની બિડિંગ પ્રક્રિયા મનસ્વી, ભ્રષ્ટ, દૂષિત, ગેરબંધારણીય અને જાહેર હિતની વિરુદ્ધ હતી. તેણે પિટિશનમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે ટાટા સન્સ દ્વારા આ મામલે ગેરરીતિ કરવામાં આવી છે. સ્વામીએ એડવોકેટ સત્ય સાબરવાલ મારફત દાખલ કરેલી અરજીમાં અધિકારીઓની ભૂમિકા અને કાર્યપદ્ધતિ અંગે CBI તપાસ અને કોર્ટ સમક્ષ તેનો વિગતવાર અહેવાલ રજૂ કરવાની પણ વિનંતી કરી હતી.
In Delhi High Court, Central Govt opposes BJP MP Subramanian Swamy’s plea seeking quashing of Air India disinvestment process, says disinvestment is a policy decision pic.twitter.com/XyJPpFjFWa
— ANI (@ANI) January 4, 2022
એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઑક્ટોબરમાં કેન્દ્ર સરકારે ટાટા સન્સ કંપની દ્વારા એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા હિસ્સા માટે તેમજ ‘ગ્રાઉન્ડ હેન્ડલિંગ’ કંપની AISATSમાં 50 ટકા હિસ્સા માટે ઓફર કરેલી ઉચ્ચતમ બોલીને સ્વીકારી હતી.