AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાકાળમાં સાઈબર સિક્યોરિટી પર વધ્યું કંપનીઓનું ફોકસ, આગામી વર્ષે બજેટ વધારવા પર વિચાર કરી રહી છે કંપનીઓ

સાયબર ખતરાને જોતા દેશની લગભગ 80 ટકા કંપનીઓ વર્ષ 2022માં તેમના સાયબર સુરક્ષા બજેટમાં વધારો કરી શકે છે. વૈશ્વિક કન્સલ્ટિંગ કંપની પીડબલ્યુએ એક સર્વેમાં આ વાત કહી છે.

કોરોનાકાળમાં સાઈબર સિક્યોરિટી પર વધ્યું કંપનીઓનું ફોકસ, આગામી વર્ષે બજેટ વધારવા પર વિચાર કરી રહી છે કંપનીઓ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 11:06 PM
Share

કોરોનાકાળ દરમિયાન સાયબર એટેકમાં નોંધપાત્ર વધારો થયો છે. મોટાભાગનું કામ ઓનલાઈન થઈ રહ્યું છે, જેના કારણે સાયબર સુરક્ષા એક મોટો મુદ્દો છે. સાયબર ખતરાને જોતા દેશની લગભગ 80 ટકા કંપનીઓ વર્ષ 2022માં તેમના સાયબર સુરક્ષા બજેટમાં વધારો કરી શકે છે. વૈશ્વિક કન્સલ્ટિંગ કંપની પીડબલ્યુસીએ એક સર્વેમાં આ વાત કહી છે. પીડબલ્યુસીના ‘ડિજિટલ ટ્રસ્ટ ઈનસાઈટ્સ-2022’ સર્વે અનુસાર સુરક્ષાનું જોખમ સતત વધી રહ્યું છે અને કંપનીઓ તેમના જોખમોનું મેનેજમેન્ટ કરવા માટે સાયબર સુરક્ષામાં પહેલા કરતાં ઘણું વધારે રોકાણ કરી રહી છે.

સર્વે મુજબ ઘણી કંપનીઓએ તેમના સાયબર જોખમોનું સંચાલન કરવા માટે બહુવિધ સાયબર સુરક્ષા સાધનો અને ટેકનિકોમાં રોકાણ કર્યું છે. સર્વે અનુસાર “સર્વેમાં સામેલ કંપનીઓમાંથી 82 ટકાએ 2022માં તેમના સાયબર સુરક્ષા બજેટમાં વધારો કરવાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત દેશની 41 ટકા કંપનીઓ 2022માં તેમના સાયબર બજેટમાં 10 ટકાથી વધુની વૃદ્ધિની આશા રાખી રહી છે.

109 એક્ઝીક્યુટીવનો અભિપ્રાય લેવામાં આવ્યો

આ સર્વેમાં વૈશ્વિક સ્તરે 3,602 બિઝનેસ, ટેક્નોલોજી અને સુરક્ષા અને અન્ય સુરક્ષા અધિકારીઓના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. તેમાં મુખ્ય કાર્યકારી અધિકારી (CEO), કોર્પોરેટ ડિરેક્ટર, મુખ્ય નાણાકીય અધિકારી (CFO) વગેરેનો સમાવેશ થાય છે. સર્વેના ભારતીય સંસ્કરણમાં 109 અધિકારીઓના અભિપ્રાય લેવામાં આવ્યા હતા.

ઈન્ડિવિઝ્યુઅલ માટે પણ સાયબર જોખમ વધ્યું 

સાયબર સુરક્ષા હવે ઈન્ડિવિઝ્યુઅલ સ્તરે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈન્ડિવિઝ્યુઅલ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને જોખમ ઘટાડી શકે છે. જો તમે વધારે ઓનલાઈન ખરીદી કરો છો તો સૌ પ્રથમ સુનિશ્ચિત કરો કે તમે બધા પોર્ટલ પર સમાન પાસવર્ડનો ઉપયોગ નથી કરતા. તમારો પાસવર્ડ જટિલ રાખો અને તેનો તમારી અંગત વિગતો સાથે કોઈ લેવાદેવા ન હોવા જોઈએ. જો તમે ઑનલાઈન ખરીદી માટે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો દર ત્રણ મહિને તમારો પીન નંબર બદલો. ડિજિટલ વોલેટ્સ માટે પણ તેનો ઉપયોગ કરવો જોઈએ.

અલગ-અલગ યુઝર આઈડીનો ઉપયોગ કરો

આ સિવાય અલગ અલગ યુઝર આઈડી રાખો. આનાથી ડેટાની ચોરી અને છેતરપિંડીની શક્યતાઓ ઘટી જાય છે. યુનિક યુઝર આઈડી બનાવવા માટે પોર્ટલનું નામ ઉમેરો.

મોટી વેબસાઈટ્સ પર ખરીદી કરો

જો કે આનાથી કોઈ ગેરંટી મળતી નથી. પરંતુ મોટા વ્યવસાયો સારી સિક્યોરિટી સિસ્ટમ આપતા હોય છે અને સામાન્ય રીતે ફક્ત તે જ વેન્ડર્સ સાથે ડીલ કરે છે જે વેરીફાઈડ હોય.

આ પણ વાંચો :  SBI ની સેવાઓ માટે હવે બેંક સુધી જવાની જરૂર નથી, એક SMS અથવા મિસ્ડ કોલ તમને જરૂરી માહિતી પળભરમાં આપશે

Follow Us
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
g clip-path="url(#clip0_868_265)">