દેશને મળશે પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે: દિલ્હી-મુંબઇ હાઇવે પર ઇલેક્ટ્રિક લેન બનશે, 40 કલાકનો સફર 12 કલાકમાં પૂર્ણ થશે

સરકાર દેશમાં 7 લાખ કરોડના ખર્ચે અનેક ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવી રહી છે જે આધુનિક તકનીક દ્વારા તૈયાર થઇ રહ્યા છે.

દેશને મળશે પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે: દિલ્હી-મુંબઇ હાઇવે પર ઇલેક્ટ્રિક લેન બનશે, 40  કલાકનો સફર 12  કલાકમાં પૂર્ણ થશે
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Mar 26, 2021 | 7:55 AM

કેન્દ્રીય માર્ગ, પરિવહન અને હાઇવે પ્રધાન નીતિન ગડકરીએ એક ઓનલાઇન ઇવેન્ટમાં દેશમાં પ્રથમ ગ્રીન એક્સપ્રેસ હાઇવેના આયોજનની માહિતી આપી હતી. PHD ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજીત કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દેશમાં 7 લાખ કરોડના ખર્ચે અનેક ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવી રહી છે જે આધુનિક તકનીક દ્વારા તૈયાર થઇ રહ્યા છે.

ગ્રીન એક્સપ્રેસ હાઇવેથી સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન મળશે અને પ્રદૂષણ પણ ઓછું થશે. તેમણે કહ્યું કે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે 7 લાખ કરોડ રૂપિયામાંથી બનાવવામાં આવી રહ્યો છે. તેનું નિર્માણ 1 વર્ષમાં પૂર્ણ થઈ જશે. ઉપરાંત એક વર્ષમાં ઇલેક્ટ્રિક ટ્રકો પણ ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે, દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે આગામી બે મહિનામાં શરૂ કરવામાં આવશે.

ગ્રીન એક્સપ્રેસ વેના નિર્માણથી પરિવહન ખર્ચમાં ઘટાડો થશે નીતિન ગડકરીએ કહ્યું કે નવો ગ્રીન એક્સપ્રેસ વે ટ્રાફિક જામનો અંત લાવશે. ઉપરાંત લોજિસ્ટિક્સ અને પરિવહન ખર્ચ પણ નીચે આવશે. દેશના કુલ 22 ગ્રીન હાઈવે કોરિડોરમાંથી દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વેના નવા અલાઇન્મેન્ટ બંને મહાનગરો વચ્ચેનો મુસાફરીનો સમય ઘટશે. હાલમાં બંને શહેરો વચ્ચે કાર દ્વારા મુસાફરી કરવામાં 40 કલાકનો સમય લાગે છે. હાઇવેના નિર્માણ પછી દિલ્હીથી મુંબઇ સુધીની સફર માત્ર 12 કલાકમાં કાર દ્વારા પૂર્ણ કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નના જોડામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

60% નિર્માણ પૂર્ણ દિલ્હી-મુંબઇ વચ્ચે નિર્માણ પામનારા 1300 કિલોમીટર લાંબી એક્સપ્રેસ વેનું 60% કામ પૂર્ણ થઈ ગયું છે. બાકીના કામ 1 વર્ષમાં પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે. તેમણે કહ્યું કે પહેલા તબક્કામાં દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર 8 લેનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. બીજા તબક્કામાં તેને વધારીને 12 લેન કરવામાં આવશે. આ હાઇવે પર એક અલગ ઇલેક્ટ્રિક લેન પણ હશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">