કોટનથી બનેલા કપડા થશે મોંઘા,10 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી કપાસની કિંમત

|

Sep 28, 2021 | 11:49 PM

ગત વર્ષની તુલનાએ આ વર્ષે 6 ટકા ઓછા વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે. અપેક્ષિત કરતાં ઓછા ઉત્પાદનના કારણે કપાસના ભાવ વધ્યા છે. ભારતમાં પણ ભાવમાં 10 થી 12 ટકાનો વધારો થયો છે.

કોટનથી બનેલા કપડા થશે મોંઘા,10 વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી કપાસની કિંમત

Follow us on

કોરોના મહામારી (Corona Virus) પછી સામાન્ય જનતાની હાલત કફોડી બની છે. ‘એક સાંધે ત્યા તેર તૂટે’ એવી પરિસ્થિતીમાં જીવી રહેલો માણસ દીન પ્રતિદીન મોંઘવારીના બોજા હેઠળ દબાઈ રહ્યો છે. રોજ રોજ કોઈને કોઈ વસ્તુના ભાવ વધારાના સમાચાર સાંભળીને માણસ ટેવાઈ ગયો છે, ત્યારે સામાન્ય માણસને બીજો મોટો ફટકો પડવાનો છે. તહેવારો પહેલા કપાસથી બનેલા કપડાં મોંઘા થઈ શકે છે.

 

આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવ 10 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. અપેક્ષા કરતાં ઓછા ઉત્પાદનને કારણે આ વર્ષે કપાસના (Cotton Price) ભાવમાં વધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને આગળ દિવાળીનો તહેવાર આવવાનો છે. લોકો આ અવસર પર નવા કપડા ખરીદે છે. પરંતુ આ તહેવારમાં સુતરાઉ કપડા ખરીદવો એક મોંઘો સોદો હોઈ શકે છે. કપાસથી બનેલા કપડાંની કિંમત વધારવાનો લાભ કાપડ કંપનીઓને મળી શકે છે. ગ્રાસિમ, રેમન્ડ્સ જેવી ગારમેન્ટ કંપનીઓને ફાયદો થવાની ધારણા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

કપાસ કેમ મોંઘું છે?

ગત વર્ષની તુલનાએ આ વર્ષે 6 ટકા ઓછા વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે. અપેક્ષિત કરતાં ઓછા ઉત્પાદનના કારણે કપાસના ભાવ વધ્યા છે. ભારતમાં પણ ભાવમાં 10થી 12 ટકાનો વધારો થયો છે. 2011 પછી કિંમતો સરેરાશ 1 પાઉન્ડ થઈ. ભારતમાં પણ ભાવમાં 10થી 12 ટકાનો વધારો થયો છે.

 

અત્યારે કપાસનો ભાવ 6,500-7,000 પ્રતિ ક્વિન્ટલ છે, જ્યારે કપાસનો સરકારી ભાવ 5,725 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. તે જ સમયે અમેરિકામાં ભારે વરસાદના કારણે કપાસના પાકને નુકસાન થયું છે. ચીનમાં કપાસની ભારે માંગ છે, જેના કારણે યાર્ન ફાઈબરની માંગમાં તેજી રહી શકે છે.

 

યાર્ન બનાવતી કંપનીઓને ફાયદો થશે

યાર્ન બનાવતી કંપનીઓને કપાસના ભાવમાં થયેલા વધારાનો લાભ મળવાની અપેક્ષા છે. મંગળવારના વેપારમાં રેમન્ડ્સમાં 1.73 ટકા, સ્પોર્ટિંગ ઈન્ડિયામાં 4.99 ટકા, સિયારામ સિલ્કમાં 1.57 ટકાની તેજી જોવા મળી છે.

 

ખેડૂતોને થશે નફો

કપાસના ભાવ વધવાથી ખેડૂતોને પણ લાભ મળશે. મંડીમાં કપાસનો ભાવ 6,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધુ છે. કપાસનો સરકારી ભાવ 5,725 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. ગત વર્ષની સરખામણીમાં વધારે ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ 1,000 રૂપિયા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો :  તમારી રસોઈમાં વપરાયેલું Cooking Oil અસલી છે કે ભેળસેળયુક્ત? FSSAI ની આ રીત 2 મિનિટમાં નકલી તેલની પોલ ખોલી નાંખશે

 

Next Article