AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાની ત્રીજી લહેરે હોટલ ઇન્ડસ્ટ્રીને 200 કરોડ રૂપિયાનો ફટકો માર્યો, કારોબાર ફરી ઠપ્પ થવાનો ભય

રેસ્ટોરન્ટમાં લોકોની સંખ્યામાં પણ ભારે ઘટાડો થયો છે અને તે 50 ટકાથી પણ ઓછા થઈ ગયો છે. ડિસેમ્બરની સરખામણીએ  વેચાણ અને આવક માત્ર 10 થી 20 ટકા  છે.

કોરોનાની ત્રીજી લહેરે હોટલ ઇન્ડસ્ટ્રીને 200 કરોડ રૂપિયાનો ફટકો માર્યો, કારોબાર ફરી ઠપ્પ થવાનો ભય
Corona's third wave hits Rs 200 crore in hotel industry
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2022 | 6:12 AM
Share

કોરોનાવાયરસ રોગચાળા(Coronavirus Pandemic) ને કારણે લગ્ન સમારંભો તેમજ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે બુકિંગ રદ થવાને કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય સંબંધિત ક્ષેત્રોને 200 કરોડનું નુકસાન થયું છે. ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (FHRAI) એ આ માહિતી જાહેર કરી છે. કોરોના વાયરસના કેસ વધવાથી અને તેના સંક્રમણને ફેલાવાથી અટકાવવા માટે વિવિધ રાજ્યોમાં પ્રતિબંધો લાદવાથી અનિશ્ચિતતા વધી છે. ઉદ્યોગને ડર છે કે તેમને સરકારી સમર્થનના અભાવે ફરીથી તેમનો કારોબાર ઠપ્પ થશે.

ઘણા બુકીંગ રદ થયા

FHRAI ના સંયુક્ત માનદ સચિવ પ્રદીપ શેટ્ટીએ જણાવ્યું હતું કે નવા વર્ષની આસપાસ ઘણી બધી ઈવેન્ટ્સનું આયોજન થવાનું હતું. લગ્નની સિઝનના ઘણા પ્રસંગ રદ કરવામાં આવ્યા છે. નવા વર્ષ અને નાતાલની ઉજવણીના કાર્યક્રમો પણ રદ થવાને કારણે ઉદ્યોગને લગભગ અત્યાર સુધીમાં 200 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઓમિક્રોનના નવા વેરિએન્ટની અસર અંગે તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષે 25 ડિસેમ્બરથી શહેરમાં હોટેલ રૂમનો ઉપયોગ અને ચાર્જમાં ભારે ઘટાડો થયો છે.

રેસ્ટોરન્ટમાં લોકોની સંખ્યામાં પણ ભારે ઘટાડો

શેટ્ટીએ કહ્યું કે રેસ્ટોરન્ટમાં લોકોની સંખ્યામાં પણ ભારે ઘટાડો થયો છે અને તે 50 ટકાથી પણ ઓછા થઈ ગયો છે. ડિસેમ્બરની સરખામણીએ  વેચાણ અને આવક માત્ર 10 થી 20 ટકા  છે. તેમણે કહ્યું કે હોલિડે અને રિસોર્ટ જેવા સ્થળોએ હોટેલ રૂમનો ઉપયોગ પણ 50 ટકાથી વધુ ઘટ્યો છે જે પહેલા સારું કામ કરી રહ્યા હતા.

કોરોનાની બીજી લહેર પછી સ્થિતિમાં સુધારો આવ્યો હતો

શેટ્ટીએ કહ્યું કે ઓક્ટોબર 2021 થી કોરોના વાયરસની બીજી લહેર પછી હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં આવક અને લોકોની સંખ્યામાં સતત વધારો થયો છે. જો કે, હાલમાં ઉદ્યોગ ફરીથી અનિશ્ચિતતા તરફ આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે ડિસેમ્બરના મધ્ય સુધીમાં રિસોર્ટ અને વેકેશનમાં હાજરી લગભગ 80 થી 90 ટકા સુધી પહોંચી ગઈ હતી. તેમણે કહ્યું કે શહેરો અને કોર્પોરેટ હોટલોમાં તેઓ લગભગ 50 ટકાને સ્પર્શી રહ્યા છે. કોવિડ-19ના અગાઉના સ્તરથી આ ઘટાડો છે પરંતુ આ પ્રોત્સાહક સંકેતો હતા અને તેની સાથે આવક વધી રહી હતી.

ક્ષેત્રમાં જોડાયેલા લોકો ચિંતામાં

તેમણે કહ્યું કે તેમને આશા છે કે કોરોનાની આ નવી લહેર એક મહિનામાં ખતમ થઈ જશે. હાલ આ એક ચિંતાજનક સ્થિતિ છે. તેઓ હવે માત્ર આશા રાખી રહ્યા છે કે જો તે બંધ થશે તો વેપાર સારી સ્થિતિમાં આવશે. શેટ્ટીએ વધુમાં જણાવ્યું હતું કે શું કરવું જોઈએ તે અંગે ઘણો ડર, અને ચિંતા છે કારણ કે સતત બે લોકડાઉન પછી ફરીથી કારોબાર શરૂ કરવા અને કામગીરી નિયમિત સ્તરે લાવવા પાછળ મોટી રકમનું રોકાણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો :  LPG Connection : હવે માત્ર આધાર કાર્ડ બતાવવાથી મળશે LPG કનેક્શન, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

આ પણ વાંચો : સ્ટેમ્પ ડ્યૂટીનો ખર્ચ બચાવી પાવર ઓફ એટર્નીથી મિલ્કતની લે-વેચ લાભદાયક કે નુકસાનનો સોદો? જાણો જવાબ

તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
g clip-path="url(#clip0_868_265)">