Corona: ખાદી બની એવરગ્રીન, કોરોના દરમિયાન પણ ખાદીના વેચાણ દરમાં વૃદ્ધિ

Bhavyata Gadkari

|

Updated on: Jun 18, 2021 | 1:47 PM

વર્ષ 2015-16 ની સરખામણીમાં 2020-21 માં ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રોના કુલ ઉત્પાદનમાં 101 ટકાની ભારી વૃદ્ધી નોંધાઇ છે. અને આ સમય દરમિયાન કુલ વેચાણમાં 128.66 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે.

Corona: ખાદી બની એવરગ્રીન, કોરોના દરમિયાન પણ ખાદીના વેચાણ દરમાં વૃદ્ધિ
કોરોના કાળ દરમિયાન ખાદીનું વેચાણ વધ્યુ

Corona: કોરોના મહામારીના કારણે જ્યારે લોકોએ નોકરી રોજગાર ગુમાવ્યા અને કેટલાક ઉદ્યોગોને ભારે પ્રમાણમાં નુક્સાન થયુ છે તેવામાં વર્ષ 2020-21 દરમિયાન ખાદી અને ગ્રામોદ્યોગે હમણા સુધીનો સૌથી વધુ ધંધો (sales of khadi increased) કર્યો છે. વર્ષ 2020-21 દરમિયાન 95,741.74 કરોડનો નફો નોંધાયો છે. ગત વર્ષ એટલે કે 2019-20 દરમિયાન આ નફો 88,887 કરોડ રૂપિયા હતો. એટલે કે આ વર્ષે નફામાં લગભગ 7.71 ટકા જેટલી વૃદ્ધિ નોંધાઇ છે.

ગત વર્ષે 25 માર્ચથી સમગ્ર દેશમાં લૉકડાઉનની જાહેર કરવામાં આવ્યુ હતુ. લૉકડાઉનને કારણે ઉત્પાદન કાર્ય ત્રણ મહિનાથી વધુ સમય સુધી બંધ રહ્યુ હતુ. આ સમય દરમિયાન ખાદી ઉત્પાદન એકમો અને વેચાણ આઉટલેટ્સ બંધ રહ્યા હતા. જોકે ખાદી ઉદ્યોગ ઝડપથી પ્રધાનમંત્રીના ‘આત્મનિર્ભર ભારત’ અને ‘લોકલ ફોર વોકલ’ ના અંતર્ગત ઝડપથી આગળ વધી રહ્યુ છે.

વર્ષ 2015-16 ની સરખામણીમાં 2020-21 માં ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રોના કુલ ઉત્પાદનમાં 101 ટકાની ભારી વૃદ્ધી નોંધાઇ છે. અને આ સમય દરમિયાન કુલ વેચાણમાં 128.66 ટકાની વૃદ્ધિ નોંધાઇ છે.

ખાદી ઇ-પોર્ટલ, ખાદી માસ્ક, ખાદી ફૂટવેર, ખાદી પેંટ, ખાદી સેનિટાઇઝર વેગેરની શરૂઆત, પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ અંતર્ગત નવા પ્રોડક્શન એકમોની સ્થાપના, સરકારની પહેલ વગેરેના કારણે આ વૃદ્ધિ નોંધાઇ છે.

કેવીઆઇસીના અધ્યક્ષ શ્રી વિનય કુમાર સક્સેનાએ જણાવ્યુ કે, કોરોના મહામારીના સમયે લોકોએ ‘આત્મ નિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લૉકલ’ તરફ પ્રયાણ કર્યુ છે. કોરોનાના સમયે કેવીઆઇસીનું ખાસ ધ્યાન કારીગરો અને બેરોજગાર યુવાઓ માટે રોજગારનું સર્જન કરવા પર હતુ

કોરોના મહામારીના સમયમાં જ્યારે મોટા મોટા મોલ્સ અને બ્રાંડ સ્ટોર બંધ હતા ત્યારે લોકોએ સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદી કરવાનું શરૂ કર્યુ હતુ. વિદેશી કંપનીઓને સપોર્ટ કરવાની જગ્યાએ હવે લોકો સ્થાનિક લોકોનો વેપાર ધંધો વધારી રહ્યા છે.

આ પણ વાંચો – Corona virus in Sabarmati river : ચોકાવનારો ખુલાસો, સાબરમતી નદી, કાંકરીયા – ચંડોળા તળાવના પાણીમાં પણ મળ્યા કોરોનાના વાયરસ

આ પણ વાંચો – WTC Final : વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ પહેલા જ સાઉથમ્પ્ટનમાં વરસાદ વરસ્યો, જાણો રમતને કેટલી અસર પહોંચશે!

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati