હવે ઘરે બેઠા બેંકોની અસુવિધાની કરી શકાશે ફરિયાદ, સ્ટેટ્સ પણ પણ ટ્રેક થશે

હવે ઘરે બેઠા બેંકોની અસુવિધાની કરી શકાશે ફરિયાદ, સ્ટેટ્સ પણ પણ ટ્રેક થશે
બેંક અંગેની ફરિયાદ માટે RBI એ CMS સિસ્ટમ શરૂ કરી

RBI ના એક અધિકારીના જણાવ્યા અનુસાર CMS માં ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય છે. તે SMS અને ઇમેઇલ દ્વારા અપડેટ્સ પ્રદાન કરે છે. રજીસ્ટ્રેશન નંબર દ્વારા સ્ટેટસને ટ્રેક કરી શકાય છે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Mar 03, 2022 | 6:37 AM

નાણાકીય સંસ્થાઓ(Financial institutions) અને બેંકો(Banks)ની કામગીરીની ગુણવત્તા સુધારવા RBI દ્વારા એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. RBI દ્વારા બેન્કના ખાતેદારોને SMS મોકલવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે તમને કોઈપણ બેંક(Bank), NBFC અથવા પેમેન્ટ સિસ્ટમ(Paytment System)થી સમસ્યા હોય તો તમે તેમની સામે ફરિયાદ દાખલ કરી શકો છો. કેન્દ્રીય બેંકે વધુમાં જણાવ્યું છે કે RB-Integrated Ombudsman Scheme અંતર્ગત 14440 ઉપર કોલ કરી ફરિયાદ કરી શકાય છે. આ ઉપરાંત ફરિયાદ માટે ઓઇનલાઇન પદ્ધતિનો પણવિકલ્પ આપવામાં આવ્યો છે. https://cms.rbi.org.in/cms/indexpage.html#eng ઉપર ક્લિક કરી ફરિયાદ કરવાનો વિકલ્પ અપાયો છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ કંપ્લેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (CMS) શરૂ કરી છે. CMS દ્વારા ગ્રાહકો RBIને બેંકો વિરુદ્ધ ફરિયાદ મોકલી શકે છે. આ સોફ્ટવેર દ્વારા RBI હેઠળ કાર્યરત કોઈપણ સંસ્થા સામે ફરિયાદ કરી શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સુવિધા દ્વારા ફરિયાદોનું ઝડપી નિરાકરણ પણ કરવામાં આવશે.આ ઉપરાંત ફરિયાદોની સંખ્યા અને ફરિયાદના પ્રકારથી છબીને અસર પડતી હોવાથી ગુણવત્તામાં સુધારો આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. RBI ના આદેશથી ઘણી બેંકોમાં આ અંગેના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.

આખી સિસ્ટમ ઓનલાઈન છે

RBI ના એક અધિકારીના જણાવ્યા અનુસાર CMS માં ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય છે. તે SMS અને ઇમેઇલ દ્વારા અપડેટ્સ પ્રદાન કરે છે. રજીસ્ટ્રેશન નંબર દ્વારા સ્ટેટસને ટ્રેક કરી શકાય છે. ગ્રાહકો પાસેથી રીવ્યુ પણ અહીં લેવામાં આવશે. CMS ડેસ્કટોપ તેમજ મોબાઈલ પર કાર્યરતરહેશે. RBI ફરિયાદોને ટ્રૅક કરવા માટે અલગ ઇન્ટરેક્ટિવ વૉઇસ રિસ્પોન્સ (IVR) લાવવા પર પણ કામ કરી રહી છે.

કેવી રીતે ફરિયાદ કરવી ?

  • RBIની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
  • અહીં તમારે File A Complaint વિકલ્પ પર જવું પડશે.
  • કેપ્ચા દાખલ કરો
  • હવે તમારે નામ મોબાઈલ નંબર નાખવો પડશે. જિલ્લા, બેંક, નામ પસંદ કરવું આવશ્યક છે.
  • તમારે તે સંસ્થા પસંદ કરવી પડશે જેની સામે તમે ફરિયાદ કરી રહ્યા છો. જેમ કે બેંકો, નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ, પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ તમે જેની ફરિયાદ કરવા માંગો છો તે પસંદ કરો.
  • સૂચનાઓને અનુસરતા તમે ફરિયાદ કરી શકશો.
  • હોમ પેજ પર ફરિયાદને ટ્રેક અને અપીલ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ભારતપેએ અશનીર ગ્રોવરને તમામ પદ પરથી હટાવ્યા, અમુક હિસ્સેદારી પરત લેવાની પણ તૈયારી

આ પણ વાંચો : IRCTCએ રેલવે સ્ટેશનો પર શરૂ કરી નવી સેવા, QR કોડ સ્કેન કરીને ખરીદી શકાશે ટ્રેન ટિકિટ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati