AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commodity Market Today : સરકારે ગૃહિણીના બજેટનો રાખ્યો ખ્યાલ, ખાદ્યતેલ સસ્તું થશે

Commodity Market Today : સામાન્ય માણસને મોટી રાહત આપતા સરકારે ગુરુવારથી રિફાઈન્ડ સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી(Import Duty)માં ઘટાડો કર્યો છે. આનાથી આગામી દિવસોમાં સ્થાનિક બજારમાં તેલનો પુરવઠો વધારવામાં મદદ મળશે

Commodity Market Today : સરકારે ગૃહિણીના બજેટનો રાખ્યો ખ્યાલ, ખાદ્યતેલ સસ્તું થશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 7:45 AM
Share

Commodity Market Today : સામાન્ય માણસને મોટી રાહત આપતા સરકારે ગુરુવારથી રિફાઈન્ડ સોયાબીન અને સનફ્લાવર ઓઈલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી(Import Duty)માં ઘટાડો કર્યો છે. આનાથી આગામી દિવસોમાં સ્થાનિક બજારમાં તેલનો પુરવઠો વધારવામાં મદદ મળશે જેના કારણે ખાદ્યતેલના ભાવ ઘટી શકે છે. તાજેતરમાં સરકારે સૂર્યમુખી અને સોયાબીન તેલ પરની ઈમ્પોર્ટ ડ્યુટી  17.5 ટકાથી ઘટાડીને 12.5 ટકા કરવાનો નિર્ણય લીધો છે. નાણા મંત્રાલયે આ અંગે એક પરિપત્ર જાહેર કરી દીધો છે. સામાન્ય રીતે ભારતમાં ‘ક્રૂડ’ સોયાબીન અને સૂર્યમુખી તેલની આયાત કરવામાં આવે છે ત્યારબાદ તેને સ્થાનિક સ્તરે શુદ્ધ કરવામાં આવે છે. આ પ્રક્રિયા છતાં સરકારે રિફાઇન્ડ સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો છે.

હવે તેલ પર કેટલી ઈમ્પોર્ટ  ડ્યુટી લાગશે?

ઈમ્પોર્ટ  ડ્યુટીમાં આ ઘટાડાની સાથે હવે રિફાઈન્ડ ખાદ્ય તેલ પરની આયાત ડ્યૂટી ઘટીને 13.7 ટકા થઈ ગઈ છે. આમાં સામાજિક કલ્યાણ માટે વસૂલવામાં આવતા ઉપકર (સેસ)નો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, તમામ પ્રકારના કાચા ખાદ્ય તેલ પર અસરકારક આયાત જકાત 5.5 ટકા રહેશે.

સરકારના આ પગલા પર સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બી. વી. મહેતાએ જણાવ્યું હતું કે આનાથી બજારના સેન્ટિમેન્ટ પર કામચલાઉ અસર પડશે, પરંતુ આખરે તે વિદેશમાંથી રિફાઇન્ડ તેલની આયાતને પ્રોત્સાહન આપશે, જેનાથી સ્થાનિક ઉત્પાદકોને નુકસાન થશે.

પતંજલિ પામ ઓઇલ મામલે આત્મનિર્ભર બનશે

પતંજલિ હવે પામ તેલનું ઉત્પાદન પોતે કરશે. બાબા રામદેવે પોતે આની જાહેરાત કરી છે. ગુરુવારે મીડિયાને સંબોધતા તેમણે કહ્યું છે કે પતંજલિ હવે ખુદ પામ ઓઈલનું ઉત્પાદન કરશે. તેની ખેતી માટે ખેડૂતોને પતંજલિ સાથે જોડવામાં આવશે. બાબા રામદેવની વાત માનીએ તો અત્યાર સુધીમાં પામ ઓઈલની ખેતી કરતા 40 હજાર ખેડૂતો પતંજલિ સાથે જોડાયા છે. આવનારા સમયમાં તેમની સંખ્યા વધારીને 5 લાખ કરવાની છે. આવી સ્થિતિમાં પતંજલિમાં પામ ઓઈલનું ઉત્પાદન શરૂ કરવાથી 5 લાખ ખેડૂતોને સીધી રોજગારી મળશે.

ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 70 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહી છે. WTI ક્રૂડ ઓઇલ 0.21 ટકા ઘટીને બેરલ દીઠ $70.47 પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ઓઈલ 0.07 ટકા ઘટીને 75.48 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">