Gold Price Today : ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારાથી સોનાના ઘરેણાંની માંગમાં ઘટાડો, આજે 1 તોલા સોનું ખરીદવા કેટલો ખર્ચ થશે? જાણો આ રીતે
ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે. અગાઉ સોનાની આયાત પર 7.5 ટકાની આયાત જકાત લાગતી હતી. તેમાં 5 ટકાનો વધારો કરીને 12.5 ટકા કરવામાં આવ્યો છે.
ભારતમાં સોના(Gold) ના દાગીનાની માંગ ચાલુ નાણાકીય વર્ષમાં પાંચ ટકા ઘટીને 550 ટન થઈ શકે છે. તેનું મુખ્ય કારણ સોના પર કસ્ટમ ડ્યુટી(Custom Duty on Gold)માં વધારો છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રેટિંગ એજન્સી ક્રિસિલે બુધવારે જણાવ્યું હતું કે 30 જૂને સોના પરની કસ્ટમ ડ્યૂટી 5 ટકા વધારીને 12.5 ટકા કરવામાં આવી હતી. આ સાથે સોનાના ઝવેરાતના રિટેલર્સની આવક વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષમાં સ્થિર રહેવાની શક્યતા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કસ્ટમ ડ્યુટીમાં આ વધારાનો બોજ રિટેલરો દ્વારા ગ્રાહકો પર નાખવાનો રહેશે. આ માંગમાં ઘટાડો કરશે અને વિવેકાધીન ખરીદદારોને ખરીદી કરતા અટકાવશે. રિપોર્ટ અનુસાર કસ્ટમ ડ્યુટીમાં વધારાથી ગ્રાહકો માટે સોનાના ભાવમાં વધારો થવાની સંભાવના છે. ઉપરાંત જથ્થાના સંદર્ભમાં માંગમાં ઘટાડો થઈ શકે છે. ચાલુ નાણાકીય વર્ષમાં માંગ પાંચ ટકા ઘટીને 550 ટન થવાની ધારણા છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે 580 ટન હતું.
ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રોગચાળાને કારણે થયેલા વિક્ષેપોનો અંત આવ્યા બાદ ફેબ્રુઆરી 2021માં વેચાણમાં ઉછાળો આવ્યો હતો. આ ઉછાળો માંગમાં વધારો અને આયાત ડ્યૂટીમાં પાંચ ટકાના ઘટાડાને કારણે આવ્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે સોનાના ઊંચા ભાવ વેચાણના જથ્થામાં થયેલા નુકસાનને સરભર કરશે. તે એ પણ સુનિશ્ચિત કરશે કે ઉદ્યોગની આવક ગયા વર્ષની સરખામણીમાં સ્થિર રહે પરંતુ કાર્યકારી નફા પર અસર થશે. આયાત ડ્યૂટીમાં વધારાને કારણે સોનાના ભાવમાં વધારો થવાથી રિટેલરોએ વેચાણને વેગ આપવા માટે નવી વેચાણ પદ્ધતિઓ અપનાવવી પડશે અને પ્રમોશનલ સ્કીમ શરૂ કરવી પડશે, એમ અહેવાલમાં જણાવાયું છે.
સોનાની આયાત પર 15 ટકા ડ્યુટી
ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો ગ્રાહક છે. અગાઉ સોનાની આયાત પર 7.5 ટકાની આયાત જકાત લાગતી હતી. તેમાં 5 ટકાનો વધારો કરીને 12.5 ટકા કરવામાં આવ્યો છે. એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ 2.5 ટકા અલગથી વસૂલવામાં આવે છે. એકંદરે તે 15 ટકા બને છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર |
|
MCX GOLD : 49969.00 -256.00 (-0.51%) – 09:42 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 51818 |
Rajkot | 51838 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 50930 |
Mumbai | 50630 |
Delhi | 50630 |
Kolkata | 50630 |
(Source : goodreturns) | |