AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commodity Market today : ગઈકાલે 3 % થી વધુ ઘટ્યા બાદ આજે હળદરમાં જોવા મળ્યો સુધાર, જાણો શું છે અન્ય કોમોડિટીની સ્થિતિ

NCDEX પર હળદર ઓગસ્ટ વાયદો 9720 સુધી પહોંચી ગયો છે. બીજી તરફ ગઈકાલે હળદરના ભાવમાં લગભગ 3.50%નો ઘટાડો થયો હતો. જુલાઈમાં અત્યાર સુધીમાં કિંમતોમાં લગભગ 2%નો ઘટાડો થયો છે. જૂનમાં હળદરના ભાવમાં લગભગ 24 ટકાનો ઉછાળો આવ્યો છે. 2023માં અત્યાર સુધીમાં હળદરના ભાવમાં 17%નો વધારો થયો છે

Commodity Market today : ગઈકાલે 3 % થી વધુ ઘટ્યા બાદ આજે હળદરમાં જોવા મળ્યો સુધાર, જાણો શું છે અન્ય કોમોડિટીની સ્થિતિ
MCX
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 7:02 PM

Commodity Market: ગઈકાલે લગભગ 3.50 ટકાના ઘટાડા બાદ આજે NCDEX પર હળદરમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલના ઘટાડા બાદ હળદરના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. NCDEX પર હળદર ઓગસ્ટ વાયદો 9720 સુધી પહોંચી ગયો છે. બીજી તરફ ગઈકાલે હળદરના ભાવમાં લગભગ 3.50 %નો ઘટાડો થયો હતો. જુલાઈમાં અત્યાર સુધીમાં કિંમતોમાં લગભગ 2 %નો ઘટાડો થયો છે. જૂનમાં હળદરના ભાવમાં લગભગ 24 ટકાનો ઉછાળો આવ્યો છે. 2023માં અત્યાર સુધીમાં હળદરના ભાવમાં 17 %નો વધારો થયો છે. 1 વર્ષમાં હળદરના ભાવમાં 25 % થી વધુનો વધારો થયો છે.

હળદરના ભાવ કેમ વધ્યા?

સપ્લાયમાં ઘટાડો હળદરના ભાવને ટેકો આપી રહ્યો છે. મહારાષ્ટ્રમાં હળદરની વાવણી 10-20 % ઓછી થવાની ધારણા છે. તમિલનાડુ, આંધ્ર, તેલંગાણામાં પણ હળદરની વાવણી ઘટી શકે છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાકને નુકસાન થયું છે. નિકાસ માંગમાં વધારો પણ ભાવને ટેકો આપી રહ્યો છે.

આ પણ વાંચો : Commodity Market Today : સોના – ચાંદીની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો, જાણો છેલ્લો બંધ ભાવ

છાશમાં સંચળ નાખીને પીવું જોઈએ કે સાદું મીઠું? નિષ્ણાતો પાસેથી જાણો
ક્રિકેટર રોહિત શર્માની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
આજનું રાશિફળ તારીખ : 30-04-2025
IPL દરમિયાન રાષ્ટ્રપતિના હસ્તે આ ખેલાડીને મળ્યો એવોર્ડ
પરિવારની મરજી વિરુદ્ધ કર્યા લગ્ન, દોઢ મહિનામાં બની ગર્ભવતી, પતિ સાથે નર્ક બની આ હસીનાની જિંદગી
કસુવાવડ પછી કેટલા દિવસ આરામ કરવો જોઈએ?

ક્યાં અને કેટલી વાવણી કરી શકાય છે

મહારાષ્ટ્રમાં હળદરની વાવણીમાં 10-20 ટકા, તમિલનાડુમાં 10-15 ટકા, આંધ્રપ્રદેશમાં 18-22 ટકા અને તેલંગાણામાં 18-22 ટકાનો ઘટાડો થવાની ધારણા છે.

સોના અને ચાંદીના ભાવમાં દબાણ

એમસીએક્સ પર સોના અને ચાંદીના ભાવમાં દબાણ જોવા મળી રહ્યું છે. સોનાના ભાવ 4 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. COMEX પર સોનાની કિંમત $1910 ની નીચે સરકી ગઈ છે. એમસીએક્સમાં સતત બીજા દિવસે ઘટાડો જારી રહ્યો છે. MCX પર `58500 ની નીચે ટ્રેડિંગ. બીજી તરફ, સતત બીજા સપ્તાહમાં ચાંદીનો ભાવ 23 ડોલરની નીચે રહ્યો છે. 3 મહિનાની નીચી સપાટીની નજીક ટ્રેડિંગ. COMEX પર ચાંદીની કિંમત આજે ઘટીને $22.66 થઈ ગઈ છે. MCX પર કિંમત 70500 ની નીચે સ્થિર છે.

અમેરિકામાં રેટ વધવાની બજારને આશંકા છે, જેની અસર સોના-ચાંદીની કિંમતો પર પણ જોવા મળી રહી છે. યુએસ ફેડની બેઠક 25-26 જુલાઈએ થશે. બજારને 0.25%ના દરમાં વધારો થવાની અપેક્ષા છે. નબળા યુએસ રોજગાર ડેટાએ પણ દબાણ સર્જ્યું છે. મે મહિનામાં નોકરીની ખાલી જગ્યા 4.96 લાખ ઘટીને 98.24 લાખ થઈ છે. બજાર યુએસ બેરોજગારીના ડેટાની રાહ જોઈ રહ્યું છે. અમેરિકા-ચીન વચ્ચે વધતા તણાવથી બજાર પણ ચિંતિત છે.

ક્રૂડ ઓઈલની કિંમત સપાટ

ક્રૂડ ઓઈલના ભાવ લગભગ ફ્લેટ રહ્યા હતા. યુએસમાં વ્યાજદરમાં વધારાની આશંકા વચ્ચે એનર્જીની માંગમાં ઘટાડો થવાની ધારણા છે. દરમિયાન, બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સનો ભાવ પ્રતિ બેરલ $76 ની ઉપર જોવા મળ્યો હતો અને WTI ક્રૂડનો ભાવ બેરલ દીઠ $71 થી વધુ જોવા મળ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">