AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Closing Bell: શેરબજાર ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ 316 પોઈન્ટ અને નિફ્ટીમાં થયો 109 પોઈન્ટનો ઘટાડો

એશિયન બજારોમાં ઘટાડો અને US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાની ચિંતાને કારણે વિદેશી રોકાણકારો દ્વારા ઇક્વિટીમાં વેચાણ જોવા મળ્યું હતું. આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 411 પોઈન્ટ ઘટીને 65,416 પર પહોંચ્યો હતો અને નિફ્ટી 50 19,500 પર રહ્યો હતો. અંતે સેન્સેક્સ 316 પોઈન્ટ ઘટીને 65,512 પર બંધ રહ્યો

Closing Bell: શેરબજાર ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ 316 પોઈન્ટ અને નિફ્ટીમાં થયો 109 પોઈન્ટનો ઘટાડો
Closing Bell
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 4:57 PM
Share

Closing Bell: આજે એટલે કે મંગળવારે ભારતીય શેરબજાર (Stock Market) ઘટાડા સાથે બંધ થયા છે. બજારની શરૂઆતથી જ મંદી જોવા મળી રહી હતી. ટ્રેડિંગ દરમિયાન બંને બજાર સૂચકાંકો સેન્સેક્સ (Sensex) અને નિફ્ટીમાં (Nifty) લગભગ અડધા ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે સેન્સેક્સ 316.31 પોઈન્ટ અને નિફ્ટી 109.50 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયા હતા. આજના ટ્રેડિંગ સેશન દરમિયાન 1816 શેરમાં ખરીદારી અને 1817 શેરમાં વેચવાલી જોવા મળી હતી.

સેન્સેક્સ 316 પોઈન્ટ ઘટીને 65,512 પર બંધ રહ્યો

એશિયન બજારોમાં ઘટાડો અને US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારાની ચિંતાને કારણે વિદેશી રોકાણકારો દ્વારા ઇક્વિટીમાં વેચાણ જોવા મળ્યું હતું. આજના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 411 પોઈન્ટ ઘટીને 65,416 પર પહોંચ્યો હતો અને નિફ્ટી 50 19,500 પર રહ્યો હતો. અંતે સેન્સેક્સ 316 પોઈન્ટ ઘટીને 65,512 પર બંધ રહ્યો અને નિફ્ટી 109 પોઈન્ટ ઘટીને 19,528 પર સેટલ થયો હતો.

સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.6 ટકા વધ્યો

FMCG, ઓટો, પાવર, મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ 0.5-1 ટકા ઘટ્યા હતા, જ્યારે PSU બેન્ક ઇન્ડેક્સ 2.3 ટકા અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ 1 ટકા વધ્યો હતો. BSE મિડકેપ ઈન્ડેક્સમાં ફેરફાર જોવા મળ્યો ન હહતો, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.6 ટકા વધ્યો હતો. આજે સેન્સેક્સ 65,813 પર ખુલ્યો હતો. તે પછી ઘટીને 65,344 થયો હતો.

બજાજ ફાઇનાન્સ, ટાઇટન અને બજાજ ફિનસર્વમાં તેજી

મારુતિ, NTPC, ટાટા મોટર્સ, JSW સ્ટીલ, રિલાયન્સ, ICICI બેંક, HDFC બેંક, M&M, ITC, ટાટા સ્ટીલ, નેસ્લે ઈન્ડિયામાં ઘટાડો જોવા મળ્યો હતો. બજાજ ફાઇનાન્સ, ટાઇટન, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વધ્યા હતા. નિફ્ટીમાં ONGC, આઈશર મોટર્સ, હિન્દાલ્કો, મારુતિ, ડો. રેડ્ડી ટોપ લૂઝર બન્યા, જ્યારે બજાજ ફાઇનાન્સ, ટાઇટન અને બજાજ ફિનસર્વ તેજીમાં રહ્યા હતા.

આ પણ વાંચો : Share Listing : વધુ બે કંપનીઓએ શેરબજારમાં પ્રવેશ કર્યો, JSW Infraએ રોકાણકારોને માલામાલ તો Vaibhav Jewellersએ નિરાશ કર્યા

આજે JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં મજબૂત લિસ્ટિંગ થયું હતું. IPO કિંમતની સરખામણીમાં શેર 24 રૂપિયા વધીને 143 પર લિસ્ટ થયો હતો. કંપનીએ ઈશ્યૂની કિંમત પ્રતિ શેર 113-119 રૂપિયા રાખી હતી. IPO માં રોકાણકારોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. કંપનીનો IPO દ્વારા 2800 કરોડ એકત્ર કરવાનો પ્લાન છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">