AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાલાક ચીને ભારતના આ પાડોશી દેશને દેવાદાર બનાવી દીધું, સ્થિતિ બની રહી છે બદતર

એક અહેવાલ મુજબ શ્રીલંકાના કુલ જીડીપીમાં પ્રવાસનનો હિસ્સો 10 ટકા છે જે કોરોના વાયરસ રોગચાળાથી ખરાબ રીતે પ્રભાવિત છે.

ચાલાક ચીને ભારતના આ પાડોશી દેશને દેવાદાર બનાવી દીધું, સ્થિતિ બની રહી છે બદતર
China has made this neighboring country of India a debtor
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 6:10 AM
Share

ભારતનો વધુ એક પાડોશી દેશ ચીનના દેવાના દાવાનળમાં ખરાબ રીતે ફસાઈ ગયો છે. અમે વાત કરી રહ્યા છીએ શ્રીલંકાની. શ્રીલંકા પર ચીનના 5 અબજ ડોલરથી વધુના દેવાનો બોજ છે. દેવામાં ડૂબેલા શ્રીલંકાની આર્થિક અને માનવીય સ્થિતિ કથળી રહી છે. ભારતના પાડોશી દેશમાં મોંઘવારી આસમાને છે. શ્રીલંકામાં મોંઘવારી રેકોર્ડ 11.1 ટકા પર પહોંચી ગયો છે. વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર કોરોનાની શરૂઆતથી 5 લાખથી વધુ લોકો ગરીબીમાં જીવી રહ્યા છે.

સરકારી તિજોરી ઝડપથી ખાલી થઇ રહી છે

શ્રીલંકાની વર્તમાન નાણાકીય સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દેશમાં જરૂરી ખાદ્યપદાર્થોની કિંમતો પણ ઝડપથી વધી રહી છે અને સરકારી તિજોરી ખાલી થવાનો દર અંકુશની બહાર થઈ રહ્યો છે. નિષ્ણાંતોનું માનવું છે કે જો શ્રીલંકાની સ્થિતિમાં વહેલી તકે સુધારો નહીં થાય તો આ દેશ દેવાળિયો બની શકે છે.

કોરોનાના કારણે પ્રવાસન બરબાદ થઈ રહ્યું છે

શ્રીલંકામાં આ સ્થિતિ પાછળ ઘણા કારણો છે. મીડિયા અહેવાલો અનુસાર કોરોનાવાયરસને કારણે દેશનું પર્યટન બરબાદ થઈ રહ્યું છે જે અહીં સામાન્ય માણસ પાસેથી સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. આ ઉપરાંત, સરકારી ખર્ચમાં વધારો અને કરવેરામાં કાપએ દેશમાં નાણાકીય કટોકટી વધારી દીધી છે.

પ્રવાસન ક્ષેત્રે 2 લાખથી વધુ લોકોને રોજગારી મળે છે

એક અહેવાલ મુજબ શ્રીલંકાના કુલ જીડીપીમાં પ્રવાસનનો હિસ્સો 10 ટકા છે જે કોરોના વાયરસ રોગચાળાથી ખરાબ રીતે પ્રભાવિત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રીલંકામાં કોરોનાએ જો કોઈ સેક્ટરને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે તો તે બીજું કોઈ નહીં પરંતુ પર્યટન છે. પર્યટન ક્ષેત્ર પર આ ગ્રહણને કારણે 2 લાખથી વધુ લોકોએ તેમની નોકરી ગુમાવી છે.

ચીનના દેવાની ચૂકવણીના પગલે શ્રીલંકામાં સ્થિતિ કથળી

ચીનનું શ્રીલંકા પર 5 અબજ ડોલરથી વધુનું દેવું છે જેને ચૂકવવામાં દેશની સ્થિતિ બગડી રહી છે. એટલું જ નહીં દેશમાં વિદેશી હૂંડિયામણનો ભંડાર છેલ્લા દસ વર્ષની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. દેશની આર્થિક સ્થિતિનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સરકારને વિવિધ પ્રકારની ચૂકવણી માટે ચલણ છાપવું પડે છે.

આ પણ વાંચો : SBI એ IMPS પર લાગતા ચાર્જમાં કર્યો ફેરફાર, 1 ફેબ્રુઆરીથી થશે લાગુ

આ પણ વાંચો : ડિસેમ્બરમાં થયો નિકાસમાં 37%નો વધારો, ત્રીજા ક્વાર્ટરમાં એક્સપોર્ટે બનાવ્યો રેકોર્ડ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">