AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જોર કા ઝટકા જોર સે લગા, ચીની કંપનીઓ હવે ભારતમાં નહીં વેચી શકે સસ્તા મોબાઇલ, મેક ઇન ઇન્ડિયાને મળશે પ્રોત્સાહન

બ્લૂમબર્ગનો એક રિપોર્ટ સૂચવે છે કે ભારતનું પગલું ચીનની કંપનીઓને ઓછા દરના બજારમાંથી બહાર કાઢવા અને ભારતીય કંપનીઓને પ્રોત્સાહન આપવાનું છે. ભારત દુનિયાનું બીજું સૌથી મોટું મોબાઈલ માર્કેટ છે જ્યાં ચીનની કંપનીઓનું વર્ચસ્વ છે.

જોર કા ઝટકા જોર સે લગા, ચીની કંપનીઓ હવે  ભારતમાં નહીં વેચી શકે સસ્તા મોબાઇલ, મેક ઇન ઇન્ડિયાને મળશે પ્રોત્સાહન
Symbolic ImageImage Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 1:20 PM
Share

ભારત(Indian Mobile Market)માં સસ્તા મોબાઇલ(Mobile)વેચતી ચીની કંપનીઓને સરકારે આડે હાથ લીધી છે. ભારતમાં સસ્તામાં મોબાઈલ વેચતી ચીની કંપનીઓ પર ભારતીય સરકારે લાલ આંખ કરી છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત એક એવી યોજના પર કામ કરી રહ્યું છે જેના હેઠળ ચીનની કંપનીઓને ભારતમાં 12,000 રૂપિયાથી ઓછી કિંમતના મોબાઈલ ફોન વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે પ્રાઇસ બેન્ડ મુજબ, આ તે સેગમેન્ટ છે જેમાં ચીની કંપનીઓએ ભારતીય કંપનીઓને પાછળ છોડી દીધી છે. આ દરના ફોન ભારતમાં પણ બને છે, પરંતુ ચીનની કંપનીઓના ફીચર્સ ગ્રાહકોને આકર્ષે છે. 12,000 રૂપિયાનો અર્થ ડોલરમાં 150 છે અને જો ભારતમાં આ રેટના ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવે તો તે સ્થાનિક બજાર અને સ્થાનિક કંપનીઓ પર લોકોની નિર્ભરતા વધશે અને Xiaomi જેવી ચાઈનીઝ બ્રાન્ડની હાલત કફોડી થઈ જશે.

બ્લૂમબર્ગનો એક રિપોર્ટ સૂચવે છે કે ભારતનું આ પગલું ચીનની કંપનીઓને ઓછા દરના બજારમાંથી બહાર કાઢવા અને ભારતીય કંપનીઓને પ્રોત્સાહન આપવાનું છે. ભારત વિશ્વનું બીજું સૌથી મોટું મોબાઈલ માર્કેટ છે, જ્યાં ચીનની કંપનીઓ સતત પોતાની છાપ બનાવી રહી છે. ચીની કંપની સસ્તામાં મોબાઈલ વેચીને ભારતીય ગ્રાહકોને લલચાવ્યા છે. જો રિપોર્ટનું માનીએ તો ભારતના પગલાથી સૌથી મોટો ઝટકો Xiaomi અને તેની સમકક્ષ સ્થાયી ચીની કંપનીઓને પડશે. Xiaomi એક એવી કંપની છે જેણે ભારતમાં પોતાનો પગ પેસારો વધાર્યો છે. ખાસ વાત એ છે કે ચીનમાં કોવિડના કારણે આ કંપનીનું મોબાઈલ માર્કેટ સતત ઘટી રહ્યું છે, જ્યારે ભારતમાં તે સતત વધી રહ્યુ છે, ભારતના લોકોને Xiaomi મોબાઇલનું વધારે આકર્ષણ છે. જેના કારણે સરકાર અમુક પગલા ભરે તેવા એંધાણ છે.

12 હજારથી સસ્તા મોબાઈલ પર જ કેમ પ્રતિબંધ?

હવે એ પણ જાણી લો કે શા માટે માત્ર 12,000થી સસ્તા ફોનને જ ટાર્ગેટ કરવામાં આવશે. હકીકતમાં, ભારતમાં વેચાતા ફોનમાં 12,000 રૂપિયા અથવા $150ના મોબાઈલ ફોન ત્રીજા સ્થાને છે. તે જૂન 2022 ક્વાટરના આંકડા દર્શાવે છે કે ભારતમાં લગભગ 80 ટકા ચાઈનીઝ કંપનીઓ મોબાઈલ ફોનની આ રેન્જ પર કબજો કર્યો છે.

હવે Xiaomiને આ સમાચારની જાણ થતાં જ તેની કફોડી થવા લાગી છે. હોંગકોંગના શેરબજારે આનો સંકેત આપ્યો છે. સોમવારે, Xiaomiમાં હોંગકોંગના સ્ટોકમાં મોટો ઘટાડો જોવા મળ્યો. તેના શેર એક જ દિવસમાં 3.6% ઘટ્યા હતા. આ સાથે જ Xiaomiના શેર આ વર્ષે 35% ઘટીને નીચે જઈ રહ્યા છે. ભારતની મોદી સરકાર ચાઈનીઝ મોબાઈલ કંપનીઓ સામે શું, ક્યારે અને શું પગલાં લેશે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ સૂત્રોમાંથી આવી રહેલા સમાચારે ચીનની કંપનીઓમાં હલચલ મચાવી દીધી છે.

ચીની કંપનીઓની કરચોરી પર કાર્યવાહી

તમને એ પણ ખબર હશે કે કેવી રીતે ચીનની કંપનીઓ પર ટેક્સ અને કસ્ટમ ડ્યૂટીની ચોરીનો આરોપ લગાવવામાં આવ્યો છે. રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા તપાસ ચાલી રહી છે. સરકારે ખુદ સંસદમાં જવાબ આપ્યો કે ચીનની ત્રણ મોટી કંપનીઓ ઓપ્પો, શાઓમી અને વિવો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કરચોરી માટે કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. ચીનની વધુ કંપનીઓને પણ ચિંતા છે કે સરકાર ભવિષ્યમાં વધુ કડક પગલાં લઈ શકે છે. તમને યાદ હશે કે ભારત સરકારે પ્રખ્યાત ચીની કંપની Huawei ટેકનોલોજી અને ZTE કોર્પોરેશન પર પ્રતિબંધ મૂક્યો હતો. આ કંપનીઓ ભારતમાં 5G સાધનોનું વેચાણ પણ કરી શકશે નહીં.

જો ચીનની કંપનીઓ પર પ્રતિબંધ લાગે છે તો Lava અને Micromax જેવી સ્થાનિક કંપનીઓના દિવસો પાછા આવી શકે છે. આ કંપનીઓના માર્કેટમાં ચીનની કંપનીઓએ સૌથી વધુ ફટકો માર્યો છે કારણ કે 10-12 હજારના સેગમેન્ટમાં ભારતની આ બંને કંપનીઓ સારા ફોન બનાવે છે, પરંતુ આકર્ષક ફીચર્સમાં આ મોબઇલ હજુ પાછળ છે.

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">