AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નોકરી બદલી છે ? PF ટ્રાન્સફર નહી કર્યું હોય તો થઈ શકે છે ‘ભારે નુકસાન’

ખાનગી નોકરી કરતા લોકો માટે EPFO એક વિશ્વસનીય યોજના છે. આ યોજના રિટાયરમેન્ટ પછી ઘણી કામ લાગે છે. જણાવી દઈએ કે, EPFOમાં જમા કરાયેલા પૈસા પર સારું એવું વ્યાજ મળી આવે છે પણ તમે ક્યારેય વિચાર્યું કે, જો હું નોકરી બદલીશ તો EPFO ખાતામાં વ્યાજ મળશે કે નહી?

નોકરી બદલી છે ? PF ટ્રાન્સફર નહી કર્યું હોય તો થઈ શકે છે 'ભારે નુકસાન'
| Updated on: May 05, 2025 | 3:12 PM
Share

ખાનગી નોકરી કરતા લોકો માટે EPFO એક વિશ્વસનીય યોજના છે. આ યોજના રિટાયરમેન્ટ પછી ઘણી કામ લાગે છે. એવામાં હાલના સમયમાં જો તમે નોકરી બદલી છે અને જૂના EPFO ખાતાને નવી કંપનીમાં ટ્રાન્સફર નથી કર્યું તો તમારા મનમાં એક સવાલ તો થશે જ કે, શું મને જૂના EPFO ખાતા પર વ્યાજ મળશે કે નહીં? તો ચાલો જાણીએ કે, જૂના EPFO ખાતા પર વ્યાજ મળશે કે નહીં.

નવી કંપનીમાં કોઈ ઓટોમેટિક ટ્રાન્સફર નથી

જ્યારે તમે નોકરી બદલો છો ત્યારે તમારું EPFO ખાતું આપમેળે નવી કંપનીમાં ટ્રાન્સફર થતું નથી. આ માટે તમારે EPFO ​​મેમ્બર સર્વિસ પોર્ટથી ટ્રાન્સફર પ્રોસેસ શરૂ કરવી પડશે. જ્યાં સુધી તમે આ નહીં કરો ત્યાં સુધી તમારા પૈસા જૂના EPFO ખાતામાં જ રહેશે. તમારો UAN નંબર પણ એ જ રહે છે પરંતુ ખાતું ટ્રાન્સફર થતું નથી.

વ્યાજ મળતું બંધ થઈ જાય

EPFOના નિયમો અનુસાર, જો તમારું EPFO ખાતું નિષ્ક્રિય હોય તો તે 36 મહિના એટલે કે 3 વર્ષ માટે વ્યાજ આપે છે. આ વ્યાજની ગણતરી છેલ્લા EPFO યોગદાનમાંથી કરવામાં આવે છે. જો 36 મહિના સુધી કોઈ યોગદાન આપવામાં ન આવે અને કર્મચારી નોકરી કરતો ન હોય અથવા નિવૃત્ત થઈ ગયો હોય તો ખાતું નિષ્ક્રિય થઈ જાય છે અને તેના પર વ્યાજ મળતું બંધ થઈ જાય છે.

વ્યાજ ફક્ત ત્રણ વર્ષ માટે જ મળશે

જો તમે નોકરી બદલ્યા પછી તમારું EPFO ખાતું ટ્રાન્સફર ન કર્યું હોય તો તમને જૂના ખાતા પર ફક્ત ત્રણ વર્ષ માટે વ્યાજ મળશે. તે પછી વ્યાજ મળતું બંધ થઈ જશે. જેનાથી તમને નુકસાન પહોંચશે. જણાવી દઈએ કે, નાણાકીય વર્ષ 2024-25 માટે EPFO ​​એ 8.25 ટકાના વ્યાજ દરને મંજૂરી આપી છે.

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. આ વ્યવસાયમાં તે તમામ માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">