ચાલુ નાણાકીય વર્ષમાં 8 સરકારી કંપનીઓ શેર બાયબેક યોજના લાવી શકે છે
આઠ સરકારી કંપનીઓ ચાલુ નાણાકીય વર્ષમાં શેર બાયબેક્સ લાવી શકે છે. સૂત્રો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા આ કંપનીઓને સૂચના આપી દેવાઈ છે . સરકારે આ શેર બાયબેક લાવવા 31 માર્ચ 2021 સુધીની સમયમર્યાદા પણ નક્કી કરી લીધી છે. બજાર નિષ્ણાતો અનુસાર શેર બાયબેક્સ કંપની અને રોકાણકારો બંને માટે ફાયદાકારક છે. રોકાણકારો માટે શેરની કિંમત વધુ […]


તાજેતરમાં ઘણી કંપનીઓ બાયબેક ઓફરો સાથે બજારમાં આવી છે . કંપનીઓ પાસે જયારે રોકડ હોય છે ત્યારે તેઓ બજારમાંથી શેર ખરીદીને પોતાનો હિસ્સો વધારતા હોય છે. કંપની પર કંટ્રોલ પાવર વધારવા આ હિસ્સો વધારવામાં આવે છે. પ્રમોટરો હંમેશાં કંપનીમાં 51 ટકાથી વધુનો હિસ્સો પોતાની પાસે રાખવા માંગતા હોય છે. તાજેતરમાં વેદાંત, TCS અને વિપ્રો જેવી કંપનીઓ શેર બાયબેક્સ લાવી હતી. સૂત્રો અનુસાર રાજકોષીય ખોટને ઓછું કરવા માટે કેન્દ્ર સરકારે 8 સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને તેમના શેર બાયબેક કરવા કહ્યું છે. નાણાકિયા વર્ષ 2020-21માં ઓછામાં ઓછી આઠ સરકારી કંપનીઓ શેર બાયબેક્સ લાવી શકે છે. શેર બાયબેક રણનીતિનું એક મહત્વપૂર્ણ સાધન મનાય છે. આ કંપનીઓના શેરના માર્કેટ પ્રાઇસ સુધારવામાં બાયબેક મદદ કરે છે.
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2020-21 માટે Fiscal deficitનું લક્ષ્યા GDPના 3.5 ટકાના બરાબર નક્કી કર્યું છે પરંતુ સરકાર આ લક્ષ્યાંકની નજીક પણ પહોંચી શકી નથી. Fiscal Deficit આ વર્ષે GDPના 6 થી 7 ટકા રહેવાની આશંકા છે. સરકાર ભારત પેટ્રોલિયમ (BPCL) અને એર ઈન્ડિયા (Air India)નું ખાનગીકરણ કરવા માંગે છે. ઑઇલ સેક્ટરની કેટલીક કંપનીઓમાં સરકાર હિસ્સો વેચશે નહિ અથવા કંપનીયો બાઇબેક લાવશે નહિ કારણ કે તેમાં સરકારની હિસ્સેદારી ફક્ત 51 ટકા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
