જિઓ પ્લેટફોર્મમાં ગૂગલની હિસ્સેદારીની ડીલને CCI એ લીલી ઝંડી આપી
જાયન્ટ ઈન્ટરનેટ કંપની ગુગલ મુકેશ અંબાણીના જિઓ પ્લેટફોર્મ પર 7.73% હિસ્સો ખરીદી શકશે. ભારતના કોમ્પિટિશન કમિશન CCI એ ક ટ્વીટમાં આ દરખાસ્તને મંજૂરીની ઘોષણા કરી છે. જુલાઈમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગૂગલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેક્નોલજી સાહસમાં 7.7 ટકા હિસ્સો ખરીદવા માટે 33737 કરોડ રૂપિયા રોકાણ માટે તૈયાર થયું છે. એક મર્યાદા કરતા મોટા […]
જાયન્ટ ઈન્ટરનેટ કંપની ગુગલ મુકેશ અંબાણીના જિઓ પ્લેટફોર્મ પર 7.73% હિસ્સો ખરીદી શકશે. ભારતના કોમ્પિટિશન કમિશન CCI એ ક ટ્વીટમાં આ દરખાસ્તને મંજૂરીની ઘોષણા કરી છે. જુલાઈમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગૂગલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટેક્નોલજી સાહસમાં 7.7 ટકા હિસ્સો ખરીદવા માટે 33737 કરોડ રૂપિયા રોકાણ માટે તૈયાર થયું છે. એક મર્યાદા કરતા મોટા સોદા માટે CCIની મંજૂરી આવશ્યક છે. કમિશન બિઝનેસ જગતના તમામ ક્ષેત્રોમાં સ્પર્ધા ઘટાડવા માટેની પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. ઇન્ડિયા ડિજિટાઇઝેશન ફંડ માટે ગુગલનું આ પહેલું રોકાણ છે
ઇન્ડિયા ડિજિટાઇઝેશન ફંડ ભારતના ડિજિટલ ઈકોનોમીને વેગ આપવા કાર્યરત છે. ફંડ આગામી 5-7 વર્ષમાં ભારતની ડિજિટલ અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે કામ કરવાનો ઇરાદો ધરાવે છે. આ માટે ફંડ શેર રોકાણ, ભાગીદારી અને ઓપરેશનલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોસિસ્ટમ રોકાણનો ઉપયોગ કરશે.
સસ્તા સ્માર્ટફોન બનાવવા માટે ગૂગલ અને જિઓ પ્લેટફોર્મ વચ્ચે એક કરાર થયો છે. સસ્તા સ્માર્ટફોન વિકસાવવા માટે ગૂગલ અને જિઓ પ્લેટફોર્મ વચ્ચે એક વ્યાપારી કરાર થયો છે. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ અને પ્લે સ્ટોરનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવશે. કરાર અંગે ગુગલે અગાઉ કહ્યું હતું કે તેઓ ભારતમાં જે ઇનોવેશન કરવા જઈ રહ્યા છે તે વિશ્વભરમાં વિસ્તૃત થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો