AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેનેરા બેંકે આ સેવાઓના ચાર્જમાં ફેરફાર કર્યો, જાણો કેટલી મોંઘી સેવાઓ

બેંક અનુસાર સરેરાશ મિનિમમ બેલેન્સ ન રાખવા પર ગ્રામીણ વિસ્તારોમાં 500 રૂપિયા, શહેરો અને નાના શહેરોમાં 1000 રૂપિયા અને મેટ્રોમાં 2000 રૂપિયા ફી લેવામાં આવશે. બીજી તરફ એક મહિનામાં સરેરાશ બેલેન્સ ન રાખવા માટે શહેરોમાં 45 રૂપિયાથી 1999 રૂપિયા સુધીની ફી વસૂલવામાં આવશે

કેનેરા બેંકે આ સેવાઓના ચાર્જમાં ફેરફાર કર્યો, જાણો કેટલી મોંઘી સેવાઓ
Canara Bank
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 6:59 AM
Share

જો તમે કેનેરા બેંકના ગ્રાહક છો અથવા કેનેરા બેંકમાં તમારું ખાતું ખોલવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. આ  બેંકે તેની કેટલીક સેવાઓ પરના શુલ્કમાં ફેરફાર કર્યો છે. બેંક અનુસાર આ તમામ સેવાઓ કે જેના શુલ્ક બદલાયા છે તે નોન ક્રેડિટ અને નોન ફોરેક્સ સેવાઓ છે. બેંકે માહિતી આપી છે કે તેણે ચેક રિટર્ન ચાર્જ, ECS ડેબિટ ચાર્જ, ખાતામાં લઘુત્તમ રકમથી ઓછી રકમ રાખવા માટેના શુલ્ક, લેજર ફોલિયો ચાર્જ સાથે ઈન્ટરનેટ અને મોબાઈલ બેંકિંગ સેવા દ્વારા ફંડ ટ્રાન્સફર ફીમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ચેક રીટર્ન ચાર્જીસમાં વધારો

જો ટેકનિકલ કારણોસર ચેક રિટર્ન થાય છે, તો ગ્રાહકે તેના માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. જો કે, જો સમીક્ષા બાદ રૂ. 1000 કરતા ઓછાનો ચેક પરત કરવામાં આવે તો રૂ. 200 વસૂલવામાં આવશે. 10 લાખથી ઓછી કિંમતના ચેક પર રૂ. 300 તો  10 થી 50 લાખ રૂપિયા સુધીના ચેક પર 500 રૂપિયા, રૂપિયા 50 લાખથી 1 કરોડ રૂપિયા સુધીના ચેક પર 1000 રૂપિયા અને 1 કરોડ રૂપિયાથી વધુના ચેક પર 2000 રૂપિયાની ફી વસૂલવામાં આવશે.

ECS (ડેબિટ રિટર્ન)

ઈલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ દ્વારા લોકો રોકાણથી લઈને લોનની ચુકવણી સુધીની સેવાઓ લે છે જેમાં એક નિશ્ચિત તારીખે ગ્રાહકના ખાતામાંથી ચોક્કસ રકમ કાપવામાં આવે છે. જો કે, ઘણી વખત ખાતામાં પૈસા ન હોવાને કારણે પૈસા કપાતા નથી જેના પર બેંક ચાર્જ વસુલે છે. ECS ડેબિટના રિટર્ન પર જો રકમ 1000 રૂપિયાથી ઓછી હોય તો 300 રૂપિયા, જો રકમ 1000 રૂપિયાથી 5000 રૂપિયાની વચ્ચે હોય તો રૂપિયા 400, 5 હજાર અને 10 હજારની વચ્ચે રૂપિયા 450, એક લાખથી ઓછી પરંતુ 10 હજારથી વધુના  ECS ડેબિટ રિટર્ન પર રૂ. 475 ફી ચૂકવવાની રહેશે.

બેંક ખાતામાં ન્યૂનતમ રકમનો નવો નિયમ

બેંક અનુસાર સરેરાશ મિનિમમ બેલેન્સ ન રાખવા પર ગ્રામીણ વિસ્તારોમાં 500 રૂપિયા, શહેરો અને નાના શહેરોમાં 1000 રૂપિયા અને મેટ્રોમાં 2000 રૂપિયા ફી લેવામાં આવશે. બીજી તરફ એક મહિનામાં સરેરાશ બેલેન્સ ન રાખવા માટે શહેરોમાં 45 રૂપિયાથી 1999 રૂપિયા સુધીની ફી વસૂલવામાં આવશે જેના પર GST પણ વસૂલવામાં આવશે. જ્યારે શહેરો અને નાના શહેરોમાં 45 રૂપિયાથી 999 રૂપિયા અને ગામડાઓમાં 45 રૂપિયાથી 499 રૂપિયા સુધી GST વસૂલવામાં આવશે.

મોબાઈલ અને ઈન્ટરનેટ દ્વારા ફંડ ટ્રાન્સફર

1000 રૂપિયાથી ઓછા ટ્રાન્સફર પર કોઈ ચાર્જ નહીં લાગે. જ્યારે રૂ. 1000 થી રૂ. 10000ની વચ્ચેના ફંડ ટ્રાન્સફર પર રૂ. 3, રૂપિયા 25 હજારથી  10 હજારથી વચ્ચેના ફંડ ટ્રાન્સફર પર રૂ. 5 અને રૂ. 1 લાખથી ઓછાના ફંડ ટ્રાન્સફર પર રૂ. 8, રૂ. 1 થી 2 લાખની વચ્ચેના રૂ. 15, 20 રૂપિયા ટ્રાન્સફર ફી 2 થી 5 લાખ રૂપિયાની વચ્ચેની રકમ માટે  વસૂલવામાં આવશે. આ સાથે મોબાઈલ નંબર, ઈમેલ, એડ્રેસ વગેરેમાં ફેરફાર કરવા માટે 50 રૂપિયાની ફી લેવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">