શું ખરેખર ચંદ્ર પર જમીન ખરીદી શકાય ? અહીં જાણો ચંદ્ર પર જમીન ખરીદી અંગે તમામ વિગત

ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર ઉતરી ગયું છે. હવે સવાલ એ ઊભો થાય છે કે જે લોકોએ ચંદ્ર પર જમીન ખરીદી છે તેમને તે કેવી રીતે અને ક્યારે મળશે? આવો જાણીએ ચંદ્રની ધરતી પર કોનો કેટલો અધિકાર છે.

શું ખરેખર ચંદ્ર પર જમીન ખરીદી શકાય ? અહીં જાણો ચંદ્ર પર જમીન ખરીદી અંગે તમામ વિગત
Moon Land
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2023 | 3:04 PM

શું તમે પણ ચંદ્ર પર જમીન ખરીદી છે? અથવા ખરીદવાની યોજના બનાવી રહ્યા છો? તો આ સમાચાર તમારા કામના છે.જ્યારથી ચંદ્રયાન 3 જ્યારથી ચંદ્ર પર પહોંચ્યુ છે, ત્યારથી ચંદ્રની સપાટી પર જમીન ખરીદવાની ચર્ચા તેજ થઈ ગઈ છે. જો કે,ચંદ્ર પર જમીન અને પ્લોટ ખરીદવાના દાવાઓ ઘણા સમયથી ચાલી રહ્યા છે, મોટી હસ્તીઓથી લઈને સામાન્ય માણસો અહીં જમીન ખરીદવાના દાવા કરે છે. લોકો માને છે કે તેઓ ખૂબ જ ઓછી કિંમતે ચંદ્ર પર જમીન ખરીદી શકે છે. પરંતુ શું તે ખરેખર શક્ય છે? શું ચંદ્ર પર જમીન ખરીદી શકાય છે? ફેક્ટ ચેકિંગ વેબસાઈટ અને ડિફેન્સ એન્ડ એરોસ્પેસ એક્સપર્ટના મામલામાં અભિપ્રાય સાવ અલગ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને મૂન લેન્ડ સંબંધિત તમામ સવાલોના જવાબ આપીએ છીએ.

આ પણ વાંચો : ISROએ પ્રજ્ઞાન રોવરનો નવો Video કર્યો શેર, ‘શિવશક્તિ’ પોઈન્ટ પર ચંદ્રના રહસ્યો જોઈ રહ્યું છે રોવર

સંરક્ષણ અને એરોસ્પેસ નિષ્ણાત ગિરીશ લિંગાન્ના આ વિશે સંપૂર્ણપણે અલગ અભિપ્રાય ધરાવે છે. તેઓ કહે છે કે, ચંદ્ર સહિત બાહ્ય અવકાશ પર કોઈની માલિકી નથી. 1967માં અમલમાં આવેલી સંધિમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે દરેકનો સામાન્ય વારસો છે. કોઈની ખાનગી મિલકત નથી. ચંદ્ર પર જમીન ખરીદવી શક્ય નથી. જ્યારે ત્યાં કોઈ માલિક નથી ત્યારે જમીન કેવી રીતે વેચી શકાય?

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

શું તમે ખરેખર ચંદ્ર પર જમીન ખરીદી શકો છો?

સંરક્ષણ અને એરોસ્પેસ નિષ્ણાત ગિરીશ લિંગાન્ના આ વિશે સંપૂર્ણપણે અલગ અભિપ્રાય ધરાવે છે. તેઓ કહે છે કે, ચંદ્ર સહિત બાહ્ય અવકાશ પર કોઈની માલિકી નથી. 1967માં અમલમાં આવેલી સંધિમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે દરેકનો સામાન્ય વારસો છે. કોઈની ખાનગી મિલકત નથી. ચંદ્ર પર જમીન ખરીદવી શક્ય નથી. જ્યારે ત્યાં કોઈ માલિક નથીત્યારે જમીન કેવી રીતે વેચી શકાય?

આ મુજબ ચંદ્ર પર જમીન ખરીદી શકાતી નથી. 10 ઓક્ટોબર 1967 ના રોજ અમલમાં આવેલી આઉટર સ્પેસ ટ્રીટી અનુસાર, ચંદ્ર કોઈની ખાનગી મિલકત નથી. આ માત્ર એક પ્રતીકાત્મક ચિહ્ન છે. તેને કોઈ કાનૂની માન્યતા નથી.

કોણે ચંદ્ર પર જમીન ખરીદી ?

સુશાંત સિંહ રાજપૂતથી લઈને શાહરૂખ ખાન અને ઘણા સામાન્ય માણસોએ ચંદ્ર પર જમીન ખરીદવાના દાવા કર્યા છે. સુશાંત સિંહ રાજપૂતે ચંદ્રનો જે વિસ્તાર ખરીદ્યો છે તેને મેર મસ્કોવિયેન્સ અથવા સી ઓફ મસ્કોવી કહેવામાં આવે છે. એ જ રીતે, ચંદ્રની સપાટી પર એક ખાડો પણ શાહરૂખના નામ પર રાખવામાં આવ્યો હતો.

એક એકરની કિંમત

દાવા મુજબ, ચંદ્ર પર એક એકર જમીનની કિંમત અંદાજે US$ 42.5 છે, જે અંદાજે 3430 રૂપિયા છે. મતલબ કે જો તમે 2 બેડરૂમના એપાર્ટમેન્ટ જેટલી મોટી જમીન ખરીદો તો તેની કિંમત 35 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">