Budget 2024: કેપિટલ ગેઇન્સ અંગેના નિયમો બદલાયા, ₹1.25 લાખ સુધીના નફા પર LTCG ટેક્સ લાગશે નહીં!

|

Jul 23, 2024 | 1:27 PM

Budget Capital Gains Tax: નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ રજૂ કરતી વખતે કેપિટલ ગેઈન ટેક્સમાં ફેરફારની જાહેરાત કરી હતી. બજેટમાં તમામ પ્રકારની નાણાકીય સંપત્તિઓ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સ 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન (STCG) ટેક્સ હવે વધારીને 20 ટકા કરવામાં આવ્યો છે.

Budget 2024: કેપિટલ ગેઇન્સ અંગેના નિયમો બદલાયા, ₹1.25 લાખ સુધીના નફા પર LTCG ટેક્સ લાગશે નહીં!
Capital Gains Tax

Follow us on

Budget Capital Gains Tax: નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે બજેટ રજૂ કરતી વખતે કેપિટલ ગેઈન ટેક્સમાં ફેરફારની જાહેરાત કરી હતી. બજેટમાં તમામ પ્રકારની નાણાકીય સંપત્તિઓ પર લોંગ ટર્મ કેપિટલ ગેઈન (LTCG) ટેક્સ 10 ટકાથી વધારીને 12.5 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે. અમુક સંપત્તિ પર શોર્ટ-ટર્મ કેપિટલ ગેન્સ (STCG) ટેક્સ હવે 20 ટકા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત લોન્ગટર્મ કેપિટલ ગેઇનમાં મુક્તિ મર્યાદા હવે 1 લાખ રૂપિયાથી વધારીને 1.25 લાખ રૂપિયા કરવામાં આવી છે. બજેટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એક વર્ષ કે તેથી વધુ સમય માટે લિસ્ટેડ નાણાકીય અસ્કયામતો હોલ્ડિંગને લાંબા ગાળાના રોકાણ તરીકે ગણવામાં આવશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 23 જુલાઈના રોજ તેમના બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, “હવેથી, કેટલીક નાણાકીય સંપત્તિઓ પર શોર્ટ ટર્મ કેપીટલ ગેઇન 20 ટકાનો ટેક્સ રેટ લાગુ કરવામાં આવશે. બાકિ બધા ફાઇનાશિયલ એસેટ્સ અને નોન ફાઇનાશિયલ એસેટ્સ પર ટેક્સ સ્લેબના હિસાબથી ટેક્સ લાગુ થશે.

કેપિટલ ગેઈન પર હવે 10 ટકાથી લઈને વધુમાં વધુ 30 ટકા સુધીના દરે કર લાદવામાં આવે છે. કર દર તેના હોલ્ડિંગ સમયગાળા પર આધાર રાખે છે. સામાન્ય રીતે, જો વપરાશકર્તાઓએ એક વર્ષથી ઓછા સમય માટે શેર અથવા અન્ય કોઈપણ નાણાકીય સંપત્તિમાં રોકાણ કર્યું હોય, તો તેમણે શોર્ટ ટર્મ કેપિટલ ટેક્સ ચૂકવવો પડશે. જ્યારે હોલ્ડિંગનો સમયગાળો એક વર્ષથી વધુ હોય તો તેણે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

જો તમે એક વર્ષ કે તેથી વધુ સમય પછી ઇક્વિટી શેર અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વેચો છો, તો તમારી પાસેથી 15 ટકાના દરે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ (STCG) ટેક્સ વસૂલવામાં આવશે.

Next Article