Budget 2024: દેશનું બજેટ તૈયાર કરવામાં રાખવામાં આવે છે ખાસ બાબતોનું ધ્યાન, જાણો આ બાબતો કઇ છે

|

Jul 12, 2024 | 8:41 AM

બજેટની તૈયારી માટે નાણામંત્રી મહેસૂલ વિભાગ, ઉદ્યોગ સંઘ, ખેડૂત સંઘ, વેપારી સંઘ, અર્થશાસ્ત્રી વગેરે જેવા વિવિધ ક્ષેત્રોના હિતધારકો સાથે ચર્ચા કરે છે. આ ઉપરાંત દેશના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ અને સંગઠનો સાથે પણ વાતચીત કરવામાં આવે છે.

Budget 2024: દેશનું બજેટ તૈયાર કરવામાં રાખવામાં આવે છે ખાસ બાબતોનું ધ્યાન, જાણો આ બાબતો કઇ છે

Follow us on

નાણાકીય વર્ષ 2024-25નું બજેટ ખૂબ જ ખાસ રહેવાનું છે. જેનું કારણ છે આ વર્ષે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ રજૂ થવાનું છે. જેના માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ પ્રી-બજેટ બેઠકો કરી રહ્યા છે. આ બેઠકો બજેટની તૈયારીના મહત્વના ભાગ છે.

બજેટની તૈયારી માટે નાણામંત્રી મહેસૂલ વિભાગ, ઉદ્યોગ સંઘ, ખેડૂત સંઘ, વેપારી સંઘ, અર્થશાસ્ત્રી વગેરે જેવા વિવિધ ક્ષેત્રોના હિતધારકો સાથે ચર્ચા કરે છે. આ ઉપરાંત દેશના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ અને સંગઠનો સાથે પણ વાતચીત કરવામાં આવે છે. બજેટની તૈયારી માટે વિવિધ મંત્રાલયો, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્વાયત્ત સંસ્થાઓ પાસેથી પણ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે.

કેવી રીતે તૈયાર થાય છે બજેટ ?

આર્થિક બાબતોના વિભાગ દ્વારા બજેટની તૈયારી માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવે છે, જેમાં તમામ અંદાજિત નાણાકીય ખર્ચની માહિતી હોય છે. જે બાદ વિવિધ મંત્રાલયો વચ્ચે રકમની ચર્ચા થાય છે. બાદમાં નાણા મંત્રાલય અન્ય મંત્રાલયો સાથે બેઠક થાય છે અને બ્લૂ પ્રિન્ટ તૈયાર કરે છે. પછી તમામ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ ભંડોળની ફાળવણી માટે નાણાં મંત્રાલય સાથે ચર્ચા કરે છે. આ પ્રક્રિયા બજેટની તૈયારીનું મુખ્ય પાસું છે, જેમાં અન્ય મંત્રાલયો અને નાણા મંત્રાલય વચ્ચે સમજૂતી થાય છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

બજેટમાં આ બાબતો પર સરકારનું ખાસ ધ્યાન

સરકારની આવકના મુખ્ય સ્ત્રોત કર, આવક, દંડ, સરકારી ફી, ડિવિડન્ડ વગેરે છે. દર વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ થતા કેન્દ્રીય બજેટ દ્વારા સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોમાં રોકાણ, આવકના સ્ત્રોતમાં વધારો અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે. વધુમાં, સરકાર ગરીબી અને બેરોજગારી ઘટાડવાની યોજના બનાવે છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં રોકાણ કરે છે.

બજેટનો ઈતિહાસ શું છે?

આઝાદી પછી ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જે પ્રથમ નાણામંત્રી ષણમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. ભારત પ્રજાસત્તાક બન્યા પછી, પ્રથમ કેન્દ્રીય બજેટ 28 ફેબ્રુઆરી 1950 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. બ્રિટિશ શાસન દરમિયાન, ભારતનું પ્રથમ બજેટ 7 એપ્રિલ 1860 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જે બ્રિટિશ સરકારના નાણાં પ્રધાન જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

 

Next Article