AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બજેટ 2021 તૈયારી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી પર ભાર મૂકવાના આયોજન અંગે નાણામંત્રીએ સંકેત આપ્યો

નાણાકીય વર્ષ 2021-22નું બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થવાની સંભાવના છે.કોરોને અર્થતંત્રની કમરતોડી છે ત્યારે બજેટ મોટો આધાર રાખશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે મંગળવારે કહ્યું કે, આગામી બજેટ માં માળખાકીય સુવિધાઓ પર ખર્ચ જાળવવા પર ભાર મૂકવામાં આવશે. નાણાં પ્રધાનનું માનવું છે કે અર્થવ્યવસ્થામાં આ પગલાંનો મોટો પ્રભાવ જોવા મળશે. નિર્મલા સીતારામને કહ્યું હતું કે, […]

બજેટ 2021 તૈયારી, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતી પર ભાર મૂકવાના આયોજન અંગે નાણામંત્રીએ સંકેત આપ્યો
Ankit Modi
| Edited By: | Updated on: Dec 16, 2020 | 8:53 AM
Share

નાણાકીય વર્ષ 2021-22નું બજેટ 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થવાની સંભાવના છે.કોરોને અર્થતંત્રની કમરતોડી છે ત્યારે બજેટ મોટો આધાર રાખશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે મંગળવારે કહ્યું કે, આગામી બજેટ માં માળખાકીય સુવિધાઓ પર ખર્ચ જાળવવા પર ભાર મૂકવામાં આવશે. નાણાં પ્રધાનનું માનવું છે કે અર્થવ્યવસ્થામાં આ પગલાંનો મોટો પ્રભાવ જોવા મળશે.

નિર્મલા સીતારામને કહ્યું હતું કે, સરકારને આગામી બજેટ સંદર્ભે વિવિધ ક્ષેત્રના તમામ પ્રકારના મહત્વપૂર્ણ સૂચનો મળી રહ્યા છે. 2021-22ના બજેટ માટે બોર્ડ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોચેમ ફાઉન્ડેશન વીક (Assocham Foundation Week)ને સંબોધન કરતાં આ વાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવારે આ કાર્યક્રમને સંબોધન કરશે.

Indian economy hits better-than-expected recovery: Oxford Economics સીતારમણે પ્રાસંગિક ઉદબોધનમાં કહ્યું કે, 2020-21ના બજેટના અંદાજમાં સરકારી ઉધાર 7 લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ હતો, પરંતુ પાછળથી તેમાં ફેરફાર કરીને 12 લાખ કરોડ કરવામાં આવ્યા છે. નાણા પ્રધાને કોરોના રોગચાળાને પહોંચી વળવા સરકારે લીધેલા પગલાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સરકાર અને આરબીઆઈએ આ રોગચાળાને પહોંચી વળવા માટે અત્યાર સુધીમાં 30 લાખ કરોડની જોગવાઈ કરી છે.

us iran tension pushing up crude oil price double challenge for indian economy america ane iran ni vache tanav indian economy mate double tension સીતારમણે સ્વીકાર્યું કે ઘણા સ્તરે હજી પણ ઘણી સમસ્યાઓ છે, પરંતુ તે એ બાબતને લઈ તેમણે સંતોષ વ્યક્ત કર્યો કે ઉદ્યોગ મંડળ , સરકાર અને અન્ય પક્ષો વચ્ચે વિવિધ ઇનપુટ્સની આપ-લે સાથે પરિસ્થિતિ સુધરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણી અર્થવ્યવસ્થામાં વિકાસ જોવા મળશે તેમ સીતારામને કહ્યું હતું.

અગાઉ, નાણામંત્રીએ સામાન્ય બજેટ 2021-22 અંગે સોમવારથી વિવિધ ક્ષેત્રના સભ્યો સાથે પૂર્વ-બજેટ ચર્ચાઓ શરૂ કરી હતી. પ્રથમ દિવસે એટલે કે 14 ડિસેમ્બર 2020 માં, તેમણે પૂર્વ બજેટ ચર્ચા માટે ઉદ્યોગ સંગઠનો સીઆઈઆઈ, ફિક્કી અને એસોચામ સહિત અન્ય ઉદ્યોગ ચેમ્બરો સાથે બેઠક યોજી હતી. આ સમયગાળા દરમિયાન રોજગાર અને રોકાણ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થકેર પર સરકારી ખર્ચમાં વધારો કરવાની ભલામણ કરવામાં આવી હતી.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">