BSE વિશ્વના 15 પ્રમુખ શેર બજારોમાં બીજા નંબરે, માર્કેટ કેપની દ્રષ્ટિએ કેનેડા અને સાઉદી અરેબિયાને પાછળ પાડયા

સ્થાનિક બજારમાં અત્યાર સુધીમાં રોકાણકારોને આશરે 7% જેટલું વળતર મળ્યું છે. આ સંદર્ભમાં ભારતીય શેર બજાર (Stock Market) વિશ્વમાં વળતરની દ્રષ્ટિએ બીજા સ્થાને પહોંચ્યું છે.

BSE વિશ્વના 15 પ્રમુખ શેર બજારોમાં બીજા નંબરે, માર્કેટ કેપની દ્રષ્ટિએ કેનેડા અને સાઉદી અરેબિયાને પાછળ પાડયા
Stock Market
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Feb 09, 2021 | 11:44 AM

સ્થાનિક બજારમાં અત્યાર સુધીમાં રોકાણકારોને આશરે 7% જેટલું વળતર મળ્યું છે. આ સંદર્ભમાં ભારતીય શેર બજાર (Stock Market) વિશ્વમાં વળતરની દ્રષ્ટિએ બીજા સ્થાને પહોંચ્યું છે. વિશ્વના ટોચના 15 બજારોમાં હોંગકોંગનું માર્કેટ ટોચનું સ્થાન છે જેણે અત્યાર સુધીમાં 8% વળતર આપ્યું છે. જોકે માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારતનું માર્કેટ આ યાદીમાં 7 મા ક્રમે છે.

ભારતીય બજારોમાં રેકોર્ડ તેજી 8 ફેબ્રુઆરીએ શેર બજાર સતત 6 દિવસ તેજી દર્જ કરી બંધ રહ્યો હતો. 1 ફેબ્રુઆરીએ બજેટ બાદથી આ વધારો ચાલુ છે. આ સમયગાળા દરમિયાન, સેન્સેક્સ 51 હજાર અને નિફ્ટી 15 હજારની રેકોર્ડ સપાટીને પાર કરી ગયો છે. એક્સચેંજમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ વધીને રૂ.203 લાખ કરોડ થઈ ગઈ છે.

માર્કેટ કેપની દ્રષ્ટિએ ભારત ૭મું સૌથી શેરબજાર સૂત્રો અનુસાર, ભારતીય શેરબજાર કેનેડા, જર્મની અને સાઉદી અરેબિયા કરતાં મોટું છે. લગભગ 11 મહિના પછી, ભારતે કેનેડાને પાછળ છોડી દીધું છે, જે હાલમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ 8 મા ક્રમે છે. અપેક્ષા કરવામાં આવે છે કે ભારત ટૂંક સમયમાં ફ્રાન્સને હરાવી શકે છે જેની માર્કેટ કેપ 2.86 લાખ કરોડ ડોલર છે કારણ કે શુક્રવારે ભારતનું માર્કેટ કેપ 2.7 લાખ કરોડ ડોલર હતું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

હજી પણ બજારમાં વૃદ્ધિની અપેક્ષા બજાર વિશ્લેષકોના મતે, આગામી ક્વાર્ટર્સમાં ભારતની અર્થવ્યવસ્થામાં સુધારો થશે. પરિણામે, શેરબજારમાં સકારાત્મક વૃદ્ધિ થઈ શકે છે. તેનાથી બજારના કદમાં પણ વધારો થશે. યુરોપમાં કોરોના અસર હજી ઓછી થઈ નથી.

વિદેશી રોકાણોને કારણે બજારનું કદ વધતું જાય છે ભારે વિદેશી રોકાણને કારણે ભારતીય શેરબજારનું કદ વધી રહ્યું છે. NSDLના ડેટા અનુસાર, 2021 માં અત્યાર સુધીમાં 29.54 હજાર કરોડ રૂપિયાનું ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ (FPI) થઈ ચૂક્યું છે. ઉભરતા બજારોમાં રોકાણના મામલે ભારત બીજા સ્થાને છે. બ્રાઝિલનું મહત્તમ બજાર 32.83 હજાર કરોડની FPI પર પહોંચી ગયું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">