Breaking news: અમેરિકાના રાજદૂતે એવું તો શું કહ્યું છે માર્કેટ 200 પોઈન્ટ ઉપર ઉઠ્યું? જાણો અહીં
અમેરિકાના રાજદૂતે એક જ ઝટકામાં દિવસના તળિયે લગભગ 200 પોઈન્ટથી નીચે ઉતરેલા નિફ્ટીને ઉંચક્યો.જર્મન ચાન્સેલરે જાહેરાત કરી કે જર્મની ભારત સાથે ટ્રેડ ડિલ પર ગંભીરતાથી ચર્ચા કરી રહ્યું છે

અમેરિકાના રાજદૂતે એક જ ઝટકામાં દિવસના તળિયે લગભગ 200 પોઈન્ટથી નીચે ઉતરેલા નિફ્ટીને ઉંચક્યો.જર્મન ચાન્સેલરે જાહેરાત કરી કે જર્મની ભારત સાથે ટ્રેડ ડિલ પર ગંભીરતાથી ચર્ચા કરી રહ્યું છે અને મંગળવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, નિફ્ટી તરત જ માત્ર 35 મિનિટમાં 200 પોઈન્ટથી ઉપર આવી ગયો. મંદીવાળા બજારમાં અચાનક તેજી આવી ગઈ.
સોમવારે નવી દિલ્હીમાં કાર્યભાર સંભાળતા ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે ભારત-અમેરિકા સંબંધો સાચી મિત્રતા પર આધારિત છે. તેમણે બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો ચાલુ રાખવાનો પણ સંકેત આપ્યો હતો. ગોરે કહ્યું હતું કે સાચા મિત્રો ક્યારેક મતભેદ કરી શકે છે, પરંતુ તેઓ તેમના મતભેદોને દૂર કરે છે. તેમણે કહ્યું હતું કે 13 જાન્યુઆરીએ વાટાઘાટોનો આગામી રાઉન્ડ અપેક્ષિત છે. ગોરે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ટેરિફ અને બજાર ઍક્સેસ જેવા મુદ્દાઓ પર મતભેદો હોવા છતાં, બંને દેશો સતત સંપર્કમાં રહે છે. ગોરના નિવેદનથી આશા જાગે છે કે ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી અટકેલા સોદાને અંતિમ સ્વરૂપ મળી શકે છે.
પેક્સસિલિકા એ કર્યો ઉલ્લેખ
યુએસ રાજદૂતે કહ્યું, “મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારતને આવતા મહિને પેક્સસિલિકા સાથે પૂર્ણ સભ્ય તરીકે જોડાવા માટે આમંત્રણ આપવામાં આવશે.” વધુ સ્પષ્ટતા કરતા તેમણે કહ્યું, “આજે હું તમને બધાને પેક્સસિલિકા નામની એક નવી પહેલ વિશે જણાવવા માંગુ છું, જે અમેરિકાએ ગયા મહિને શરૂ કરી હતી.” પેક્સસિલિકા એ યુએસ-નેતૃત્વ હેઠળની વ્યૂહાત્મક પહેલ છે જેનો ઉદ્દેશ્ય એક સુરક્ષિત, મજબૂત અને નવીનતા-સંચાલિત સિલિકોન સપ્લાય ચેઇન બનાવવાનો છે, જેમાં મહત્વપૂર્ણ ખનિજો અને ઉર્જા સ્ત્રોતોથી લઈને અદ્યતન ઉત્પાદન, સેમિકન્ડક્ટર્સ, કૃત્રિમ બુદ્ધિ (AI) અને લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે.
બજાર ઝડપથી સુધર્યું
શેરબજારમાં સતત છ દિવસથી તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો. સોમવારે, ઇક્વિટી બજાર લગભગ 700 પોઈન્ટ ઘટ્યું હતું. જોકે, વેપાર સોદા અંગે યુએસ રાજદૂતના સકારાત્મક નિવેદન બાદ, બજારમાં ટૂંકા સમયમાં 700 પોઈન્ટની સુધરાઈ હતી. આ સમાચાર લખતી વખતે, બજારનો મુખ્ય સૂચકાંક, સેન્સેક્સ, લગભગ 63 પોઈન્ટ વધીને 83,638.45 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
